માહિતી, જ્ઞાન, ડાહપણ, શિક્ષણ, કેળવણી, વિદ્યા, આ બધા જ શબ્દો જુદી અર્થછાયા ધરાવે છે અને છતાં સામાન્ય બોલચાલમાં આપણે તેનો સમાન ઉપયોગ કરી નાખતા હોઈએ છીએ! નવું શૈક્ષણિક સત્ર શરૂ થવામાં છે. જેમનાં બાળકો ભણી રહ્યાં છે તે માતા-પિતાને બાળકોની ફી ભરવા, પુસ્તકો ખરીદવાની ચિંતા હોય છે અને જેમનાં બાળકો પ્રવેશને યોગ્ય છે તેમને બાળકના શાળા-પ્રવેશની ચિંતા હોય છે. આમ તો નવા એડમિશન માટે માર્ચ-એપ્રિલમાં જ શાળા શોધવાનું શરૂ કરવું પડે છે.
જૂનમાં સત્ર ખૂલે ત્યારે તો પ્રવેશ ‘પાક્કો’કરી લીધેલો હોવો જોઈએ! ઘણાં માતા-પિતાને સ્થળ-પરિવર્તનના કારણે અથવા વધુ સારી શૈક્ષણિક તકો માટે પણ શાળા બદલવાની અને નવી શાળા શોધવાની જરૂર ઊભી થાય છે. કારણ જે હોય તે પણ મુદ્દો એ છે કે આપણે આપણાં બાળક માટે શાળા પસંદ કરીએ છીએ ત્યારે આપણાં બાળકનો સર્વાંગી વિકાસ થાય, તેનું યોગ્ય ઘડતર થાય તેવી શાળા શોધીએ છીએ ખરાં? માત્ર પાઠયપુસ્તકના અભ્યાસક્રમો ભણાવે, બાળકને ગોખણપટ્ટીથી સારા માર્કસ સાથે પાસ થવાનું શિખવાડે તેવી ‘‘શિક્ષણ સંસ્થા’’આપણી પ્રથમ પસંદગીમાં છે કે તેનો સર્વાંગી વિકાસ થાય તેવી ખરી કેળવણી’આપતી સંસ્થા આપણે શોધીએ છીએ?
ભારતમાં રાજકીય સ્વાર્થ અને માત્ર પ્રવચન-શુરા થવા માટે ઘણાં વાર-તહેવારે આપણાં શિક્ષણમાં કૌશલનો ઉમેરો કરો, યોગ શીખવાડો, બાળકમાં રહેલી શક્તિઓ બહાર લાવો તેવા સૂત્રોચ્ચાર કરતા રહે છે. પણ એક સમય હતો જ્યારે ગુજરાતની શાળાઓમાં વધારાના પ્રયત્નો વગર જ શિક્ષણની પ્રક્રિયા એ રીતે ચાલતી કે બાળકનું ઘડતર થાય. ખાનગીકરણની હવા લાગ્યા પહેલાં અને નફાના આશયથી પાનનો ગલ્લો શરૂ થાય એ રીતે કોમર્શિયલ કોમ્પલેક્ષમાં શાળા રૂપી દુકાન ખોલનારા વેપારીઓ શિક્ષણશાસ્ત્રીઓ બન્યા તે પહેલાં, સરકારી શાળાઓ અને સમાજના ખેલાડીઓના દાનથી શરૂ થયેલી ટ્રસ્ટની ગ્રાન્ટ ઈન એઈડ સ્કૂલો (અનુદાનિત શાળાઓ) પાસે વિશાળ મેદાનો હતાં, વૈવિધ્યસભર પુસ્તકો સાથેનાં વાચનાલયો, પુસ્તકાલયો હતાં. નાની પણ યથાયોગ્ય પ્રયોગશાળાઓ હતી. શાળા-કોલેજોમાં વ્યાયામ ટીચર હતા. ચિત્રશિક્ષક હતા, ઉદ્યોગશિક્ષક હતા, સંગીતકલાના જાણકાર શિક્ષકો પોતાના વિષય ઉપરાંત આ કળાઓથી વિદ્યાર્થીઓને માહિતગાર કરતા.
લગભગ વર્ષ 2000 પહેલાં અનેક શાળાના પ્રાંગણમાં શાળા શરૂ થાય ત્યારે દિવસનો પ્રારંભ સમૂહ કાર્યથી થતો. સમૂહ પ્રાર્થના નથી, શાળાના આચાર્ય સમૂહજીવન માટે અખબાર, વાંચન, વાર્તા, કથન, ગીત-સંગીત જેવા કાર્યક્રમોનું આયોજન કરતા અને તે માટે શિક્ષકો વિદ્યાર્થીઓને જવાબદારી સોંપતા. શાળાના સમયપત્રકમાં અઠવાડિયે ઓછામાં ઓછા બે તાસ સમેત, ઉદ્યોગ, સંગીત… જેવા શિક્ષણ સહાયક પ્રવૃત્તિ થતી!
આજે માત્ર કર્મકાડંની જેમ યોજાય છે તે શાળાકીય યુવક મહોત્સવનું અનેરું મહત્ત્વ હતું. શાળાઓમાં લગભગ એકાદ મહિના પહેલાં વિવિધ સ્પર્ધાઓ માટે તૈયારીઓ થતી. વકતૃત્વ સ્પર્ધા, નૃત્ય સ્પર્ધા, ગીત-સંગીત માટે બાળકો ખાસ તૈયારી કરતાં. તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા, પ્રવેશકક્ષા અને રાજ્ય કક્ષાના યુવક મહોત્સવો નવેમ્બરથી જાન્યુઆરીના ગાળામાં યોજાતા. આજે તો જિલ્લા કક્ષા સુધીની સ્પર્ધાઓ તો ક્યાં અને ક્યારે યોજાય છે તેની કોઈને ખબર પણ નથી પડતી. માત્ર પરીક્ષાલક્ષી અને પરિણામલક્ષી બનેલાં માતા-પિતા બાળકને શાળાકીય વૈવિધ્યસભર પ્રવૃત્તિમાં ભાગ જ નથી લેવા દેતાં. શાળા કક્ષાએ યોજાતી વિવિધ સ્પર્ધાઓ વકતૃત્વ સ્પર્ધા, કાવ્યપઠન, નાટક, અભિનય, ચિત્ર, બાળકમાં જુદા જુદા ગુણોનો વિકાસ કરે છે એ વાત જ આપણે સ્વીકારતાં નથી અને ગ્રેજ્યુએટ થયા પછી આ જ ગુણો કેળવવા માટે ‘પર્સનાલીટી ડેવલપમેન્ટ’ના જુદા જુદા કોર્ષના રૂપિયા ખર્ચીએ છીએ!
બાળક માટે શાળા પસંદગી વખતે આપણે આ શાળામાં મેદાન છે? પુસ્તકાલયો છે? વર્ષભર વૈવિધ્યસભર સ્પર્ધાઓનું આયોજન થાય છે? આવા પ્રશ્નોનો વિચાર જ કરતા નથી. મજાની વાત તો એ છે કે ઘણાં શિક્ષણવિદો, કેળવણીકારો અજાણપણે જ ઔપચારિક પાઠયક્રમ શીખવા સિવાયની પ્રવૃત્તિઓને ‘શિક્ષણેતર’પ્રવૃત્તિઓ ગણે છે. ખરેખર તે શિક્ષણસહાયક પ્રવૃત્તિઓ છે! વ્યક્તિત્વ-ઘડતર અને કેળવણી માટે અગત્યની પ્રવૃત્તિ છે. શાળાના વર્ગખંડમાં શિક્ષક કવિતા ભણાવે ત્યારે દુહા, છંદ, સોનેટ ગીલના કાવ્ય પ્રકારનો ભેદ સમજાવી ન શકે તો શું કરવાનું? બાળકો પાસે પાઠવાચન, સારા અવાજવાળા બાળક પાસે ગવડાવવાની પ્રક્રિયા, કોઈ મુદ્દા પર ચર્ચા આ બધું શિક્ષણનો જ ભાગ છે.
વકતૃત્વ સ્પર્ધાનું આયોજન બાળકમાં વિષયની તર્કબધ્ધ રજૂઆત, સમૂહમાં બોલવાની હિમ્મત, વાચનની પ્રેરણાના ગુણો વિકસાવે છે. ચિત્રસ્પર્ધા કલ્પનાશીલતા, રંગોની પસંદગી, ધીરજ, લય અને આંતરિક પ્રસન્નતાનો ગુણ આપે છે. નાટ્ય સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થી જ્યારે નાટકના સંવાદો યાદ કરે છે તો તે આપોઆપ યાદશક્તિ ગ્રહણશક્તિને વિકસાવે છે. નાટકમાં વિદ્યાર્થી ભાગ લે ત્યારે તેને સમજાય છે કે આપણે સંવાદ બોલવા માત્રની જવાબદારી નથી. સામેના પાત્રનો સંવાદ સાંભળવાની પણ જવાબદારી છે! તેનામાં રાહ જોવાની, બીજાનું સાંભળવાની ટેવ વિકસે છે!
આજે શાળાઓમાં ન નાટક થાય છે ન વકતૃત્વ સ્પર્ધા, હજુ થોડાં વર્ષો પહેલાં દરેક શાળામાં ઉદ્યોગનો ત્રાસ રહેલો. આમાં જ ઘણાં દરજીકામ, શીખ્યાં, ઘણાં નાનું-નાનું સુથારી કામ શીખ્યાં. આજે બજારમાં તૈયાર ‘ક્રાફ્ટબુક’મળે છે. પહેલાં ગામડાંની પ્રાથમિક શાળાનાં શિક્ષકો ખાલી ખોખામાં બરફની વાંસની સળી ભરાવી તેમાં બોરના ઠળિયાં ભરી કલરફુલ કાગળથી નાના-નાના ‘ઘુઘરા’બનાવતા. કાચની નાની શીશીમાં વિદ્યાર્થીઓના ઘરેથી જુદાં જુદાં ધાન મંગાવી કઠોળ, અનાજનાં ‘સેમ્પલ’તૈયાર કરવામાં આવતા. જેને ‘શિક્ષણેતર’પ્રવૃત્તિ ગણવામાં આવે છે તે ખરેખર ‘સહઅભ્યાસપ્રવૃત્તિ છે.’’
વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવામાં આવે ત્યારે જ વિદ્યાર્થીમાં ખેલદિલીની ભાવના, ઉત્સાહ અને ટીમવર્ક વિકસે છે. એક બાળક પોતાનામાં રહેલા કૌશલની રજૂઆત કરે છે ત્યારે જ બીજાં બાળકોને તેની ઓળખાણ થાય છે અને એકની રજૂઆત બીજા અનેકને આગળ આવવા માટે પ્રેરણાદાયી બને છે. જેમ ભારતની ટીમ વિજેતા બને ત્યારે આપણે તે રમત ન રમતાં હોઈએ, આપણે તે ટીમનો હિસ્સો ન હોઈએ તો પણ પ્રસન્ન થઈએ છીએ. એક દેશ તરીકે ઐક્ય અનુભવીએ છીએ. ‘મારા દેશની ટીમ જીતી!’એમ માનીએ છીએ. તે જ રીતે ભલે આપણે કબ્બડી ન રમતાં હોઈએ. પણ આપણી શાળાની કબડ્ડીની ટીમ વિજેતા બને ત્યારે ‘મારી સ્કૂલ જીતી’નો ભાવ બળવત્તર બને છે.
શાળાકીય પ્રવૃત્તિનો આનંદ જ્યારે ભાગ લઈએ ત્યારે તો મળે જ છે પણ આ એ યાદોનો ‘ખજાનો’છે જે જીવનના પાછલાં વર્ષોમાં જીવનમાં ‘મજાનો’બને છે. આપણે અનેક લોકોને એવું કહેતાં સાંભળ્યાં છે કે ‘‘અમારી શાળામાં એક છોકરો હતો જે જોરદાર ગાતો હતો. પ્રાર્થના સભામાં એ ગાય એટલે દિવસ સુધરી જાય!’’ ‘‘અમારી શાળાની કબડ્ડીની ટીમ જોરદાર હતી. સળંગ ચાર વર્ષ અમારી જ સ્કૂલ ચેમ્પનિયન હતી. શું આજનું શાળાજીવન આવી પ્રસન્નતા સજળી યાદગીરી આપે છે? શું આપણે આપણાં બાળક માટે આવું કેળવણીનું ધામ શોધીએ છીએ?.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે