દેશમાં કેટલાં વીઆઇપીઓ જરૂરી? – Gujaratmitra Daily Newspaper

Charchapatra

દેશમાં કેટલાં વીઆઇપીઓ જરૂરી?

અમેરિકા જેવા 32 કરોડની વસતિવાળા સમૃધ્ધ દેશમાં 225 જેટલા વીઆઇપી મહાનુભાવો અને ચીન જેવા 140 કરોડની વસતિ ધરાવતા દેશમાં 300થી વધુ વીઆઇપી સ્ટેટસ ધરાવતા મહાનુભાવો નથી. જયારે 142 કરોડની વસતીવાળા ભારતમાં વીઆઇપીઓની સંખ્યા અધધધ થઇ જવાય એટલી 580000 જેટલી છે. શું આટલા બધા વીઆઇપીઓ જરૂરી ખરાં? જેની પાછળ ભારત સરકાર પાંચ લાખ કરોડ રૂા. ઉડાવે છે. પ્રતિ વર્ષ આવો  જંગી ખર્ચ જરૂરી ખરો? સાચું જોવા જઇએ તો અમેરિકાનો વહીવટ માત્ર 225 વીઆઇપીઓ ચલાવી શકતા હોય તો ભારતમાં આટલા બધા વીઆઇપીઓને પાળવા પોષવાની જરૂર જ નથી.

આ તમામ વીઆઇપીઓને બરખાસ્ત કરી વીઆઇપી કલ્ચરની ઊંડી સમીક્ષા કરવાની જરૂર છે. કયાં કેટલા વીઆઇપીઓ હોવા જોઇએ? કેન્દ્ર સરકારના 100 વીઇઆપી, ભારતીય સેનાના ત્રણેય દળોના 50-50-50-150, ન્યાય તંત્રના 300 અને આઇએએસ અને આઇપીએસના 150-150 ટોચના અધિકારીઓ, ભારતીય જાસૂસી દળના 50 અધિકારી અને તમામ રાજય સરકારોને માત્ર 10-10 નેતાઓને વીઆઇપી સુવધાઓ પૂરી પાડવાની છૂટ આપવી જોઈએ. આ ઉપરાંત ઇસરો અને ડીઆરડીઓ અને ભારતીય આગું સંશોધન કેન્દ્ર જેવી મહત્ત્વની સંસ્થાઓના ટોચના 50-50 વિજ્ઞાનિકોને વીઆઇપી ગણીએ તો યે 1500-2000થી વધુ સંખ્યા નહીં થાય! અત્યારે તો સીએમના સેક્રેટરીઓ અને પીએમનો ડ્રાઇવર અને રસોઇયાને પણ વીઆઇપી ગણીને તમામ મફત સુવિધાઓ સરકાર પૂરી પાડે છે. આ બધું કયારે સુધરશે?
સુરત     – જીતેન્દ્ર પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

વસાહતી દેશોમાં!
અનેક ધર્મીઓ વસે છે એક જ ઓફિસમાં. હિંદુ, મુસ્લિમ, શીખ, ઇસાઇ. તેઓએ કદી ધર્મયુધ્ધમાં ઝંપલાવ્યું નથી. આપણા રાજકારણની ગળથુથીમાં એક બીજાના ધર્મીઓ વિરુધ્ધ કોઇ પણ કારણસર વૈમનસ્ય ફેલાવવાના અનેક બહાનાં શોધીએ છીએ. જો આપણે લઘુમતીને તિરસ્કારની દૃષ્ટિએ વખોડીએ છીએ પણ કદી વિચારતા નથી. આપણે પણ કોઇ દેશમાં લઘુમતીમાં હોઈ શકીએ. આપણી ધર્મવિરોધીઓની પ્રવૃત્તિના બીજા દેશમાં પણ પ્રત્યાઘાત તો પડે જ છે. માટે જ સાવધાન થઇ જઇએ. મોટામાં મોટો જ અવરોધ હોય તો આપણા વિકાસને બ્રેક મારનાર તત્ત્વોથી સાવધાન થઇ જઇએ.
સુરત              – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top