SURAT

‘નવું સ્પા ચાલુ થયું છે સારી ફેસિલિટી મળશે’, એમ કહી સુરતના યુવકને બોલાવ્યો અને પછી…

સુરત: સુરતના (Surat) પાલનપુર પાટીયા વિસ્તારમાં રહેતો આઈ.ટી. સોફ્ટવેર યુવક હનીટ્રેપનો (HoneyTrap) શિકાર બન્યો છે. મહિલા સહિતની ટોળકીએ યુવકને વોટ્સઅપ કોલ કરી નવુ સ્પા ચાલુ કર્યું છે સારી એવી ફેસીલીટી મળશે કહી અલથાણ વીઆઈપી રોડ આર્શીવાદ એવન્યુ વાળી ગલીમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં બોલાવ્યા બાદ સાગરીતો સાથે મળી રૂ. 10.13 લાખ પડાવ્યા છે.

અલથાણ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પાલનપુર પાટીયા જ્યોતીનગર ખાતે રહેતા રાજેશ (નામ બદલ્યુ છે) અડાજણ કેબલ સ્ટેઈડ બ્રિજ પાસે સીતાડેલ બિલ્ડિંગમાં છેલ્લા આઠ મહિનાથી ઓનલાઈન આઈ.ટી ના પ્રોજેક્ટ જેમાં મોબાઈલ એપ તથા ગુગલ કલાઉડના સોફ્ટવેર બનાવવાનું કામ કરે છે.

પુષન ગઈ તા 9મી જુનના રોજ ઓફિસમાં બેઠો હતો. તે વખતે વિરેન્દ્ર ઉર્ફે રામ નામના યુવકે વોટ્સઅપ કોલ કરી તમારો મોબાઈલ નંબર અગાઉ સ્પામાં ગયા હતા ત્યાંથી મળ્યો છે અને અમે વી.આઈ.પી રોડ શ્યામ બાબા મંદિરની સામે કેવલનગર ખાતે નવુ સ્પા ચાલુ કર્યુ છે તમે ત્યાં આવશો તો સારી એવી ફેસીલીટી આપીશું તેવી વાત કરી લોકેશન મોકલી આપ્યું હતું.

લોકેશનના આધારે રાજેશ વીઆઈપી રોડ વોટરહિલ્સ પાસે પહોંચી ગયો હતો. ત્યાંથી રાજેશને અજાણ્યો એક મકાનમાં લઈ ગયો હતો. મકાનમાં ત્રણ મહિલાઓ હતી. રાજેશને પહેલા માળે એક મહિલા સાથે બેડ ઉપર બેસાડ્યો હતો. થોડીવારમાં બહારની સાઈડથી જોરજોરથી બારણું ખખડાવવાનો અવાજ આવતા મહિલા બારણું ખોલી વોશરૂમમાં જતી રહી હતી.

દરવાજો ખોલવાની સાથે જ અંદર ઘુસી આવેલા બે અજાણયાએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને રાજેશને મારવા લાગ્યા હતા. તેમજ રાજેશ પાસેના ચાર એટીએમ કાર્ડ લઈ લીધા હતા અને મોબાઈલમાંથી વિરેન્દ્ર સાથે વોટ્સઅપમાં થયેલી ચેટ ડિલીટ કરી હતી.

તે શખ્સોએ રાજેશને પોલીસ સ્ટેશન લઈ જઈ મીડીયાને બોલાવી લાઈવ ન્યુઝ ચાલુ કરી બદનામ કરવાની ધમકી આપી 10 લાખની માંગણી કરી હતી. સમાજમાં બદનામી થવાના ડરથી પુષને તેમના કહેવા મુજબ સંજય જાદવ નામના યુવકના બેન્ક ઓફ બરોડાના ખાતામાં રૂપિયા 10, 13, 313 ટ્રાન્સફર કરાવ્યા હતા. પૈસા પડાવી લાધા બાદ ટોળકીએ રાજેશને તેનો મોબાઈલ અને એટીએમ કાર્ડ આપી દીધા હતા અને આ બાબતની કોઈને જાણ કરી તો તકલીફ પડી જશે તેવી ધમકી આપી હતી. બનાવ અંગે રાજેશની ફરિયાદને આધારે અલથાણ પોલીસે ત્રણ મહિલા સહિત સાત જણાની ટોળકી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

માતા પિતાએ હિંમત આપતા યુવકે ફરિયાદ કરી
સુત્રોના જણાવ્યા મુજબ પુષન વ્યાસે તેની સાથે બનેલા બનાવ અંગે જેતે સમયે કોઈને વાત કરી ન હતી પરંતુ બે દિવસ પછી 12મી જુનના રોજ તેને પોતાની સાથે ખોટુ થયું હોવાનો અહેસાસ થતા તેણે અજાણ્યાએ તેને જે જે જગ્યાએ લઈ ગયા હતા તે જગ્યાએ તપાસ કરી ફોટા પાડ્યા હતા. તેમજ વરાછાની મોબાઈલની દુકાનમાં લઈ ગયા હતા ત્યાં તપાસ કરતા વિરેન્દ્રનો મોબાઈલ નંબર મળ્યો હતો.

દરમિયાન પુષન ઘરે જતા પી.કે.વર્ગીસ નામના વ્યકિતએ વોટ્સઅપ કોલ કરી તું બધી ઈન્કવાયરી કરવાનું બંધ કરી દે નહીતર તને સુરતમાં રહેવા લાયક છોડીશ નહી અને તારા ઘરનું સરનામું પણ છે જેથી જે પણ કરે તે જોઈ વિચારીને કરજે તેવી ધમકી આપી હતી પરંતુ પુષનને તેની સાથે બનેવા બનાવ અંગે માતા પિતાને વાત કરતા તેઓ હિંમત આપતા ગતરોજ ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top