Columns

ક્રોધ, લજ્જા, ક્ષમા.. શું છે? જાણો બ્રાહ્મણત્વની સિદ્ધિ કેવી રીતે થાય છે

યક્ષ યુધિષ્ઠિરને ફરીથી કહે છે,
“હે કુંતીનંદન ! મારા પ્રશ્નોના ઉત્તર આપો
અને પછી જ આપ જળ પીઓ અને જળ લઈ જાઓ.”
૮૧. યક્ષ : ક્ષમા એટલે શું ?
ઉત્તર : દ્વદ્વોને સહન કરવા તે.
૮૨. યક્ષ : લજ્જા એટલે શું ?
ઉત્તર : કુકર્મ કરતાં શરમાવું તે
૮૩. યક્ષ : જ્ઞાન શું છે ?
ઉત્તર : પરમાત્માનું જ્ઞાન
યક્ષ : શમ શું છે ?
ઉત્તર : ચિત્તની શાંતિ
યક્ષ : ઉત્તમ દયા કઈ છે ?
ઉત્તર : સૌનું ભલું ઇચ્છવું તે

યક્ષ : સરળતા શું છે ?
ઉત્તર : સમચિત્ત થવું તે
યક્ષ : દુર્જય શત્રુ કોણ છે ?
ઉત્તર : ક્રોધ
યક્ષ : અનંત વ્યાધિ શું છે ?
ઉત્તર : લોભ
યક્ષ : સાધુ કોને કહેવાય ?
ઉત્તર : સૌનું હિત ઇચ્છનારને
૯૦. યક્ષ : અસાધુ કોને કહેવાય ?
ઉત્તર : નિર્દય પુરુષને

૯૧. યક્ષ : મોહ એટલે શું ?
ઉત્તર : ધર્મમૂઢતા
૯૨. યક્ષ : માન એટલે શું ?
ઉત્તર : આત્માભિમાન
૯૩. યક્ષ : આળસ એટલે શું ?
ઉત્તર : ધર્મત્યાગ
યક્ષ : શોક એટલે શું ?
ઉત્તર : અજ્ઞાન
યક્ષ : સ્થિરતા એટલે શું ?
ઉત્તર : પોતાના ધર્મમાં સ્થિર રહેવું
યક્ષ : ધૈર્ય એટલે શું ?
ઉત્તર : ઇન્દ્રિયનિગ્રહ
યક્ષ : પરમ સ્નાન કયું છે ?
ઉત્તર : મનના વિકારો છોડવા તે

૯૮. યક્ષ : દાન કોને કહેવાય ?
ઉત્તર : પ્રાણીઓની રક્ષા કરવી તે
યક્ષ : પંડિત કોણ છે ? •
ઉત્તર : ધર્મજ્ઞ
૧૦૦. યક્ષ : નાસ્તિક કોણ છે ?
ઉત્તર : મૂર્ખ
૧૦૧. યક્ષ : મૂર્ખ કોણ છે ?
ઉત્તર : નાસ્તિક
૧૦૨. યક્ષ : કામ શું છે ?
ઉત્તર : વાસના

૧૦૩. યક્ષ : મત્સર શું છે ?
ઉત્તર : હૃદયનો દાહ
૧૦૪. યક્ષ : અહંકાર શું છે ?
ઉત્તર : મહાન અજ્ઞાન
૧૦૫. યક્ષ : દંભ શું છે ?
ઉત્તર : ધાર્મિક હોવાનો મિથ્યા દેખાવ
૧૦૬, યક્ષ : પરમ દૈવ શું છે ?
ઉત્તર : દાનનું ફળ.
૧૦૭. યક્ષ : પૈશૂન્ય શું છે ?
ઉત્તર : ચાડી-ચુગલી

૧૦૮. યક્ષ : ધર્મ, અર્થ અને કામ પરસ્પર વિરોધી છે ?
ઉત્તર : જ્યારે ધર્મ અને ભાય અન્યોન્ય સુમેળથી રહે છે, ત્યારે ધર્મ, અર્થ અને કામનો સુમેળ થાય છે.
૧૦૯ યક્ષ : અક્ષય નરક કોને મળે છે ?
ઉત્તર : જે યોગ્ય અને અકિંચન બ્રાહ્મણને સ્વયં બોલાવીને દાન ન આપે તેને અને જે વેદ, ધર્મશાસ્ત્ર, બ્રાહ્મણ, દેવતા અને પિતૃઓમાં મિથ્યા બુદ્ધિ રાખે છે તેને અને ધન હોવા છતાં દાન ન કરે તેને અક્ષય નરક મળે
૧૧૦. યક્ષ : બ્રાહ્મણત્વની સિદ્ધિ કેવી રીતે થાય છે ?
ઉત્તર : આચાર

૧૧૧. યક્ષ : મધુર વચનનું ફળ શું ?
ઉત્તર : સર્વપ્રિયતા
૧૧૨. યક્ષ : વિચારપૂર્વક કર્મ કરે તેનું ફળ શું છે ?
ઉત્તર : સફળતા
૧૧૩. યક્ષ : ઘણા મિત્રોવાળાને શું મળે ?
ઉત્તર : સુખપૂર્વક જીવન
૧૧૪. યક્ષ : ધર્મનિષ્ઠને શું મળે ?
ઉત્તર : સદગતિ

૧૧૫. યક્ષ : સુખી કોણ છે ?
ઉત્તર : જે દેવાદાર નથી અને જે વિદેશમાં રહેતો નથી તે સુખી છે.
૧૧૬, યક્ષ : આશ્ચર્ય શું છે ?
ઉત્તર : પ્રતિદિન અનેક પ્રાણીઓ યમલોકમાં જાય છે પરંતુ બાકીના માનવો સર્વદા જીવવાની ઇચ્છા રાખે છે, તે પરમ આશ્ચર્ય છે.
૧૧૭. યક્ષ : માર્ગ કયો છે ?
ઉત્તર : મહાજનો યેન ગતઃ સ પત્થા ! “જે માર્ગ પર મહાપુરુષો ચાલે છે તે જ માર્ગ છે.”
૧૧૮, યક્ષ : સમાચાર શું છે ?
ઉત્તર : પૃથ્વીરૂપી કડાઈમાં ગગનરૂપી ઢાંકણ ઢાંકીને બધાં પ્રાણીઓને યમરાજ માસ- ઋતુ-દિન-રાત શેક્યા કરે છે આ સમાચાર છે.

Most Popular

To Top