ચીનની વિદેશ નીતિ નિષ્ણાતોને મૂંઝવણમાં મૂકે એવી છે. શું ચીન એશિયા-પેસિફિકમાં હાલની સ્થિતિ બદલવા માંગે છે? શું ચીન અમેરિકા સાથે સોદાબાજીના સાધન તરીકે યુરોપનો ઉપયોગ કરી રહ્યું છે? આ પ્રશ્નો રસપ્રદ અને સાર્વત્રિક છે. ચીન માટે નાના, ગરીબ દેશો અને જેને હવે ‘ગ્લોબલ સાઉથ’ કહેવામાં આવે છે તેની સાથે સારા સંબંધો જાળવી રાખવાની રાજદ્વારી પરંપરા છે. ચીન પોતાને વિકાસશીલ વિશ્વના સભ્ય તરીકે રજૂ કરે છે. ચીનના વિદેશ મંત્રી દર વર્ષે આફ્રિકાની યાત્રા ગોઠવે છે. આફ્રિકા ઉપરાંત, મુસ્લિમ વિશ્વ સાથેના સંબંધોને મજબૂત બનાવવું એ ચીનની વૈશ્વિક દક્ષિણ મુત્સદ્દીગીરીનું બીજું અંગ છે. દાયકાઓથી, બહુપક્ષીય મંચોમાં, ચીને મુસ્લિમ દેશોના સામુહિક વલણનો વિરોધાભાસ ન થાય તેનું ધ્યાન રાખ્યું છે.
વર્તમાન ગાઝા યુદ્ધનું ઉદાહરણ લઈએ તો મુસ્લિમ દેશોએ હમાસની નિંદા કરી નથી, તેથી ચીન સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય પરિષદોમાં આવું નહીં કરે. જો મુસ્લિમ વિશ્વ તેમનું વલણ બદલશે, તો ચીન તેમની સાથે તે મુજબ બદલાશે. આફ્રિકા અને મુસ્લિમ દેશો સંયુક્ત રાષ્ટ્રમાં બે સૌથી મોટાં મતદાન જૂથો છે, જેમાં આફ્રિકામાંથી ૫૦થી વધુ અને મુસ્લિમ વિશ્વના ૪૦થી વધુ મત છે, જે યુએન સભ્યપદના લગભગ અડધા ભાગનો હિસ્સો ધરાવે છે. ચીને પોતાના હિતો સાધવા ઘણા મુદ્દે તેમના સમર્થન પર આધાર રાખવો પડે છે.
જ્યારે પણ તાઈવાન, દક્ષિણ ચીની સમુદ્ર, શિનજિયાંગ, માનવાધિકાર અને અન્ય મુદ્દાઓને પશ્ચિમી દેશો દ્વારા યુ.એન.માં ચર્ચા માટે લાવવામાં આવશે, ત્યારે આફ્રિકન અને મુસ્લિમ દેશો સાથે ચીનના સંબંધો અસરકારક રહેશે. વિશ્વનો કોઈ પણ મુસ્લિમ દેશ આજે શિનજિયાંગ પર પશ્ચિમી વલણને સમર્થન આપતો નથી તે આ રાજદ્વારી પરંપરાની જીત છે. આ જ કારણથી યમનના હુથી બળવાખોરોએ જાહેર કર્યું છે કે તેઓ ચીનના જહાજો પર હુમલો કરશે નહીં.
આમ, ચીનની વિદેશ નીતિ ગ્લોબલ સાઉથ ડિપ્લોમસીને હાઇલાઇટ કરે છે, જેના કારણે ચીન હંમેશા નાના દેશો માટે ખૂબ જ નમ્ર છે. આફ્રિકા અને મુસ્લિમ દેશો સાથેની વિદેશ નીતિ માત્ર પ્રતીકાત્મક કે આર્થિક હિતોથી પ્રેરિત નથી, વાસ્તવમાં ચીન પાસે લાંબા ગાળાની યોજના છે એવું માની શકાય. વિદેશ નીતિમાં માત્ર રાજકારણ જ નહીં પણ અર્થશાસ્ત્ર પણ સામેલ છે. વિદેશ નીતિએ આર્થિક વિકાસ માટે યોગ્ય બાહ્ય વાતાવરણ પૂરું પાડવું જોઈએ, જે ચીનની મુત્સદ્દીગીરીને સમજવાનું મહત્ત્વનું પાસું છે.
૧૯૭૦ના દાયકાના અંતમાં શરૂ થયેલી સુધારા નીતિને કારણે, ચીન સતત આર્થિક વિકાસ જાળવી રહ્યું છે. અમેરિકા, યુરોપ અને જાપાન જેવી તાકાતવર શક્તિઓ સાથે સંબંધો વિકસાવવા પાછળ ચીનની પ્રાથમિકતા મુક્ત આર્થિક વાતાવરણ જાળવવાનું છે, જે ટકાઉ વિકાસને સુનિશ્ચિત કરવાની ચાવી છે. ઉદાહરણ તરીકે, ચીન યુરોપ સાથે કોમ્પ્રીહેન્સિવ એગ્રીમેન્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ (CAI) અને અમેરિકા સાથે સાયન્સ એન્ડ ટેક્નોલોજી એગ્રીમેન્ટ (STA) પર હસ્તાક્ષર કરવા માંગે છે. આ દેશો ચીનની અર્થવ્યવસ્થા પર સીધી અસર કરી શકે છે. ચીન અને પશ્ચિમ વચ્ચે રાજકીય સમસ્યાઓ હશે તો પણ ચીન સ્થિર આર્થિક સંબંધો જાળવવાનો પૂરો પ્રયાસ કરે છે.તેનાથી વિપરીત, રશિયા સાથે ચીનના સંબંધો એકબીજા માટે રાજકીય રીતે વધુ મહત્ત્વના છે.
અલબત્ત, આર્થિક અને ઊર્જા સહયોગ પણ એમાં સામેલ છે, પરંતુ ચીન માટે રશિયા સાથેના સંબંધો ભવિષ્ય માટે મહત્ત્વના છે. જો તાઇવાન મુદ્દે યુદ્ધ થાય તો ચીન અને પશ્ચિમી દેશો વચ્ચેના રાજદ્વારી અને આર્થિક સંબંધો નાટકીય રીતે બદલાઈ જશે અને ચીન એકલું પડી જશે. તે સમયે રશિયાની ઊર્જા અને કૃષિ ઉત્પાદનો ચીન માટે વિશ્વસનીય બેકસ્ટોપ હશે. ચીનના ઓછામાં ઓછા સાત પડોશીઓ સાથે પ્રાદેશિક અથવા દરિયાઈ વિવાદો છે, જેમાંના દરેક મુદ્દે પશ્ચિમી દેશો ચીનના હરીફની સાથે છે. એટલે ચીન વૈશ્વિક સમુદાયને અન્ય દેશોની સરખામણીમાં વધુ માલસામાન આપતું થાય એવી વ્યૂહરચના સાથે ચાલી રહ્યું છે જેથી વધુ દેશો ચીન સાથે મૈત્રીપૂર્ણ સંબધો રાખતા થાય.
ડૉ. જયનારાયણ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.