બ્રિટિશરોએ વિશ્વ વિખ્યાત ‘સોને કી ચિડિયા’ તરીકે ભારત દેશને એ હદે લૂટી લીધું હતું કે તેનું સૌથી મોટું ઉદાહરણ જહાજ એસ.એસ. ગેયસોપ્પા (S S GAIRSOPPA) છે. પુરાતત્ત્વીય વિભાગે એસ.એસ. ગેયર્સોપ્પા શિપ સમુદ્રમાંથી ડૂબી ગયેલ હાલતમાં શોધી લીધું છે, જેમાં મળેલ ચાંદીની કિંમત 14 અબજ રૂપિયા છે. જ્યારે એસએસ ગેયર્સોપ્પા જહાજ ચાંદી સાથે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ભારતના કલકત્તાથી બ્રિટન જઈ રહ્યું હતું, ત્યારે રસ્તામાં દરિયામાં ડૂબી ગયું હતું.
ડેઇલી એક્સપ્રેસ અનુસાર ડિસેમ્બર 1940 માં બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ભારતથી બ્રિટન જતા એસ.એસ. ગેયર્સોપ્પા જહાજનું બળતણ ખલાસ થઈ ગયું હતું. ભારતમાંથી ચાંદી લઇને એસ.એસ. ગેયર્સોપ્પા શિપ બ્રિટનના આયર્લેંડ પર જઈ રહ્યું હતું. દરમિયાન, એસએસ ગેયર્સોપ્પા શિપ પર જર્મનિના યુ બોટે હુમલો કર્યો હતો.જેના કારણે વહાણ દરિયામાં ડૂબી ગયું હતું
તે સમયે એસએસ ગેયર્સોપ્પા શિપ પર 85 લોકો હાજર હતા, જેનું મોત નીપજ્યું હતું. વહાણના ડૂબી જવાથી ભારતનો આ ખજાનો દરિયામાં ડૂબી ગયો હતો. બીજા વિશ્વયુદ્ધમાં સીધા સામેલ ન થવા છતાં, ભારતીયોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી.
ત્યારબાદ 2011 માં, પુરાતત્ત્વીય વિભાગને એસએસ ગેયર્સોપ્પા શિપ જે સમુદ્રમાં ડૂબી ગયેલ તેને શોધી કાઢ્યું હતું. આ વહાણમાંથી 14 અબજ રૂપિયાની ચાંદી મળી છે. આ કિંમતી ચાંદીની શોધ કરનારી ટીમ ઓડાસી મરીન ગ્રુપના સંશોધનકારોએ જણાવ્યું હતું કે તેઓએ વહાણમાંથી લગભગ 99 ટકા ચાંદી કાઢી હતી. ઓડિસી મરીન ગ્રુપના અધિકારી ગ્રેગ સ્ટેમે જણાવ્યું હતું કે સમુદ્રમાં ડૂબી ગયેલા વહાણમાંથી ચાંદી મેળવવાનું કામ ખૂબ મુશ્કેલ હતું. એસ.એસ. ગેર્સોપ્પા શિપમાં ચાંદી નાના કંપાર્ટમેંટમા રાખવામાં આવી હતી, ત્યાં પહોંચવું ખૂબ મુશ્કેલ હતું
જર્મનીએ આ એટલા માટે કર્યું કારણ કે તે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન દરિયાઇ માર્ગેથી પસાર થતા બ્રિટનના વ્યવસાયને રોકવા માંગતો હતો, જેથી તે નબળું પડી શકે. નોંધપાત્ર વાત એ છે કે બ્રિટનના તત્કાલીન વડા પ્રધાન વિંસ્ટન ચર્ચિલ પણ આ જ ભયનો સામનો કરી રહ્યા હતા. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન યુરોપ અને ઉત્તર અમેરિકા વચ્ચે એટલાન્ટિક મહાસાગરનો મોટાભાગનો ભાગ જર્મન નૌકાદળ દ્વારા કબજો કરવામાં આવ્યો હતો. તે દરમિયાન કોઈ પણ દેશનું વહાણ જર્મન નૌકાદળની નજરથી બચી શક્યું નહીં.
એસ.એસ. ગેયર્સોપ્પા શિપમાં ચાંદી સહિત 7 હજાર ટન વજનનો વધુ માલ પણ હતો. તેમાં લોખંડ અને ચા ભરેલી હતી. જ્યારે જર્મન નેવીએ એસએસ ગેયર્સોપ્પા શિપ પર હુમલો કર્યો હતો, ત્યારે તે 8 નોટની ઝડપે દોડી રહ્યું હતું. હુમલા પછી આ જહાજ તમામ સામાન સાથે દરિયામાં ડૂબી ગયું હતું