Business

પ્રદૂષણ કેટલું ઘાતક

અવાજ અને ઘોંઘાટ એ હવા દ્વારા વાતાવરણમાં ફેલાય છે અને પ્રસરે છે. વધારે પડતા અવાજથી નાનાં બાળકોની તેમજ વૃધ્ધ મનુષ્યની સાંભળવાની શક્તિ કાયમને માટે નાશ પામવાનો ભય રહેલો છે. આપણી નર્વસ સીસ્ટમને ઘાતક નુકસાન થાય છે. આજના જમાનામાં માનવજાતિ સમક્ષ અનેક ગંભીર પડકારોની જેમ અવાજનું પ્રદૂષણ પણ એક મોટો પડકાર જ છે. ઠેર ઠેર ચાલતાં મીલો અને કારખાનાં ઊભાં થયાં એમાંથી નીકળતા ધુમાડા પણ હવામાં પ્રદૂષણમાં વધારો કરે છે.

રેલગાડી અને એ ઉપરાંત બીજાં અનેક વાહનો ઝડપથી દોડવા માંડ્યાં અને આ રીતે માનવજાત સામે પ્રદૂષણનો જીવલેણ ભય પણ ઊભો થયો. ડીઝલ અને પેટ્રોલથી ચાલતાં વાહનોમાંથી નીકળતો ધુમાડો પણ હવામાં કાર્બન ડાયોક્સાઈડની માત્રા વધારે છે. રોડ રસ્તા બનાવવા માટે વૃક્ષોનો બેફામ વિનાશ પણ વાયુ પ્રદૂષણમાં વધારો કરે છે. આવાં બધાં પ્રદૂષણની સીધી અસર શ્રવણશક્તિ પર પડે છે. આ ઉપરાંત હૃદયરોગ, ચિંતા, માનસિક તાણ અને ઊંઘમાં ખલેલનો પણ સમાવેશ થાય છે. માથાનો દુખાવો, અનિદ્રા તેમજ પાચનશક્તિના અભાવ માટે પણ અવાજનું પ્રદૂષણ કારણભૂત છે.
અડાજણ, સુરત- શીલા સુભાષ ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top