Columns

ઉનાળાની આ ગરમીમાં ગરમાગરમ સેક્સની મજા માણો

વખતે ખૂબ જ આકરો ઉનાળો છે અને હવે આ સિઝનમાં યુગલો કાળઝાળ ગરમીથી પરેશાન છે અને આવી સ્થિતિમાં તેઓ સેક્સ કરવાનું વિચારતા પણ નથી. લાગે કે જીવનમાંથી રોમાન્સ ઓછો થઈ ગયો છે. બહાર સતત તાપમાન વધી રહ્યું છે અને રોજ નવા નવા ગરમીના રેકોર્ડ બનાવી રહ્યું છે, ત્યારે તમારા પાર્ટનર સાથે અંતરંગ થવા માટે જરૂરી છે કે તમે કૂલ અને સેક્સી અંદાજ અપનાવો. આજે અમે તમને ઉનાળામાં પણ સેક્સ કરવાની કેટલીક ટિપ્સ આપીશું. જેના કારણે ઉનાળામાં પણ સેક્સ લાઈફ હોટ બનશે.

કેટલું નહીં કેવી રીતે માણો છો તે મહત્ત્વનું છે
તમે કેટલી વખત સેક્સ માણો છો તેના કરતાં દરેક સમાગમ વખતે તેમાંથી તમને કેટલો આનંદ મળે છે તે મહત્ત્વનું છે. સરેરાશ યુગલો માટે રોજેરોજ સેક્સ માણવું શક્ય નથી હોતું. આથી તેમણે દરેક સમાગમને અલગ અને વધુ રસપ્રદ બનાવવું જોઈએ. જેથી તેમને મહત્તમ જાતીય સંતોષ મળી શકે.

કૂલ શાવર સેક્સ
ગરમ વાતાવરણના ગેરફાયદા હોવાની સાથે સાથે જ તેના ફાયદા પણ એટલા જ છે. બસ, તમને તે ઓળખતા આવડવા જોઈએ. સેક્સ માત્ર બેડરૂમમાં જ કરવું તે જરૂરી નથી. કેટલીક વાર તમારે સેક્સની જગ્યા પણ બદલવી જોઈએ. તમે વરસાદની ઋતુમાં તમારા જીવનસાથી સાથે ખુલ્લામાં તમારો પ્રેમ વધારી શકતા નથી પરંતુ બાથરૂમનો ફુવારો તમારા સપનાને સાતમા આસમાન સુધી લઈ જઇ શકે છે. ફુવારા નીચે તમે શરીર અને હવામાનની ગરમી બંનેથી ઘણી હદ સુધી રાહત મેળવી શકો છો. બાથરૂમમાં જ ‘ટીપ ટીપ બરસા પાની’ તમારા સેક્સ આનંદને બમણો કરશે. ઉનાળાની ગરમીમાં વોટર સેક્સ વાતાવરણને રંગીન અને ભેજવાળું બનાવવા માટે કોઈ કસર છોડશે નહીં. આ માટેની તક ઝડપી લો. શાવર સેક્સનો અદભુત આનંદ માણવાની તક તમને ઉનાળામાં જ મળશે.

કંઈક અલગ ટ્રાય કરો
ઉનાળાની કંટાળાજનક મોસમમાં સેક્સ માટેની ઈચ્છા પ્રજ્વલિત કરવા માટે કંઈક અલગ કરવું જોઈએ અને ફોરપ્લેને વધુ રચનાત્મક બનાવવું જોઈએ. કંઈક નવું અજમાવવાથી શરીરમાં ડોપામાઈનનો સ્ત્રાવ વધે છે. આ એક એવું કેમિકલ છે જે તમારા મગજના આનંદના કેન્દ્રોને ઉત્તેજિત કરી તમારા સેક્સ માટેના મૂડને બનાવે છે. ફોરપ્લે માટેની નવી રીતો અજમાવવાથી તમારા બંનેમાં કામેચ્છા જાગૃત થાય છે. આઇસ ક્યુબને પોતાના હોઠથી પકડીને પાર્ટનરના શરીર સાથે રમત કરો. બરફનો ઠંડો અને ફ્લર્ટિંગ સાથેનો સ્પર્શ તમારા પાર્ટનરના શરીર અને મનમાં એક ગજબનો રોમાંચ પેદા કરશે. બની શકે કે તમે આ ગેમનો આનંદ પહેલા પણ લીધો હોય પરંતુ ગરમીમાં આ ગેમની મજા કંઈક ઓર જ હોય છે.

ઉનાળા માટેની શ્રેષ્ઠ પોઝિશન્સ
ઉનાળામાં જાતીય સમાગમનું શ્રેષ્ઠ પરિણામ એ બહેતર સેક્સ પોઝિશન પર આધારિત છે. ઉનાળામાં ત્વચા વધુ ચીકાશભરી હોવાથી સેક્સ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી એકબીજાની ત્વચાનો સંપર્ક ઓછો થાય તેવી સ્થિતિ અપનાવો. આથી જ્યારે તમે ગરમ વાતાવરણમાં સેક્સ માણવા માગતા હો ત્યારે તેવી પોઝિશન ટ્રાય કરો કે જેમાં એકબીજાના શરીરનો સ્પર્શ ઓછો થાય. હા, માત્ર પોઝિશન જ નહીં પરંતુ સ્થળ પણ બદલો. રસોડું, બાથરૂમ કે પછી સીડી પર પણ આનંદ માણી શકાય.
દીર્ઘકાલીન સેક્સ તમારી ઈચ્છા અને ટેવ એ બંને બાબતો પર નિર્ભર કરે છે. તંદુરસ્ત સેક્સ લાઈફની મજા માણતાં યુગલો સેક્સને અગ્રતા આપે છે અને તે એકાએક થાય તેવી અપેક્ષા નથી રાખતા. સેક્સ તેમની જીવનશૈલીનો એક નિયમિત ભાગ હોય છે.

જે લોકો નિયમિત પૂરતા પ્રમાણમાં સેક્સ માણે છે, તેઓને આરોગ્યની તકલીફ કે તણાવની સમસ્યા નડવાની શક્યતાઓ બહુ ઓછી હોય છે. આમ, જો તમે ઉનાળા માટે કોઈ પ્લાન કરી રહ્યા હો તો તેમાં સેક્સનો સમાવેશ અચૂક કરજો. તેના માટે નિયમત શિડ્યુલ બનાવો. આ તમામ પદ્ધતિઓ છે જેના દ્વારા તમે ઉનાળાની ઋતુમાં તમારા પ્રેમને ઝાંખા થતાં અટકાવી શકશો. ઉનાળામાં પણ તમે સેક્સનો સંપૂર્ણ આનંદ માણી શકો છો. જો કે આજના સમયમાં મોટાભાગના લોકોના ઘરોમાં એરકંડિશનર લગાવવામાં આવ્યા છે. આમ છતાં ઉનાળાની ગરમીમાં તમે આ રીતે સેક્સની મજા બમણી કરી શકો છો.

તે પોતાના સાથીને પૂરતો જાતીય સંતોષ નહીં આપી શકે
દરેક પુરુષ પોતાના જાતીય સાથીને સંતોષ આપવાની વાત આવે ત્યારે પોતે ક્યાંય ઊણા ના ઊતરે તેવું ઈચ્છે છે. આ અંગેનો વિચાર માત્ર પુરુષને હચમચાવી દે છે. મહિલાને સંતોષ નહીં આપી શકવાનો ભય પુરુષના મનમાં અનેક સવાલો ઊભા કરે છે. તે એવું વિચારે છે કે શું તે જાતીય સંતોષ મેળવવા અન્ય કોઈ પુરુષનો સહારો લેશે? આ અન્ય કોઈ પુરુષ(પોતાની નબળાઈને કારણે)નો વિચાર તેને વધુ મુંઝવણમાં મૂકી દે છે. આ મુદ્દો એક વિષચક્ર જેવો છે, પુરુષ તે અંગે જેટલું વધારે વિચારે છે તેની જાતીય ક્ષમતા અંગે તેનો ઉચાટ વધવા માંડે છે અને તેનાથી તેના પર્ફોર્મન્સ પર અસર થાય છે અને છેવટે તે પોતાની મહિલા સાથીને પૂરતો સંતોષ આપી શકતો નથી. સમાગમ દરમિયાન પુરુષની ક્ષમતાનો આધાર તે વખતની મહિલાની માનસિક સ્થિતિ પર ઘણો મદાર રાખે છે. તમારે તમારી જાતીય સાથી સાથે અત્યંત સાહજિકતાથી વર્તન કરવું જોઈએ જેથી તમે તેની સાથે વધુ પ્રગાઢ રીતે જોડાઈ શકો.

તેનું શિશ્ન બહુ નાનું છે
જો તેમના લિંગનું કદ પુરુષોમાં સામાન્ય મનાતા કદથી ઘણું વધારે નાનું હોય તો મોટાભાગના પુરુષો એવા ભય હેઠળ જીવતા હોય છે કે પોતાનું શિશ્ન બહુ નાનું હોવાથી હું મારી મહિલા સાથીને પૂરતો જાતીય સંતોષ આપી શકતો નથી. મહિલા દ્વારા, તેમનો આ ભય નાહકનો છે તેવું અથવા તો તેને જાતીય ક્રિયાથી પૂરતો સંતોષ મળે છે તેવી વારંવારની ખાતરીથી જ પુરુષમાં રહેલો આ ડર દૂર થાય છે. મહિલાઓ શિશ્નના કદ અંગે બહુ વિચારતી નથી, જો કે મોટાભાગના પુરુષો તેનાથી ઊલટું વિચારે છે. સ્ત્રી-પુરુષના જાતીય વિચારો અંગે કરેલા વિશ્લેષણ મુજબ મહિલાઓની સરખામણીએ પુરુષોને લિંગના કદ અને આકારની વધારે ચિંતા હોય છે.

અહીં ખાસ યાદ રાખવા જેવી બાબત એ છે કે યોનિની જાતીય ક્રિયા માટેની સરેરાશ લંબાઈ 15 સે.મી. છે અને યોનિની બહારના 5 સે.મી.ના ભાગમાં મોટાભાગની ગ્રંથિઓના છેડા આવેલા છે, અંદરનો બેતૃતીયાંશ ભાગ(10સે.મી.) અસંવેદનશીલ હોય છે. આમ જો તમારે મહિલાને ઉત્તેજિત કરવી હોય તો યોનિના બાહ્ય હોઠ અને તેના બહારના 5 સે.મી.ના ભાગને પંપાળવા જોઈએ. આથી કહી શકાય કે મહિલાઓને જાતીય સંતોષ આપવા માટે ઉત્તેજિત લિંગનું કદ 5 સે.મી(2 ઈંચ) કે તેથી વધુ હોય તો ચિંતા કરવાનું કોઈ જ કારણ નથી. લિંગના કદ અને આકારની ચિંતા કરવાને બદલે તમારા મહિલા સાથીની જરૂરિયાતને સમજી તેના આંતરિક સંવેદનશીલ અંગોને ઉત્તેજિત કરો તો વધુ બહેતર પરિણામ મળશે.

Most Popular

To Top