છેલ્લા કેટલાક સમયથી જેમના વચ્ચે કંઇક શત્રુતાનો માહોલ હતો તે ભારત અને કેનેડાના સંબંધોમાં સુધારો આવવાની સાથે હવે એક નવો અધ્યાય શરૂ થવાની આશા જાગી છે જ્યારે બંને દેશો વચ્ચે કેટલાક મહત્વના કરાર થયા છે અને બંને દેશો પરસ્પરનો વેપાર વધારવા અને એક મુક્ત વેપાર કરાર કરવા સંમત થયા છે. ભારત અને કેનેડાએ સોમવારે યુરેનિયમ અને મહત્વપૂર્ણ ખનિજોના પુરવઠા માટેના મુખ્ય કરારો પર હસ્તાક્ષર કર્યા છે અને ટૂંક સમયમાં વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતની મુલાકાતે આવેલા તેમના કેનેડિયન સમકક્ષ માર્ક કાર્નીએ 2030 સુધીમાં દ્વિપક્ષીય વાર્ષિક વેપારને 50 અબજ યુએસ ડોલર સુધી લઈ જવા સહિત સંબંધોને મજબૂત કરવા માટે એક નવું માળખું તૈયાર કર્યું છે. વર્તમાનમાં દ્વિપક્ષીય વાર્ષિક વેપારનું કદ આશરે 13 અબજ ડોલર છે.
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દિલ્હીમાં સોમવારે એક વ્યાપક સ્તરની મંત્રણા યોજાઇ હતી. ગયા વર્ષના આ જ સમયગાળામાં આ બંને દેશો વચ્ચે આ પ્રકારની મંત્રણા યોજાય તે લગભગ અશક્ય જેવું લાગતું હતું પણ પછી સંબંધોમાં નોંધપાત્ર સુધારો આવ્યો. બંને નેતાઓએ સંરક્ષણ, અગત્યની ટેકનોલોજી, નાના અને મોડ્યુલર પરમાણુ રિએક્ટર, શિક્ષણ અને પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે સહયોગ વધારવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આપણા માટે મહત્વની વાત એ છે કે કેનેડા 2.6 અબજ ડોલરના યુરેનિયમ સપ્લાય કરાર હેઠળ ભારતના સિવિલ ન્યુક્લિયર એનર્જી સેક્ટરને ટેકો આપવા માટે તૈયાર છે.
મંત્રણામાં બંને પક્ષો સંમત થયા છે કે આતંકવાદ, કટ્ટરવાદ અને ઉગ્રવાદ એ માત્ર ભારત અને કેનેડા માટે જ નહીં પરંતુ સમગ્ર માનવતા માટે સામાન્ય અને ગંભીર પડકારો છે. તેમણે કહ્યું, વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે આની સામે આપણો ગાઢ સહયોગ અત્યંત મહત્વપૂર્ણ છે. મોદી અને કાર્નીએ પશ્ચિમ એશિયાની નાજુક સુરક્ષા સ્થિતિ પર પણ ચર્ચા કરી હતી, જેમાં વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત સંવાદ અને મુત્સદ્દીગીરી દ્વારા તમામ સંઘર્ષોના ઉકેલને સમર્થન આપે છે.
બંને દેશોએ આજે ભારત સરકાર અને સાસ્કાટૂન સ્થિત કેમેકો વચ્ચે 2.6 અબજ ડોલરનો કરાર કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત ભારતને 2027 થી 2035 દરમિયાન પરમાણુ ઉર્જા ઉત્પાદન માટે આશરે 2.2 કરોડ પાઉન્ડ (૯૯૭૯૦૦૦ કિલોગ્રામથી વધુ) યુરેનિયમ સપ્લાય કરવામાં આવશે. આ યુરેનિયમ ભારતના અણુ વિજળી મથકો માટે વાપરવામાં આવશે. ભારતે પોતાની વિશાળ વસ્તીને વિજળી પુરી પાડવા અનેક અણુ વિદ્યુત મથકો શરૂ કર્યા છે અને આ મથકોમાં ઇંધણ તરીકે યુરેનિયમની જરૂર રહે છે. યુરેનિયમ અને મહત્વપૂર્ણ ખનિજો પરના કરારો ઉપરાંત, ભારત અને કેનેડાએ અન્ય છ સમજૂતી પત્રો પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં ભારત-કેનેડા વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી (CEPA) માટેની સંદર્ભ શરતો પરના એમઓયુનો પણ સમાવેશ થાય છે.
મોદી-કાર્ની વાટાઘાટોનું મહત્વનું પરિણામ વ્યાપારી સંબંધોને વિસ્તારવાનો તેમનો નિર્ણય હતો, જે પગલું ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે કેનેડાના વધતા જતા ખરાબ આર્થિક સંબંધો વચ્ચે આવ્યું છે. સંબંધોને મજબૂત બનાવવાની આ નવી હિલચાલ 2023માં ખાલિસ્તાની અલગતાવાદીની હત્યા અંગેના રાજદ્વારી વિવાદ પછી ગંભીર તણાવમાં આવેલા સંબંધોને ફરીથી સ્થાપિત કરવાના બંને પક્ષોના ચાલુ પ્રયાસોના ભાગરૂપે આવી છે.
સંરક્ષણ ઉદ્યોગો, મેરીટાઇમ ડોમેન અવેરનેસ અને સૈન્ય આદાનપ્રદાન વધારવા માટે કામ કરવા પણ બંને દેશો તૈયાર થયા હોવાનું જાણવા મળે છે. પોતાના સંબોધનમાં કાર્નીએ વ્યૂહાત્મક ઉર્જા ભાગીદારી શરૂ કરવાની વાત કરી હતી, જેમાં સ્વચ્છ ઉર્જા, ઇલેક્ટ્રિક વાહનો અને અદ્યતન ઉત્પાદન માટે સુરક્ષિત સપ્લાય ચેઈનનો સમાવેશ થાય છે. કાર્નીએ યુરેનિયમ સપ્લાય કરારને સ્વચ્છ અને વિશ્વસનીય ઉર્જા પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ ગણાવ્યું હતું. કેનેડા તેના મહત્વપૂર્ણ ખનિજો અને દુર્લભ પૃથ્વી સામગ્રીના નોંધપાત્ર ભંડાર માટે જાણીતું છે.
ઉર્જા ક્ષેત્રમાં, બંને દેશો ‘નેક્સ્ટ જનરેશન પાર્ટનરશિપ’ બનાવી રહ્યા છે, જે હાઇડ્રોકાર્બન તેમજ રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન અને એનર્જી સ્ટોરેજ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આજે વિશ્વના દેશો એકબીજા પર આધારિત બની ગયા છે અને બધાને પોત પોતાની વસ્તુઓ વેચવી પણ છે તેવા સંજોગોમાં પરસ્પર સહકાર કરવો અને વેપાર કરારો કરવા આવશ્યક રહે છે. AI, હેલ્થકેર અને કૃષિમાં ઘણી યુનિવર્સિટીઓ વચ્ચે નવી ભાગીદારીની જાહેરાત કરવામાં આવી રહી છે અને કેનેડિયન યુનિવર્સિટીઓ ભારતમાં કેમ્પસ ખોલવા માટે સંમત થઈ છે, આનાથી પણ ભારતને લાભ થવાની આશા રાખી શકાય. બિનવહેવારુ અને કંઇક રંગીલા એવા જસ્ટિન ટ્રુડોએ રાજીનામુ આપ્યું અને માર્ક કાર્ની કેનેડાના નવા વડાપ્રધાન બન્યા પછી બંને દેશોના સંબંધો સુધરવા માંડ્યા અને હવે તે નવી ઉંચાઇએ જવાની આશા રાખવામાં આવે છે.