બે વર્ષ પહેલાં, રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ માલદીવમાં ખુલ્લેઆમ ‘ઇન્ડિયા આઉટ’ કેમ્પેઈનથી સત્તા પર આવ્યા હતા. તે સમયે સંપાદકીય લેખોમાં ભારતની માલદીવ નીતિને જાકારો આપવામાં આવ્યો હતો. ઘણાં લોકોએ આગાહી કરી હતી કે નવી દિલ્હી તેના નજીકના દરિયાઈ ભાગીદારોમાંથી એકને હરીફો સામે ગુમાવશે. ભારતના કેટલાક મુખ્ય સમાચાર આઉટલેટ્સમાં લગભગ ઉપનામો કોતરવામાં આવ્યાં હતાં, જેમાં જાહેર કરવામાં આવ્યું હતું કે ભારતે માલેમાં તેની વિશ્વસનીય પકડ ગુમાવી દીધી છે.
અહેવાલોએ તેને ભારત માટે એક આંચકો ગણાવ્યો હતો. માલદીવ સાથે ભારતની ભાગીદારીના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. તંત્રીલેખોએ તેને ચેતવણી³ ગણાવી હતી અને ભારતે ધારણાઓ બદલવા તરફ કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો ત્યાં સુધી કે વિદેશી પબ્લિશર પણ પાછળ ન રહ્યાં અને તેમણે કહ્યું કે આ ભારતની વ્યૂહાત્મક શંકાઓને દર્શાવે છે. જો કે, ભારતે એ જ કર્યું જે તેની ગણતરીમાં શ્રેષ્ઠ કરે છે: પોતાનું શાંતપણું જાળવી રાખ્યું.
કોઈ ઘૂંટણિયે વળતી ચાલ નહોતી, પરંતુ ફક્ત શાંત, સ્થિર હાથ હતો. જે લોકોને વિપરીત લાગ્યું, તેમાં પી.એમ. મોદી મુઇઝુને અભિનંદન આપનારા પ્રથમ વિશ્વનેતા હતા. અને સમય જતાં, આ સંબંધો વધુ મજબૂત બન્યા છે. આ અઠવાડિયે પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપતિ મુઇઝૂના નેતૃત્વમાં માલદીવની રાજકીય મુલાકાત લેનારા પ્રથમ વિદેશી નેતા બનશે. તેનાથી પણ વધુ પ્રતીકાત્મક વાત એ છે કે તેઓ માલદીવના 60મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન છે – આ એક આમંત્રણ જે દર્શાવે છે કે ‘ઇન્ડિયા આઉટ’ના નારા લાગ્યા તે દિવસોથી આજ સુધી આપણા સંબંધ કેટલા આગળ વધ્યા છે.
રાષ્ટ્રપતિ મુઇઝૂએ પદ સંભાળ્યું ત્યારથી, ભારતે બતાવ્યું છે કે તે જરૂરિયાતમંદ મિત્ર છે. પછી ભલે તે આર્થિક સહાય હોય, ક્ષમતા નિર્માણ સહાય હોય કે આવા અન્ય પ્રયાસો હોય, ભારત હંમેશ માલદીવની પડખે ઊભું રહ્યું છે. 400 મિલિયન અમેરિકી ડોલરની ઇમરજન્સી નાણાંકીય સહાય અને 3,000 કરોડ રૂપિયાના ચલણની અદલાબદલી. માલદીવમાં ફેરી સેવાઓના વિસ્તરણ માટે 13 નવા એમઓયુ. સતત સંરક્ષણ, દરિયાઈ અને ક્ષમતા નિર્માણ સહયોગ- 548 મિલિયન અમેરિકી ડોલરથી વધુનો મજબૂત વેપાર અને રોકાણ, ભારતીય વ્યવસાયો અને પ્રવાસીઓ સાથે માલદીવના કિનારાઓને ધમધમતા રાખે છે.
વ્યાપક આર્થિક અને દરિયાઈ સુરક્ષા ભાગીદારીના સંયુક્ત અભિગમ હેઠળ, ભારતે માલદીવ કોસ્ટ ગાર્ડ અને સંરક્ષણ દળના અધિકારીઓને ભારતીય સંરક્ષણ એકેડેમીમાં વિશેષ તાલીમ સ્લોટ પૂરા પાડ્યા છે. પ્રધાનમંત્રીની આ મુલાકાત પહેલાં, રાષ્ટ્રપતિ મુઇઝૂએ ગયા વર્ષે ઓક્ટોબરમાં ભારતની મુલાકાત લીધી હતી, જે નવેમ્બર 2023માં પદ સંભાળ્યા પછી તેમની પ્રથમ વિદેશ યાત્રા હતી. મુલાકાત દરમિયાન, તેમણે કહ્યું હતું કે, ‘ભારત માલદીવના સામાજિક-આર્થિક અને માળખાગત વિકાસમાં એક મુખ્ય ભાગીદાર છે અને જરૂરિયાતના સમયે માલદીવની સાથે ઊભું રહ્યું છે.’
ભારતની શાંત રાજદ્વારીની આ એકમાત્ર સાબિતી નથી. શ્રીલંકાની જ વાત લો. જ્યારે રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે પદ સંભાળ્યું, ત્યારે ઘણાને ડર હતો કે નવી દિલ્હી-કોલંબોના સંબંધો પણ બગડશે. અહેવાલોમાં દાવો કરાયો છે કે શ્રીલંકાના ડાબેરી વલણને લઈને ભારત પાસે ચિંતા કરવાનું યોગ્ય કારણ છે. વિદેશી પ્રકાશનોએ એવો પણ દાવો કર્યો હતો કે શ્રીલંકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ભારતથી અંતર જાળવી રાખશે! તેના બદલે, સંબંધો વધુ મજબૂત બન્યા છે – જે ફરી એક વાર સાબિત કરે છે કે ભારતની સન્માનજનક ભાગીદારી, સમયસર સમર્થન અને વ્યૂહાત્મક ધીરજનો અભિગમ કામ કરે છે.
વિશ્વાસના શક્તિશાળી પ્રતીક તરીકે, પ્રધાનમંત્રી મોદીએ આ વર્ષની શરૂઆતમાં શ્રીલંકાની રાજકીય મુલાકાત લીધી હતી અને નવા નેતૃત્વ દ્વારા સ્વાગત કરાયેલા પ્રથમ વિદેશી સરકારના વડા બન્યા હતા. એક અભૂતપૂર્વ સંકેત તરીકે, રાષ્ટ્રપતિ દિસાનાયકે ઔપચારિક સ્વાગતથી લઈને સંયુક્ત જાહેર કાર્યક્રમો અને પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત સુધી સમગ્ર મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીની સાથે રહ્યા હતા. પ્રધાનમંત્રી મોદીને શ્રીલંકાના સર્વોચ્ચ નાગરિક સન્માન, મિશ્રા વિભૂષણાય પણ એનાયત કરવામાં આવ્યો હતો, જે વિદેશી નાગરિકને આપવામાં આવે છે. મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ દિસાનાયકે જાહેરમાં ભારતને શ્રીલંકાનો પ્રથમ પ્રતિભાવ આપનાર તરીકે ઓળખાવ્યો, જે બંને દેશો વચ્ચેના શક્તિશાળી પરસ્પર વિશ્વાસને ઉજાગર કરે છે.
સંકટના સમયે સૌ પહેલી પ્રતિક્રિયા આપવાની હોય કે પછી જ્યારે અન્ય લોકો પીછેહઠ કરે છે ત્યારે વિશ્વાસુ પાડોશી તરીકે ઊભા રહેવાનું હોય, હિંદ મહાસાગરમાં ભારતની કાર્યવાહીઓ પોતે જ બોલે છે. આ ભારતનું જ આચરણ છે જે તેમની ભાગીદારીને મજબૂત રાખે છે, ભલે તેના પડોશમાં સ્થાનિક રાજકારણ બદલાતું રહે. આ પ્રધાનમંત્રીની વિદેશ નીતિના ગતિશીલ અને અનુકૂલનશીલ સ્વભાવને પ્રકાશિત કરે છે, જે વૈશ્વિક રાજદ્વારીનાં બદલાતાં વલણો સાથે સંપૂર્ણ સુમેળમાં છે. પ્રધાનમંત્રી સ્પષ્ટ વ્યૂહરચના અને હેતુ સાથે કામ કરે છે. જો કે ઘણાં લોકો માને છે કે તેઓ તેમના દૃષ્ટિકોણને સમજે છે, તેમની નેતૃત્વશૈલીમાં ઊંડા અને સૂક્ષ્મ સ્તરો છે જે ઘણી વાર લોકોની નજરથી છુપાયેલા રહે છે.
પ્રધાનમંત્રી મોદીની વિદેશ નીતિની એક વિશિષ્ટ વિશેષતા વ્યૂહાત્મક સંયમ રહી છે – એક સંતુલિત અને વિચારશીલ અભિગમ જે દેશ માટે સારું કામ કરે છે. જ્યારે કોઈ દેશ નિષ્ફળ જાય છે અથવા જવાબ આપવાનો ઇનકાર કરે છે ત્યારે તેઓ ઘણી વાર તેમની સાથે રહ્યા છે. રસી હોય કે માનવતાવાદી રાહત હોય, ક્ષમતાનિર્માણ હોય કે આર્થિક સહાય હોય, પ્રધાનમંત્રી મોદી એક એવા નેતા છે જે રાષ્ટ્રોની સાથે ઊભા રહે છે. આ સાતત્યથી ખાતરી થઈ છે કે વિદેશમાં રાજકીય નેતૃત્વમાં પરિવર્તન છતાં, ભારતના દ્વિપક્ષીય સંબંધો સ્થિર અને રચનાત્મક રહે છે. પરિણામ એ આવ્યું છે કે ભારતની વૈશ્વિક હાજરી સતત વધતી રહી છે, જે એક એવી વિદેશ નીતિ દ્વારા પ્રેરિત છે જે સિદ્ધાંત અને વ્યાવહારિકતા વચ્ચે સંતુલન જાળવે છે.