રાજ્યમાં રાજકીય પક્ષોનો પાયો જ જાતિવાદની ફોર્મ્યુલા પર મુકાયેલો છે. ઉત્તર પ્રદેશની ચૂંટણી જાતિવાદના ગાળિયામાં ફસાઇ ગઇ છે. રાજકીય પક્ષના નેતાઓ ઉપરાંત સામાન્ય મતદારો પણ આ ચૂંટણીને જાતિવાદના ચશ્માથી જ જોઇ રહ્યો છે. ઉત્તરપ્રદેશમાં જાતિવાદ જ રાજયના પછાત હોવાનું મૂળ કારણ છે. દેશનું સૌથી મોટું રાજય નાની મોટી જાતિઓના કરોળિયાના જાળામાં ફસાયેલું છે. રાજયના દરેક નિર્ણયોમાં જાતિવાદ પાણીમાં પડછાયાની જેમ સ્પષ્ટ જોવા મળે છે. જયાં સુધી નિર્ણયોમાં રાજયવાદ જોવા નહીં મળે ત્યાં સુધી રાજ્યગવર્નન્સની દોડમાં સામેલ થઇ શકશે નહીં. રાજયમાં રાજકીય પક્ષોનો પાયો જ જાતિવાદની ફોર્મ્યુલાના આધારે મુકાયો છે. એક પણ નેતાના મોઢામાં દેશ કે રાજય નથી પરંતુ જાતિના મતદારો નિશાના પર છે. જાતિ પૂછીને ટિકિટ આપવાની પરંપરા એક વિચારધારા બની જાય ત્યાં વિકાસ પણ આ વિચારધારાની આસપાસ જ ફરતો રહેશે? મતદારો રાહ જોઇ રહ્યા કે અહીં જાતિવાદ જીતે છે કે ઉત્તરપ્રદેશની જનતા. ખરેખર તો રાજકીય પક્ષોની પ્રાથમિકતા રાજય હોવું જોઇએ. જયાં સુધી આવું રહેશે ચૂંટણી જાતિઓ જ લડશે. પાર્ટીઓ નહીં. મહાન નેતા ડો. રામમનોહર લોહિયાની સપ્ત ક્રાંતિમાં એક ક્રાંતિ હતી જાતિ તોડો. હવે સમાજવાદી પાર્ટીનો નારો છે જાત જોડો. મેરા ભારત મહાન જાતિવાદમાં?
ગંગાધરા – જમિયતરામ હ. શર્મા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
જાતિવાદ કયાં સુધી
By
Posted on