ર જ્યારે સુપરઇગોથી પીડાવા માંડે ત્યારે તેમની ફિલ્મોનાં શીર્ષકોમાં તે પ્રગટવા માંડે છે. શાહરૂની એક ફિલ્મનું નામ બાદશાહ હતું એકનું નામ માય નેમ ઇઝ ખાન હતું. હમણાં તેવી આવી રહેલી ફિલ્મનું નામ કિંગ છે. આવા શીર્ષક જરૂરી નથી પણ અમિતાભની ફિલ્મોનાં નામ પણ શહેનશાહ, લાલ બાદશાહ રખાયેલા. રાજકુમારની ફિલ્મોનાં નામ બેતાજ બાદશાહ, દિલ કા રાજા વગેરે હતું. ઘણીવાર સ્ટાર્સના ચાહકોને પણ આવું બધું ગમે છે. શાહરૂખ પોતાને કિંગ ગણાવે છે તો પ્રેક્ષકોને એક જવાબ મળે છે કે હા, તે કિંગ છે. અલબત્ત, કિંગ હોય તેણે કાયમ પોતાની શાન સાથે રાજગાદી સંભાળવવાની હોય છે. કિંગ ગણાવતા શાહરૂખે ગયા વર્ષે જેમ તેમ પોતાની સત્તા બચાવી પણ હવે આગળ બચી જશે? શાહરૂખ સૌથી વધુ સફળ રહ્યો છે. રોમેન્ટીક સ્ટાર તરીકે તેની બાઝીગર, ડર, કરન અર્જુન અને હમણાં પઠાણ, જવાન જરૂર સફળ રહી છે પણ તે લોકોના દિલમાં તો દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે, દિલ તો પાગલ હૈ, કુછ કુછ હોતા હૈ, અને દેવદાસ, વીરઝારા, કભી ખુશી કભી ગમ માટે જ વધારે યાદ રહ્યો છે. તે જ્યારે ઇમોશનલ ફિલ્મોમાં હોય ત્યારે પણ ગમ્યો છે ચાહે મેં હુ ના હોય, કલ હો ના હો, કભી અલવિદા ના કહેના, કે સ્વદેશ અને ચક દે ઇન્ડિયા હોય. શાહરૂખ ક્યારેય ગોવિંદા જેવી કોમેડી કરતો નથી. પણ તેણે એક્શા ફિલ્મો કરવી પસંદ કરી હતી. પણ અમિતાભ બચ્ચન જેવા ટોટલ સ્ટાર થવાની તેની તાકાત નથી. તે પ્રયત્ન જરૂર કરે છે પણ તે તેની મર્યાદા સમજી ગયો છે. શાહરૂખ એક મોટો સ્ટાર છે એ કહીકત છે પણ દરેક પ્રકારના પાત્રો ભજવવા જાય તો મર્યાદા ખૂલી જાય એમ છે. જોકે તેણે સમજીને જ હવે ઓછી ફિલ્મોમાં કામ કરવા માંડ્યું છે. ફિલ્મો સિવાય રિયાલિટી શોને હોસ્ટ કરવાના તેણે પ્રયત્ન કર્યા છે પણ દરેક પ્રકારના પાત્રો ભજવવા જાય તો મર્યાદા ખૂલ જાય એમ છે. જોકે તેણે સમજીને જ હવે ઓછી ફિલ્મોમાં કામ કરવા માંડ્યું છે ફિલ્મો સિવાય રિયાલિટી શોને હોસ્ટ કરવાના તેણે પ્રયત્ન કર્યા પણ ફાવ્યો નથી પણ હા, તેણે આજ સુધીમાં 11 જેટલા ફિલ્મફેર એવોર્ડ સમારંભનું સંચાલન કર્યું છે. આવું રાજેશ ખન્ના કે અમિતાભે ક્યારેય નથી કર્યું. પોતે જ જે ઉદ્યોગના હિસ્સા હોય અને ટોપ પર હોય તેણે આવા શોથી બચવું જોઇએ પણ તેમાં ખૂબ રૂપિયા મળે તો કોણ નકારે. શાહરૂખ તો એક ક્રિકેટ ટીમનો ય માલિક છે. તે સ્ટાર તરીકે અમુક ધોરણો સાચવવા જોઇએ એવું માનતો નથી. સહુ જાણે છે તેમ તે સફળ-નિષ્ફળ નિર્માતા પણ છે. ફીર ભી દિલ હૈ હિન્દુસ્તાની, અસોકા, ચલતે ચલતે માંડી મેં હુ ના, કાલ, પહેલી, ઓમ શાંતિ ઓમ, જ નઅીં રા-વન, ડોન-2નાં નિર્માણમાં તે સંકળાયેલો હતો. તે પોતાના સ્ટારડમને મોટા સકસેસમાં ફેરવવા ફિલ્મો બનાવે છે. તેણે છ જેટલી ટી.વી. શ્રેણી પણ બનાવી છે. અત્યારે તે જેમાં કામ કરે છે તે કિંગ ઉપરાંત ફરાહખાન સાથે જે બીજી ફિલ્મ બને છે તેણો નિર્માણ પણ શાહરૂખ છે. શું સ્ટાર તરીકે તેને નિર્માતા નથી લેતા એટલે નિર્માતા બને છે. સલમાન, આમીર, અજય આ પ્રકારે જ ફિલ્મ નિર્માતા બન્યા છે. જોકે આ સ્ટાર્સ બીજા નિર્માતની ફિલ્મોમાં પણ કામ કરે છે પણ શાહરૂખ એવું નથી કરતો. યશ અને આદિત્ય ચોપરા કે કરન જોહર માટે તેણે કામ કર્યું પણ વિત્યા 15 વર્ષથી શાહરૂખનો એટિટ્યૂડ બદલાયો છે. શાહરૂખના આ વલણને કારણે તેની હીરો તરીકેની ફિલ્મો ઓછી થઇ છે અને વૈવિધ્ય પણ જાળવી શકતો નથી. પોતે ફિલ્મ બનાવે તો તેમાં પોતાને અનુકુળ, પોપ્યુલર અને એવી ભૂમિકા જ હોય શકે. શાહરૂખે આમ કરીને અમિતાભ સામે પડકાર ઊભા કરવાની શક્તિ ગુમાવી છે. અમિતાભ પોતાની ટેલેન્ટને અનુકુળ ભૂમિકાઓ આજે પણ મેળવી શકે છે. એવું શાહરૂખમાં બન્યું નથી. હવે તેની હીરો તરીકેની ફિલ્મો પૂરી થશે ત્યારે અમિતાભ જેવા બીજા પાત્રો શોધી શકશે. નિર્માતાઓ તેના માટે બીજી ભૂમિકાઓ વિચારી શકશે. અમિતાભ હમણા ફરી વાર કૌન બનેગા કરોડપતિ શોમા આવ્યો છે. એવુ શાહરૂખથી થઇ શકે. અલબત હમણા કંગનાએ કહ્યું કે તે શાહરૂન, સલમાન, આમીરને લઇ ફિલ્મ બનાવવાની ઇચ્છા ધરાવે છે. આ એક અશક્ય ઇચ્છા છે. કારણ કે ત્રણેની ઉંમર 60 પાસે છે અને ત્રણે માટે એક વાર્તા શોધવી ને વાર્તા મળે તો ફાયનાન્સર્સ શોધવા મુશ્કેલ છે. •
કિંગ ખાનનું કિંગ્ડમ કેટલું ટકશે?
By
Posted on