ફિલ્મોમાં જે નિષ્ફળ જાય છે તેમને વેબ સિરીઝ ચાન્સ આપે છે. સૈયાની ખેર આ કારણે જ હાશ અનુભવે છે. તેણે હિન્દી ફિલ્મોના નામે ‘મિર્ઝીયા’, ‘ચોક્ડ’માં કામ કર્યું અને અત્યારે ‘ધૂમર’નું શૂટિંગ કરે છે. તેલુગુ ફિલ્મથી તેણે કારકિર્દી શરૂ કરેલી અને તે ભાષામાં પણ તેની ત્રણ જ ફિલ્મ છે. આવા સંજોગોમાં તે વેબ સિરીઝમાં કામ કરે તે સ્વભાવિક છે અને ત્યાં પણ ‘સ્પેશિઅલ ઉબ્સ’, ‘બ્રેથ: ઇન ટુ ધ શેડોસ’ પછી ‘ફાડુ’ની પ્રથમ સીઝન શરૂ થઇ છે. ગુજરાતી નાટ્ય લેખક સૌમ્ય જોશી લિખીત આ વેબ સિરીઝને ‘નીલ બટ્ટે સન્નાટા’ અને ‘બરેલી કી બર્ફી’ની દિગ્દર્શક અશ્વિની ઐયર દિગ્દશરીત કરી રહી છે. હિન્દી ફિલ્મોની સારી ટેલેન્ટ વેબ સિરીઝ માટે કામ કરે તો આપોઆપ તેના ધોરણ સુધરે છે.
સૈયામી આ વેબ સિરીઝમાં પવૈલ ગુલાટી સાથે કામ કરી રહી છે. પવૈલ ‘થપ્પડ’ ફિલ્મમાં તાસીને થપ્પડ મારી જાણીતો થયો પછી ‘દોબારા’ ફિલ્મમાં આવ્યો. ‘યુધ્ધ’ અને ‘હક કે’ પછી તે ‘અવરોધ: ધ સીઝ વિધીન’માં આર્મી ઓફીસર બન્યો હતો. તેની 11 ફિલ્મો થઇ ચુકી છે જેમાં ત્રણ શોર્ટ ફિલ્મો છે. વેબ સિરીઝમાં કુલ ‘ફાડુ’ પાંચમી છે. સૈયામીના દાદીમા ઉષા કિરણ છે આમ છતાં તે દાદીમા જેવી કારકિર્દીની અપેક્ષા ન કરી શકે. નાસીકમાં જન્મેલી સૈયામી ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા ઉત્તરા ખેરની દિકરી છે.
રાકેશ ઓમ પ્રકાશ મહેરાની ‘મીર્ઝા સાહિબાન’ પરથી બનેલી ‘મિર્ઝીયા’માં તે આવી ત્યારે ઘણી આશા હતી કારણ કે તે એક લવસ્ટોરી ધરાવતી હતી પણ ધારેલી સફળતા ન મળી એટલે અભિષેક બચ્ચન સાથેની ‘બ્રેથ’ તેણે સ્વીકારી લીધી. એ વખતે જ તે સમજી ચુકી હતી કે કારકિર્દીમાં સફળ જવા વધારે પ્રયત્ન કરવા પડશે. તેણે મરાઠી ફિલ્મ ‘માઉલી’માં પણ રિતેશ દેશમુખ સાથે કામ કર્યું. જો કે એ એક જ મરાઠી ફિલ્મ પછી તેનુન ધ્યાન હવે તેલુગુ અને હિન્દી ફિલ્મ તરફ જ રહે છે અને એજ રીતે સારી વેબ સિરીઝ માટે તૈયાર રહે છે.
સોની લિવ પર રજૂ થતી ‘ફાડુ’ એક લવસ્ટોરી છે અને તેમાં કવિ અને કવિયત્રીનો પ્રેમ દર્શાવાયો છે. અભય નામનો કવિ મંજરીના પ્રેમમાં પડે છે. પણ મંજરીની ફિલોસોફી જૂદી છે. મહત્વાકાંક્ષાના જગતમાં અભયે પ્રેમ પસંદ કર્યોછે પણ આ પ્રેમ જ બંનેના સંબંધમાં સંકુલતા ઉમેરે છે. શું થશે આ પ્રેમનું? ‘ફાડુ’ એક અર્થમાં પ્રેમ નામના તત્વનું બહુ સૂક્ષમતાથી પૃથ્થકરણ કરે છે. સૌમ્ય જોશી ગુજરાતી નાટક ‘વેલકમ જિંદગી’થી ખૂબ જાણીતા છે અને ‘102 નોટાઉટ’ ફિલ્મ એજ સૌમ્યના નામના નાટક પરથી બની હતી. અભિજાત જોશીના ભાઇ સૌમ્ય જોશી હિન્દી ફિલ્મો અને વેબ સિરીઝમાં ચહલકદમી કરી રહ્યા છે. સૈયામી કહી શકે કે તેને સારા દિગ્દર્શક અને સારી પટકથા મળ્યા છે. હવે પરિણામે તેને શું મળશે તે સમય નક્કી કરશે.