સંયુક્ત રાષ્ટ્ર એ જાહેરાત કરી છે કે ભારત દુનિયામાં સૌથી વધુ વસ્તીવાળો દેશ બની ગયો છે. યુ.એન.ના સ્ટેટ ઓફ વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ 2023 અનુસાર ભારતની જન સંખ્યા 142.86 કરોડની છે. જ્યારે ચીનની વસ્તી 142.57 કરોડની છે આ પ્રમાણે ભારતની વસ્તી ચીન કરતા 29 લાખ વધારે છે. વસ્તીનો વધારો એ કોઈ ગર્વ લેવાં જેવી બાબત નથી. ભારત જેવા દેશમાં જે ઝડપે વસ્તી વધી રહી છે તે વિકાસ અને પ્રગતિને દેખાવા દેતી નથી. ભારત અને ચીનને વિસ્તારની દૃષ્ટિએ જોઈએ તો ચીન ભારત કરતાં બહુંજ મોટો દેશ છે.
ઓછા વિસ્તારમાં વધુ વસ્તી હંમેશા મુશ્કેલીઓ પેદા કરે છે. ભારત અત્યારે આ મુશ્કેલીઓનો સામનો કરે છે. દેશમાં અત્યારે સરકાર ઈન્ફાસ્ટ્રકચર ઉપર જોર આપી રહી છે. મોટા રસ્તાઓ, બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન, મેટ્રો ટ્રેન હાઈવે, એરપોર્ટ વિગેરે બની રહ્યા છે. પરંતુ જનસંખ્યા ના હિસાબે આ યોજનાઓ કાચી પડી રહી છે. અને રસ્તા પર ટ્રાફિક જામ, અને રેલવે એરપોર્ટ પર ટિકિટ લેવાં માટે વેઈટિંગનો સામનો લોકો ને કરવો પડી રહ્યો છે. વધતી જતી વસ્તી હંમેશા ભારત જેવા દેશોમાં અભિશાપ રૂપ બને છે. સીમિત સાધનોના ઉપભોક્તા જ્યારે વધી જાય છે ત્યારે અસાધનોનો અછત સર્જાતી હોય છે. ભારત પહેલેથીજ આ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે.
સુરત – અખ્તર મકરાણી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
લાલ દરવાજા પાસે જુના નોર્થ ઝોન ઓફિસ પાસે કાયમી પોલીસ બંદોબસ્ત રાખવો જોઈએ
હાલમાં લાલ દરવાજા વસ્તાદેવડી રોડ પર જુની નોર્થ ઝોન ઓફિસ તેની પાસે માનવ ધર્મ આશ્રમ તથા એક બાજુ ગાયોનો ચારોવાળા પાથરણા પાથરી વેચવા બેસે છે તે સ્થળની વાત કરૂ છું. હાલમાં રસ્તાનું નાના પાયાનું ખોદકામ થાય છે ત્યાં લોખંડની કુંડી (ચેમ્બર) ઉપસી આવેલી છે. લોખંડની કુંડી ઉપસી આવવાથી નાના મોટા અકસ્માત થાય છે. હવે ટ્રાફિક વિષે જોઈએ એક ટ્રાફિક લાલ દરવાજા થી કતારગામ દરવાજા તરફ જતો ટ્રાફીક બીજો ઉપરોક્ત થી ઉલટી બાજુ જતો ટ્રાફિક બીજો અડાજણ પાટિયા પાસે ધનમોરા પુલ પરથી ઉતરતો ટ્રાફિક છેક માનવ ધર્મ આશ્રમ ચાર રસ્તા પાસે ભેગો થાય છે. ચોથો લકઝરી ગાડીનું બુકીંગ માટે ઠેરઠર ટેબલ-ખુરશી નાખીને બેઠેલા હોય છે. પાંચમું ગાયોને ચારો ખવડાવનાર આવે ત્યારે ટ્રાફિક જામ થાય છે. આમ કાયમી ધોરણે ચારે બાજુથી ટ્રાફિક જામ છે માટે 12 કલાક સતત પોલીસ બંદોબસ્ત રાખવો જોઈએ.
સુરત – મહેશ આઈ. ડોકટર -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.