તાજેતરમાં બારડોલી આસપાસમાં હની ટ્રેપમાં ફસાયેલી વ્યક્તિઓના કિસ્સા પ્રકાશમાં આવ્યા જે અનેક પ્રશ્નો ઊભા કરે છે. અશ્લીલ હરકતો કરવા માટે ઉશ્કેરતી તાલીમબદ્ધ યુવતી સામે ફસાઈ જનારને નિર્દોષ કઈ રીતે કહેવાય? કોઈ અજાણી યુવતી સાથે ચેટિંગ કરનાર કે વીડિયો કોલ કરી અશ્લીલ ચેનચાળા કરનાર વિકૃત મનોદશા ધરાવનાર જ હોય એવું સ્પષ્ટ છે. કારણ કે ભોગ બનનારને પહેલેથી જ ખબર હોય છે કે હું જે કરું છું એ સમાજ કે પરિવારને માન્ય નથી. હું જે કરું છું એ મારા પરિવારને, લગ્નજીવનને હાનિ પહોંચાડે એમ છે. મનના વિકૃત ભાવોને કાબૂમાં રાખી ન શકનાર આવા ખેલમાં પડે છે અને ફસાય છે. હની ટ્રેપનો ભોગ બનનાર કોઈ ભોળો કે નિર્દોષ વ્યક્તિ હશે એમ માનવું મુશ્કેલ છે. ખબર હોવા છતાં સામે ચાલીને આગમાં કૂદી પડનારો દાઝે જ છે.પછી આગનો વાંક કાઢવો વ્યર્થ છે. સામે ચાલીને ફસાઈ જનારા માફીને લાયક નથી જ. આગનું કામ દઝાડવાનું જ છે એ જાણ્યા પછી એમાં બિન્દાસ્ત પડનારાને ભાગે દાઝવા સિવાય કંઈ બચતું નથી. નૈતિક અધ:પતનની આ સાબિતી છે.
સુરત – સુનીલ શાહ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
હની ટ્રેપ: નૈતિક અધ:પતન
By
Posted on