સુરત (Surat) : બેંગકોક-હોંગકોંગની (Bangkok Hongkong) હીરા પેઢીનું (Diamond Compony) 7.8 મિલિયન અમેરિકન ડોલરમાં (American Dollar) ઉઠમણું કર્યું હોવાના મેસેજ વાઇરલ થયા પછી સુરત, મુંબઈના 150 જેટલા લેણદારો દોડતા થઈ ગયા છે. બેંગકોક અને હોંગકોંગમાં ઓફિસ ધરાવતા ઇટાલિયા અટક ધારી પેઢીના માલિકને દિવાળી અગાઉ ક્રેડિટ પર તૈયાર હીરા આપનાર સુરત-મુંબઈના 150 હીરા વેપારીનો માલ ફસાયો છે.
- બેંગકોક-હોંગકોંગની હીરા પેઢીનું 7.8 મિલિયન અમેરિકન ડોલરમાં ઉઠમણું
- થાઇલેન્ડમાં ઇટાલિયા અટક ધારી પેઢીના માલિકને ક્રેડિટ પર તૈયાર હીરા આપનાર સુરત-મુંબઈના 150 હીરા વેપારીનો માલ ફસાયો
કારણકે, પેઢીએ આ માલ વેચીને રોકડી કરી લીધી છે. બેંગકોક-હોંગકોંગની હીરા પેઢીનું 7.8 મિલિયન અમેરિકન ડોલરમાં ઉઠમણું કર્યું હોવાનું હીરા ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું. ઇટાલિયાની પેઢીને સુરત અને મુંબઈમાંથી તૈયાર હીરાની ખરીદી કરી હોંગકોંગમાં ટ્રેડિંગ કરતી આવી છે.
ભારત, હોંગકોંગ, બેંગકોકનાં જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશનમાં ભાગ લેતી આવી છે. પેઢીની શાખ સારી હોવાથી સુરત, મુંબઈની નાની મોટી કંપનીઓએ ક્રેડિટ પર માલ આપ્યો હતો. પેઢીએ સમયસર પેમેન્ટ નહી કરતા કેટલાક મોટા લેણદારો થાઇલેન્ડ પહોંચ્યા હતા.
લેણદારોએ કડક ઉઘરાણી શરૂ કરતા આ કંપનીએ 1.7 મિલિયન ડોલરનો માલ સ્ટોકમાં હોવાનું જણાવી, પંચ બેસાડવામાં આવ્યું હતું. આ કંપનીએ નાદારી સાબિત કરવા 1.7 મિલિયન અમેરિકન ડોલરનો માલ લેણદારોને આપી દીધો હતો. પણ કંપની પાસે લેણદારોને ચૂકવવા પાત્ર 6 મિલિયન અમેરિકન ડોલર ચૂકવવાના બાકી છે.
આ કંપનીના માલિકો મૂળ ભાવનગરના વતની છે. બેંગકોક, હોંગકોંગમાં આ કંપનીએ ઓફિસ બંધ કરી દીધી છે. લેણદારો પહોંચ્યો ત્યારે થાઇલેન્ડની આ કંપનીનો સ્ટોર ખાલી હતો. આ મામલે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા આ ઘટનાની સંપૂર્ણ તપાસની માંગણી કરવામાં આવી છે.