Business

ગુફામાં રહેતી રશિયન મહિલા કેવી રીતે કમાતી રૂપિયા?, ભારતમાં રહેવાનું કારણ જણાવ્યું…

કર્ણાટકના ગોકર્ણમાં ગુફામાં મળેલી રશિયન મહિલાની પૂછપરછ ચાલી રહી છે. હાલમાં ગુફામાંથી બહાર કાઢવામાં આવી હોવાથી તે દુઃખી છે. એવું કહેવાય છે કે તેના વિઝા 2017 માં સમાપ્ત થઈ ગયા હતા પરંતુ તે ભારતમાં જ રહી. ગુફામાં તેની સાથે 6 અને 8 વર્ષની બે પુત્રીઓ છે. તેણી કહે છે કે નજીકના મિત્રો ગુમાવવા સહિત ઘણા કારણો હતા જેના કારણે તે રશિયા પાછી ફરી ન હતી.

પીટીઆઈ સાથે વાત કરતા 40 વર્ષીય નીના કુટીનાએ કહ્યું, છેલ્લા 15 વર્ષમાં હું લગભગ 20 દેશોમાં ગઈ છું. મારા બાળકોનો જન્મ અલગ અલગ જગ્યાએ થયો હતો. મેં તેમને ડૉક્ટરો કે હોસ્પિટલોની મદદ વિના જાતે જ જન્મ આપ્યો કારણ કે હું આ બધું જાણતી હતી. કોઈએ મને મદદ કરી નહીં. મેં તે એકલા જ કર્યું.

ગુફામાં દિનચર્ચા શું હતી?
રશિયન મહિલાએ કહ્યું હું અને મારા બાળકો સૂર્યોદય સાથે જાગી જતા. નદીઓમાં તરતા અને પ્રકૃતિમાં રહેતા. હવામાનના આધારે હું આગ અથવા ગેસ સિલિન્ડર પર રસોઈ બનાવતી અને નજીકના ગામમાંથી વસ્તુઓ ખરીદતી. અમે રંગકામ કરતા, ગીતો ગાતા, પુસ્તકો વાંચતા અને શાંતિથી રહેતા.

ગંદી જગ્યા પર રાખ્યા હોવાનો રશિયનનો આક્ષેપ
નીનાએ કહ્યું, હવે અમને અસ્વસ્થ પરિસ્થિતિમાં રાખવામાં આવ્યા છે. આ જગ્યા ગંદી છે. અહીં કોઈ ગોપનીયતા નથી અને અમને ખાવા માટે ફક્ત સાદા ભાત મળે છે. અમારો ઘણો સામાન છીનવી લેવામાં આવ્યો છે, જેમાં નવ મહિના પહેલા મૃત્યુ પામેલા અમારા પુત્રની રાખનો પણ સમાવેશ થાય છે.

રૂપિયા કેવી રીતે કમાતી?
નીનાએ કહ્યું કે તે આર્ટ અને મ્યુઝિક વિડિઓઝ બનાવીને અને ક્યારેક શિક્ષણ આપીને અથવા બાળકોની સંભાળ રાખીને પૈસા કમાતી હતી. તેણીએ કહ્યું, હું આ બધા કામો દ્વારા પૈસા કમાતી હતી અને જો મારી પાસે કોઈ કામ ન હોય અથવા મને કોઈ એવી વ્યક્તિ ન મળતી જેને કામની જરૂર ન હોય, તો મારા ભાઈ, મારા પિતા અને મારા પુત્ર પણ મદદ કરતો હતો. અમને જે કંઈ પણ જરૂર હતી, તે મુજબ અમારી પાસે પૂરતા પૈસા હતા.

રશિયા પાછી કેમ ન ગઈ?
નીના કહે છે કે ઘણા નજીકના લોકોના અવસાન એ એક કારણ હતું. તેણીએ કહ્યું, મે સતત દુઃખ જોયું છે. દસ્તાવેજી કામો અને અન્ય સમસ્યાઓથી ઘેરાયેલી હતી. મેં 4થી વધુ દેશોની મુસાફરી કરી છે અને ભારત પાછી આવી છું. કારણ કે હું ભારત, અહીનું હવામાન, અહીંના લોકો અને બધી જ વસ્તુઓને ખૂબ પ્રેમ કરું છું. તેણીએ કહ્યું કે તે હવે રશિયન એમ્બેસીના સંપર્કમાં છે.

Most Popular

To Top