Charchapatra

કોવિડ દરમ્યાન ભારતમાં ખરેખર કેટલા મૃત્યુ થયેલા?

ભારત સકરાક અલ જમીરાના અહેવાલને ભલે ફગાવે પણ કોવિડ દરમ્યાન ભારતમાં જે મૃત્યુ થયા છે તેનો ખરેખરો આંકડો છૂપાવાયો છે. સરકાર એવું દેખાડવા માંગતી હતી કે આપણે વધુ સારી રીતે કોવિડનો પ્રતિકાર કર્યો છે પણ ખોટા આંકડા આપી તેમણે આ દેખાવ કર્યો હોય તો તે અત્યંત આઘાતક છે. અલ જઝરાએ દસ મોટા ડેમોગાફર્સ અને અર્થશાસ્ત્રીના અહેવાલને આધારે કુલ 12 લાખ લોકો મર્યાનું કહ્યું છે. આ આંકડા વિશ્વ આરોગ્ય સંગાઠને આખેલા આંકડાથી દોઠ ગણા હોવાનું કહેવાય છે. અત્યારની સરકારે આંકડાની રમત વડે અર્થતંત્ર પણ બદલી કાઢે છે. અત્યારની સરકાર પોતની વિરુધ્ધના અનેક આંકડાઓવાળા અહેવાલો ફગાવી ચુકી છે. એટલું જ નહીં બીજે દિવસથી તેની જાહેર ચર્ચા પણ બંધ થઈ જાય તેની તકેદારી રાખે છે. શું આમ કરીને સરકાર પોતની સફળતા પૂરવાર કરશે? વાસ્તવિક્તા ઢાંકી નથી શકાતી
નવસારી           – પિયુષ દેસાઈ     – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

યુપીએસસીના ચેરમેને રાજીનામું આપ્યું?
યુપીએસસીના ચેરમેન મનોજ સોનીએ રાજીનામું કેમ આપ્યું? તેમણે રાજીનામું આપ્યું કે પછી સામે ચાલીને અપાવાયું છે? જ્યારે એક દેશવ્યાપક યુપીએસસી વિવાદ બહાર આવ્યો હોય તો તેના ચેરમેનનું રાજીનામું સ્વાકારી પણ ન શકાય. તેમણે જ સહુથી પ્રથમ જવાબ આપવાના હોય. શું આમાં પણ ચેરમેનને બચાવી લેવાનું કોઈ કૌભાંડ જોવું પડશે કે શું? જે પદ પહોંચવા અનેક પ્રયત્નો થતા હોય અને હજુ જેમના કાર્યકાળના પાંચ વર્ષ બાકી છે તે સામું ચાલીને રાજીનામું આપે? સરકારે સ્વયં આ રાજીનામા વિશે વિગતો સ્પષ્ટ કરવી જોઈએ અને મનોજ સોનીએ પણ પ્રામાણિક હોય તો રાજીનામા તરફ દોરવી જનારા અંદકૃર-બહારનાં કારણો આપવા જોઈએ. આ કોઈ ખાનગી સંસ્થાના ચેરમેનનું રાજીનામું નથી. દેશના લાખો વિદ્યાર્થી સાથે જોડાયેલી સંસ્થાના ચેરમેનનું, સૌથી મોટા વિવાદ ટાણેનું રાજીનામું છે.
સુરત     – ધવલ કોસંબીયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top