વડોદરા : દાન સરસવાણીનો ધોધ વહાવવા માટે વડોદરા સંસ્કારી નગરી મોખરાનું સ્થાન ધરાવે છે. વડોદરા શહેરમાં રહેતા 40 વર્ષીય તરલ કુમાર મહેશ્વરી ખાનગી કેબલ કંપનીમાં એચઆર હેડ તરીકેની ફરજ બજાવે છે. થોડા વર્ષો પૂર્વે તેમના મિત્રે કેન્સર સર્વાઇવલ માટે પોતાના વાળ ડોનેટ કરતા તેમણે પણ આ પ્રકારે કોઈને મદદરૂપ બનવા પોતાના વાળ ડોનેટ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી તેમણે સતત દોઢ વર્ષ સુધી પોતાના વાળ નહીં કાપી વાળને લાંબા કર્યા હતા. વાળ વધતા તેમણે અમુક ઓર્ગેનાઇઝેશન એનજીઓનો સંપર્ક કર્યો. પરંતુ અમદાવાદ અને બોમ્બે ખાતે આવેલી કેટલીક ઓર્ગેનાઇઝેશન કોવિડ પેન્ડેમિકને કારણે વાળનું ડોનેશન લેવા કોઈ તૈયાર ન હતું.
આવા સમયે વડોદરામાં એક ગ્રુપ બરોડા લેડીઝ સર્કલ તેમના મેમ્બર અને તેમની પુત્રીએ આ પ્રકારે કેન્સર સર્વાઇવલ માટે વાળ ડોનેટ કર્યા અને તેનો ફોટો ફેસબુક ઉપર મૂક્યો હતો.જે ફોટો જોયા બાદ તરલ કુમારે તેમનો સંપર્ક કર્યો હતો.ત્યારે સૌપ્રથમ તેમણે પહેલા પ્રશ્ન કર્યો કે વાળની મિનિમમ સાઈઝ 10.3 ઇંચ થી 12 ઈંચ જેટલી હોવી જોઈએ.પરંતુ તરલ કુમારની માત્ર 11 ઇંચ વાળની લંબાઈ હોવાથી એક ઇંચ વાળ ખૂટતા હતા.જેથી તેમણે ઉતાવળ ન કરી અને પોતાના વાળને 12 ઇંચ સુધી લંબાવવા દીધા.
ત્યારબાદ જ્યારે 12 ઇંચ જેટલા વાળ વધ્યા. તુરંત જ તેમણે વડોદરામાં બરોડા લેડીઝ સર્કલ ગ્રુપનો સંપર્ક કર્યો અને તેમના દ્વારા તરલ કુમાર મહેશ્વરીને અકોટા વિસ્તારમાં આવેલ બિગ બેંગ હેર સલૂનમાં જવા જણાવાયું. કેમકે તેમને પદ્ધતિ ખબર હતી કે કેન્સર સર્વાઇવલ માટે કેવી રીતે વાળને કાપી શકાય રબર બેન્ડ લગાવીને વાળની લટો આપવી પડે છે. નીચે પડેલા વાળને ડોનેટ ના કરી શકો. અને એમાં પણ ટાલથી એન્ડ સુધી 12 ઇંચ વાળ હોવા જોઈએ માટે ટાલથી અંત સુધીમાં તમામ લટો એક-એક ભેગી કરીને તેને કાપવા પડે છે.
ચેન્નઈમાં ચેરીયન ફાઉન્ડેશન નામથી સંસ્થા ચાલે છે.જેમાં વડોદરાનું બરોડા લેડી સર્કલ ગ્રુપ છે.જે ગ્રુપમાંથી છેલ્લા આઠ-નવ વર્ષથી આવી રીતે ચેન્નાઈ ફાઉન્ડેશનમાં વાળ ડોનેટ કરી રહ્યા છે. નોંધનીય છે કે 6 વ્યક્તિ દાન આપે ત્યારે એક વાળની વીક બને છે.કેન્સર સર્વાઇવલ માટે વાળનું દાન કરવા માટે ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તેના નિયમ પાળવાના હોય છે. વડોદરાના તરલ કુમાર મહેશ્વરી ખાનગી કેબલ કંપનીમાં એચઆર હેડની ફરજ પર હોવા છતાં તેમણે એક લક્ષ્ય સાધ્યું હતું કે જનસેવા એ જ પ્રભુ સેવા.