Entertainment

જૂહીનું ડિજીટલ ડેબ્યુ કેવું રહેશે?

જુહી ચાવલાએ પણ આખર ડિજિટલ ડેબ્યુ કર્યો અને ‘હશ હશ’ નામની ક્રાઇમ ડ્રામામાં આવી ગઇ. આ સિરીઝમાં તે ઇશી સંઘ મિત્રાનું પાત્ર ભજવે છે જે પાવરફૂલ છે ને ડાયનેમિક લોબી કરનારી છે. અનેક વિવાદો વચ્ચે ઘેરાયેલી છે.આ સિરીઝ તનુજા ચન્દ્રાની છે જે ફિલ્મો બનાવવા માટે જાણીતી હતી હવે આ સિરીઝ વડે કોઇક નવું કરવા તૈયાર છે. જુહી ચાવલા તો છે સાથે સોહાઅલી ખાન, કૃતિકા કામરા, સહાના ગોસ્વામી, કરિશ્મા તન્ના અને આયેશા ઝૂલકા પણ છે. તનુજા ચન્દ્રાએ સ્ત્રી પાત્રોને કેન્દ્રમાં રાખી સિરીઝ બનાવવી હતી અને તેમાં બેસ્ટ ટેલેન્ટને ભેગી કરી છે. જુહી ચાવલા જાણે એ ટેલેન્ટની લીડર છે.

જુહી અત્યારે 54 વર્ષની થઇ ચુકી છે પણ જરાય પાછી પડે તેવી નથી. લોકો તેને ‘કયામત સે કયામત તક’, ‘હમ હે રાહી પ્યાર કે’, ‘ચાંદની’, ‘બોલ રાધા બોલ’, ‘રાજુ બન ગયા જેન્ટલમેન’, ‘ડર’, ‘યસ બોસ’, ‘ડૂપ્લીકેટ’, ‘ફીર ભી દિલ હે હિન્દુસ્તાની’, ‘ભૂતનાથ’, ‘ગુલાબ ગેંગ’થી જાણે છે. છેલ્લે રિશી કપૂર સાથેની ‘શર્માજી નમકીન’માં તે આવી હતી. તેણે શાહરૂખ સાથે મળીને ત્રણ ફિલ્મોનું નિર્માણ પણ કર્યું પરંતુ હવે એવા સાહસથી દૂર રહે છે.

ટી.વી. પર તેને પહેલેથી જ રસ હતો એટલે વર્ષો પહેલા ‘બહાદૂર શાહ ઝફર’માં નૂરજહાંની ભૂમિકા કરેલી. ‘મહાશકિત’માં કંચન બનેલી અને ‘ટેસ્ટ કેસ’માં શ્રધ્ધા પંડિત તરીકે આવેલી પણ વેબ સિરીઝ માટે હવે તૈયાર થઇ છે. એમેઝોન પ્રાઇમ પરની આ સિરીઝમાં તેને બબીજી અભિનેત્રીઓ સાથે ટક્કર કરતી જોવાની ય મઝા આવશે. આ એક ઇન્ટેન્સ ક્રાઇમ થ્રીલર છે એટલે બાંધી તો રાખશે. આ સિરીઝ અને જુહી ચાવલા વિશે આયેશા ઝૂલ્કા કહે છે કે હું પણ પહેલી જ વાર ડિજીટલ પ્લેટફોર્મ પર કામ કરી રહી છું. હું ને જૂહી ફિલ્મોમાં હતા અને એ અમારા ગોલ્ડન દિવસો હતા. સિરીઝમાં મારા અને જૂહી વચ્ચે ખાસ સંબંધ છે અને અમારી પાસે કેટલાક પાવરફૂલ દ્રશ્યો આવ્યા છે અને તે ભજવવાની અમને બંનેની ખૂબ મઝા આવી છે. આ સિરીઝ જુહી ચતુર્વેદીએ લખી છે એના કારણે પણ તે જોવી ગમશે. તે આ પહેલાં ‘વિકી ડોનર’, ‘પિકુ’, ‘ઓકટોબર’, ‘ગુલાબો સિતાબો’ જેવી ફિલ્મો લખી ચુકી છે. જુહીએ કામ કરવાની હા પાડી તે તનુજા ચંદ્રા જેવી દિગ્દર્શક અને જૂહી ચતુર્વેદી જેવી લેચિકાને કારણે જ હા પાડી છે. એટલે ઘર બેઠા એક એવું મનોરંજન જોવા મળશે જે રહસ્યમાં જકડવા સાથે પાત્રોના ઉંડાણને સ્પર્શે. •

Most Popular

To Top