Comments

સરકાર ભમ્મરિયા કૂવામાંથી કેવી રીતે બહાર આવશે?

The wonder of Bhamaria Vav in Mehmedabad | Ahmedabad News - Times of India

આ મહિનો બે વર્ષ પહેલાં સરકાર માર્ગ ભૂલી ગઇ તેની સંવત્સરી સમાન છે. ૨૦૧૯ ના ડિસેમ્બરથી ૨૦૨૧ ના ડિસેમ્બર સુધીની અસાધારણ વાત એ છે કે મોદી સરકાર પોતાને ઊંચી ઊડતી હોવાનું માનતી હતી. તે દાયકાઓથી જેની ઝુંબેશ ચલાવતી હતી તે ત્રણ બાબત એણે નકકી કરી લીધી હતી. ત્રણ તલાકને ગુનો ગણતો કાયદો તા. ૧ લી ઓગસ્ટ, ૨૦૧૯ થી અમલમાં આવ્યો. સુપ્રીમ કોર્ટે ત્રણ તલાકને અમાન્ય ઠેરવ્યા હતા જ તેથી સરકારને તેને ગુનો ગણવાનું કોઇ કારણ ન હતું, પણ તેણે તે કર્યું. ચાર દિવસ પછી કાશ્મીરે તેની પાસે જે કંઇ કહેવાની સ્વાયત્તતા હતી તે ગુમાવી હતી અને બંધારણની કલમ ૩૭૦ બિનકાર્યાન્વિત કરવામાં આવી. આ પહેલાં આ જ વર્ષમાં બાલાકોટના હુમલાએ રાષ્ટ્રની સુરક્ષાની સમસ્યા બતાવી જ દીધી હતી.

નવેમ્બરની તા. ૯ મી એ સુપ્રીમ કોર્ટે દાયકાથી પડતર પડી રહેલા બાબરી મસ્જિદ પ્રશ્નનો હિંદુઓના જૂથની તરફેણમાં ચુકાદો આપી દીધો. તા. ૧૦ મી ડિસેમ્બરે અમિત શાહે સંસદને ખાતરી આપી હતી કે રાષ્ટ્રવ્યાપી નેશનલ રજિસ્ટર તૈયાર થઇ રહ્યું છે અને તા. ૧૧ મી ડિસેમ્બરે સરકારે નાગારિકતા સુધારા ધારો પસાર કરી દીધો. ચાર દિવસ પછી એટલે કે તા. ૧૫ મી ડિસેમ્બરે ૨૦૧૯ ના દિને શાહીનબાગના વિરોધ પ્રદર્શન થયા અને આખા દેશમાં ભેદભાવભર્યા કાયદા સામે ચળવળ શરૂ થઇ.

નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ અભેરાઇએ મૂકાયા પછી પહેલી પીછેહઠ આવી. રાજયોની વિધાનસભાઓએ નેશનલ રજિસ્ટર સામે ઠરાવો કર્યા. શાહે જેના સંસદમાં આવવાનું વચન આપ્યું હતું તેની સામેના સર્વાનુમત ઠરાવમાં ખુદ ભારતીય જનતા પક્ષના ધારાસભ્યો જોડાવા સાથે બિહાર તા. ૨૦ મી ફેબ્રુઆરીએ છેલ્લું રાજય બન્યું. શાહીનબાગના વિરોધ બીજા મહિને સમેટાઇ ગયા પણ વિજય તો પ્રાપ્ત થયો જ હતો. દિલ્હીનું વાતાવરણ અને અનુરાગ કશ્યપ અને કપિલ મિશ્રા જેવા અગ્રણીનો આક્રોશ બતાવતો હતો કે સરકાર આ પીછેહઠથી કેટલી અસરગ્રસ્ત થઇ હતી.

માર્ચ મહિનામાં મહામારી શરૂ થઇ અને લોકડાઉને ભારતીય અર્થતંત્રને સપાટ કરી નાંખ્યું. વ્યકિત દીઠ એકંદર ઘરેલુ પેદાશ બાંગ્લાદેશ કરતાં પણ ઘટી ગઇ: નાણાંકીય ખાધ વકરી ગઇ અને દબાણ હેઠળ આવી ગયેલી સરકારે વહીવટનો તમામ ખર્ચ પેટ્રોલ અને ડીઝલ પર બેફામ વેરા નાંખી તમામ લોકો પર લાદી દીધો. મહામારીમાં ૨૩ કરોડ ભારતીયો ગરીબીમાં ધકેલાઇ ગયા અને ૨૦૧૮ સુધીમાં આઝાદી મળવી એટલે કે ૧૯૪૭ થી સૌથી વધુ એટલે કે ૬% ના દરે પહોંચી ગયો હતો તે બેરોજગારીનો દર ઘટવાનું નામ નથી લેતો.

૨૦૨૦ ના જૂનમાં ખેતીના વટહુકમ રોગચાળા દરમ્યાન બહાર પાડવામાં આવ્યા અને સપ્ટેમ્બરમાં સંસદમાં વિભાજન મત વગર ખરડા પસાર કરવામાં આવ્યા. નવેમ્બરના અંત સુધીમાં ખેડૂતો દિલ્હીના સીમાડે આવી ગયા અને આજે પણ ત્યાં છે. સરકારે અલબત્ત આ કાયદા પાછા ખેંચી લીધા પણ હવે ટેકાના લઘુતમ ભાવના મામલે મુશ્કેલી અનુભવે છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી થોડા મહિનાઓમાં આવી રહી છે ત્યારે ઉત્તર પ્રદેશના પશ્ચિમ વિસ્તારના મત વિસ્તારોમાં આંદોલનની અસર પડે તેની સરકારને ચિંતા છે.

મે ૨૦૨૦ માં ભારતીયોને કહેવામાં આવ્યું કે ચીનાઓ લડાખમાં ઘૂસી આવ્યા છે. તા. ૧૫ મી જૂન ૨૦૨૦ ના દિને બંને પક્ષોએ ગદા જેવાં હથિયારો અને પથ્થરોથી લડાઇ કરી અને ૨૦ ભારતીયોએ પોતાના પ્રાણ ગુમાવ્યા. પરિસ્થિતિ સરહદ પર તંગ રહે છે અને સરકારે પાકિસ્તાન સાથે અંકુશ રેખા પર અચાનક શાંતિ સંધિ કરી અને હજારો સૈનિકોને ચીન સાથેની સરહદે ખડકી દીધા. બાલાકોટની ઘટના પછી ઉકેલી ગયેલી મનાતી રાષ્ટ્રીય સુરક્ષાની સમસ્યા દેખીતી રીતે ઉકેલાઇ જ ન હતી.

અમેરિકા અને અન્ય બે દેશો મળી કુલ ચાર દેશોની ચોકડીમાં ભારતે કરેલા નૌકાદળના જોડાણનું અમેરિકાએ ઓસ્ટ્રેલિયા અને બ્રિટન સાથે યોગ્ય નૌકાજોડાણ કરવાની ખાતરી આપતાં અચ્યુતમ્‌ થઇ ગયું. કાશ્મીરની સમસ્યા પણ હજી ‘ઉકેલાઇ’ હોવાનું પુરવાર નથી થયું. આ રાજયમાં આજે પણ લોકશાહી નથી અને ચૂંટાયેલી સરકાર વગરનું તે એકમાત્ર ભારતીય રાજય / કેન્દ્રશાસિત પ્રદેશ છે. હિંસા હજી આપણે રોજબરોજનાં બનાવોમાં જોઇએ છીએ તેમ ઘટી નથી. લોકો વધુ વિરુધ્ધ થઇ ગયા છે. લશ્કરને પહેલાં બે કામગીરી સોંપવામાં આવી હતી – પાકિસ્તાન સાથેની સળગતી સીમાઓનું ધ્યાન રાખવું અને કાશ્મીરમાં બળવાખોરોને કાબૂમાં રાખવા. હવે તેને ત્રીજી કામગીરી ચીનની પણ અપાઇ છે.

વડા પ્રધાન અને સરકાર આ ભમ્મરિયા કૂવામાંથી કેવી રીતે બહાર આવશે તેનું અનુમાન લગાવવાનું સહેલું નથી. અર્થતંત્ર વૃધ્ધિ પામીને ૮% પર પહોંચ્યું છે પણ તેમાં એકંદર ઘરેલુ ઉત્પાદન તો તેજ મંથર ગતિએ પહોંચી હતી, જે મહામારી પહેલાં હતી. ભારતીય જનતા પક્ષ ઉત્તર પ્રદેશની ચૂંટણીઓ કદાચ જીતી પણ જશે પણ તે રાજકીય વિજય જ હશે તેનાથી અર્થતંત્રથી માંડીને રાષ્ટ્રીય સુરક્ષા અને ખેડૂતોથી માંડીને  લઘુમતીઓ સહિતની સમસ્યાઓ તો જેમની તેમ જ રહેશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top