ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, ભક્ત્યા મામ્ અિભજાનાતિ. કેવળ ભક્તિ દ્વારા શ્રીકૃષ્ણને સમજવા જોઇએ. વાસ્તવમાં શ્રીકૃષ્ણને સમજવા સંભવ નથી કારણ કે શ્રીકૃષ્ણ અનંત છે, ભગવાનનું બીજું નામ અનંત છે. તેમનો આિદ અને અંત હોતો નથી. તેમના ગુણોનો અંત હોતો નથી. તેમના ગુણો અસંખ્ય છે. ભગવાન અનંત છે. તો તેમને કેવી રીતે સમજવા જોઇએ? જેમ કે ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, અહં સર્વસ્ય પ્રભવો ભગવાન સર્વ વસ્તુઓનો સ્ત્રોત છે. મત્ત પરતંર નાન્યત્ િકગ્ચિદસ્તિ ધનંજય મારાથી પર કે મારા સમાન કંઇ પણ નથી. ભગવદ્ ગીતામાં જે સ્તર સુધી ભગવાન સ્વયંનું વર્ણન કરે છે. તે સ્તર સુધી આપણે ભગવાનને સમજી શકી છીએ. પરંતુ ભગવાનના ગુણોનો અંત નથી. સીમા નથી. પૂર્ણરૂપે તો સંભવ છે. કારણ કે ભગવાનના ગુણોમાં હંમશાં વૃિદ્ધ થતી રહે છે. આ રહસ્ય છે. પરંતુ એ સમજવું જોઇએ કે કેવળ ભકિત દ્વારા જ ભગવાનને સમજી શકાય છે. કેવી રીતે?
ભગવાન કહે છે કે માત્ર તેમની કૃપાથી જ, આપણે તેમને સમજી શકીએ છીએ. આપણે સ્વયંના પ્રયાસોથી ભગવાનને સમજી શકતા નથી. તેઓ આપણને અિધકાર આપે તો પછી આપણે તેમને સમજી શકીએ છીએ. કેવી રીતે ભગવાનને સમજવા? તર્ક દ્વારા- નહીં, ઝઘડા દ્વારા-નહીં, િવવાદ દ્વારા નહીં, સાધારણ બુદ્ધિ દ્વારા નહીં, યુનિવર્સિટી િડગ્રી દ્વારા નહીં, યજ્ઞ દ્વારા નહીં, તપસ્યા દ્વારા નહીં.
નસાધ્યતિ માં યોગો ન સાઙખ્યં ધર્મ ઉદ્વવ
ન સ્વાધ્યાયસ્તપરત્યાગો તથા ભકિતર્મમોર્જિત
શ્રીમદ્ ભાગવતમ્માં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, સાધારણ ધર્મ ભગવાનને સમજવા માટે ઘણો જ તૃચ્છ છે. નિર્બળ છે. આપણે કેવળ ભકિત દ્વારા જ ભગવાનને સમજવાના છે. એનો અર્થ એ નથી આપણી બુદ્ધિ દ્વારા ભગવાનને સમજવાના નથી. સાધારણ બુિદ્ધ દ્વારા ભગવાનને સમજી શકાય નહીં. ભગવાન અસીિમત છે. આપણી બુુિદ્ધ સીમિત છે. આપણી બુિદ્ધ ભગવાનની કૃપાથી યુકત થવી જોઇએ. ત્યાર પછી આપણે ભગવાનને સમજી શકીએ છીએ.ભગવાન તેમની કૃપાથી આપણને એવી બુિદ્ધ આપે છે જેના દ્વારા આપણેે ભગવાનને સમજી શકીએ છીએ.
ભગવાન કૃપા સાધ્ય છે.
તેષાં સતત યુક્તાનં ભજતાં પ્રીતિ પૂર્વક્મ્
દદામિ બુિદ્ધયોગં તં યેન મામુપયાન્તિ તે
ભગવદ્ ગીતા (10.10)માં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે જે મારી સેવા પ્રીતિથી, પ્રેમથી કરે છે એવા ભક્તોને હું એવી બુિદ્ધ પ્રદાન કરું છું. જેથી તેઓ મારી પાસે પાછા આવી શકે.
તેષા મેવાનુંકંપાર્થમ્ અહમજ્ઞાનજં તમ:
નાશયામ્યાત્મભાવસ્થો જ્ઞાનદીપેન ભાસ્વતા
‘‘ ભક્તો ઉપર વિશેષ કૃપા કરાવવા માટે, તેમના હૃદયોમાં નિવાસ કરનારો હું જ્ઞાનરૂપી પ્રકાશમાન દીપક વડે અજ્ઞાનજન્ય અંધકારને દૂર કરું છું. આવા ભક્તો પર હું અનુકંપા કરું છું.’’
આપણે શા માટે ભગવાનને નથી સમજતા, કારણ કે આપણે અજ્ઞાનમાં છીએ.આપણે અંધકારમાં છીએ તેથી ભગવાન જ્ઞાનદીપ જલાવે છે. જેથી આપણે ભગવાનને જોઇ શકીએ છીએ. બધું જ જોઇ શકીએ છીએ. તેથી આપણે પહેલાં કૃપા પ્રાપ્ત કરવી જોઇએ. પછી આપણે ભગવાન વિશે સાક્ષાત્કાર કરી શકીએ છીએ. કર્મ, જ્ઞાન વગેરે દ્વારા ભગવાન આપણને કૃપા આપશે. શા માટે? કારણ કે ભકિતમાં આ જ ભાવના છે કે હું ભગવાનનો દાસ છું. પરંતુ કર્મકાંડમાં બીજી ભાવના હોય છે. હું કામ કરું છું અને કંઇક ભગવાનને અર્પણ કરું છુ.ં પરંતુ મારો મુખ્ય ઉદ્દેશ ભોગવિલાસ કરવાનો છે. પરંતુ ભકિતમાં માત્ર એક જ ઇચ્છા હોય છે. હું ભગવાનની પ્રેમમય સેવા કરવા ઇચ્છું છું. ભગવાન એટલા દયાળુ છે કે તેમના ભક્તો ઉપર કૃપા કરે છે.
શ્રીમદ્ ભાગવતમ્્માં એક શ્લોક છે.
અથાપિ તે દેવા પદામ્બુજદ્વય
પ્રસાદદેશાનુગૃહીત એવ હિ
જાનાતિ તત્ત્વં ભગવન્મહિમ્નો
ન ચાન્યમેકોડપિ ચિરં વિચિન્વન્
‘‘મારા પ્રભુ, જો મનુષ્યની ઉપર આપના ચરણકમળની કૃપાનો લેશમાત્ર અનુગ્રહ થાય તો આપણા વ્યકિતત્વનો મહિમા જાણી શકે છે. પરંતુ જે લોકો ભગવાનને જાણવા અનુમાન કરે છે તેઓ અનેક વર્ષો સુધી વેદાધ્યયન કરતા રહે તોય આપને જાણી શકતા નથી’’
(શ્રીમદ્ ભાગવતમ્ 10.14.29)
જો આપણન ભગવાનના કૃપાસિંધુમાંથી એક િબંદુ કૃપા પણ પ્રાપ્ત થાય તો આપણે શ્રીકૃષ્ણના વિશે જે તત્ત્વ છે. તે ભકિતતત્ત્વ, ભગવદ્ તત્ત્વ સમજી શકીએ છીએ બીજો કોઇ ઉપાય જ નથી. માત્ર ભગવાનની કૃપા પ્રાપ્ત કરવાની ઇચ્છા કરવી. વિશેષ કરીને આ જ સમજવું જોઇએ. ભગવાનને કેવી રીતે સમજવા? ભગવાન વિશે આ જ સમજવું જોઇએ, કે ભગવાન પરમ પુરુષ છે. ભગવાન નિરાકાર નથી. શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ એવું લાગે છે કે ભગવાન નિરાકાર છે. પરંતુ ભગવાનનું રૂપ છે.
ભગવાન િત્રભંગ મુરલીધર છે.
શ્યામસુંદર છે, તો કેવી રીતે નિરાકાર હોઇ શકે? આ ઘણી મોટી ભૂલધારણા છે. વિશેષ કરીને, હિંદુ ધર્મમાં આનો ઘણો જ પ્રચાર છે. ઘણા બધા લોકો કહે છે કે ભગવાનનું કોઇ રૂપ નથી, ભગવાન નિરાકાર છે પરંતુ આ સાચું નથી. ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુન સમક્ષ ઉપસ્થિત હતા અને અર્જુનને કહ્યું સર્વ ધર્માન્ પરિત્યજય મામેકં શરણ વ્રજ ‘મને આત્મસર્મપણ કર. મારું શરણું લે’’ જો કૃષ્ણ વ્યકિત ન હોય, તો તેમનું શરણ ગ્રહણ કરવાનું કેવી રીતે સંભવી શકે? અવશ્ય શ્રીકૃષ્ણ વ્યકિત છે.
સંકલન: ભકિતવિકાસ મહારાજ