World

બ્રિટનમાં મંદીનો સામનો આ રીતે કરશે વડાપ્રધાન ઋષિ સુનક, નાણામંત્રીએ પણ આપ્યું સમર્થન

નવી દિલ્હી: ઋષિ સુનકના (Rishi Sunak) વડાપ્રધાન બન્યા બાદ તેમની સામે સૌથી પહેલી અને મોટી મુશ્કેલી બની રહી છે બ્રિટનની (Britain) મંદિ (Crisis). તમને જણાવી દઈએ કે હાલ બ્રિટન મંદીની ઝપેટમાં છે અને તેની અર્થવ્યવસ્થા (Economic) આગામી દિવસોમાં વધુ ડગમગી શકે છે. બ્રિટિશ સરકારે તેનો સામનો કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. વડાપ્રધાન ઋષિ સુનકની સરકારે મંદીમાંથી બહાર આવવા માટે અનેક પગલાંની જાહેરાત કરી છે. સુનકની સરકારે 5500 કરોડ પાઉન્ડની રાજકોષીય યોજના રજૂ કરી છે. આગલા દિવસે નાણામંત્રી જેરેમી હંટે સરકારના ઈમરજન્સી બજેટને (Emergency Budget) જાહેર કર્યું હતું, જેમાં ટેક્સના દરમાં મોટો વધારો કરવામાં આવ્યો છે.

ટેક્સના દરમાં વધારો
ઊર્જા કંપનીઓ પર વિન્ડફોલ ટેક્સ 25 ટકાથી વધારીને 35 ટકા કરવામાં આવ્યો છે. ઇલેક્ટ્રિક જનરેટર પર 45 ટકાનો ટેમ્પરરી ટેક્સ લાદવામાં આવ્યો છે. આ સિવાય હવે વાર્ષિક 1.25 લાખ પાઉન્ડ કમાતા લોકો પણ ટોપ ટેક્સના દાયરામાં આવશે. આ સાથે, સુનકની સરકારે જાહેરાત કરી છે કે 2025 થી ઇલેક્ટ્રિક વાહનો પર એક્સાઇઝ ડ્યુટી લાદવામાં આવશે નહીં.

રશિયા-યુક્રેન યુદ્ધની ઊંડી અસર બ્રિટની અર્થવ્યવસ્થા પર
જેરેમી હંટે હાઉસ ઓફ કોમન્સમાં ઓટમ સ્ટેટમેન્ટ રજૂ કર્યું હતું, તેમણે બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનાકે સમર્થન આપ્યું હતું. બ્રિટનમાં મોંઘવારી કાબૂની બહાર જઈ રહી છે. જેના કારણે સરકારે ટેક્સના દરમાં વધારો કર્યો છે. પૂર્વ પીએમ લિઝ ટ્રસના મિની બજેટના કારણે સરકાર ચોંકી ઉઠી હતી.

બજેટની સાથે સ્વતંત્ર એકમ OBR (ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટી) નો અહેવાલ પણ બહાર પાડવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે ઊર્જાના ભાવમાં જોરદાર વધારો થયો છે. તેના કારણે બ્રિટનની અર્થવ્યવસ્થાને ઘણું નુકસાન થયું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2024 સુધી અર્થવ્યવસ્થામાં સુધારાની કોઈ શક્યતા નથી.

ફુગાવો રેકોર્ડ સ્તરે
જેરેમી હંટે કહ્યું કે સમગ્ર વિશ્વ ઉર્જા અને મોંઘવારીના સંકટનો સામનો કરી રહ્યું છે. તેમણે કહ્યું કે સ્થિરતા, વિકાસ અને જનસેવા માટેની આ યોજનાથી આપણે મંદીનો સામનો કરીશું. બ્રિટનમાં મોંઘવારી વધવાથી સામાન્ય લોકોની સાથે સરકારની પણ મુશ્કેલીઓ વધી છે. ઓક્ટોબર મહિનામાં બ્રિટનમાં મોંઘવારી દર 41 વર્ષનો રેકોર્ડ તોડીને 11.1 ટકા પર પહોંચી ગયો છે. આ 1981 પછી સૌથી વધુ ફુગાવાનો દર છે. સપ્ટેમ્બર મહિનામાં મોંઘવારી દર 10.1 ટકા હતો.

બ્રિટન માટે મુશ્કેલ સમય
નિષ્ણાતો માને છે કે બ્રિટન માટે આ મુશ્કેલ સમય છે. કારણ કે જ્યારથી ઋષિ સુનકે વડાપ્રધાન પદ સંભાળ્યું છે ત્યારથી લોકો રાહ જોઈ રહ્યા હતા કે તેઓ મોંઘવારીનો સામનો કરવા માટે કઈ પ્રકારની નીતિ લઈને આવશે. હવે ટેક્સ વધારવાનો નિર્ણય સાચો સાબિત થશે કે કેમ તેના પર સૌની નજર છે. કારણ કે ટૂંકા ગાળામાં કોઈ રાહત નથી.

આર્થિક મંદી શું છે
જો કોઈ દેશનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) સતત છ મહિના (બીજા ત્રિમાસિક ગાળામાં) ઘટતું રહે, તો આ સમયગાળાને અર્થતંત્રમાં આર્થિક મંદી કહેવામાં આવે છે. સામાન્ય રીતે મંદી દરમિયાન, કંપનીઓ ઓછા પૈસા કમાય છે, વેતન કાપવામાં આવે છે અને બેરોજગારી વધે છે. આનો અર્થ એ છે કે સરકારને જાહેર સેવાઓ પર વાપરવા માટે ટેક્સના રૂપમાં ઓછા પૈસા મળે છે.

Most Popular

To Top