Dakshin Gujarat

નગરસેવકના નગ્ન વિડીયો મામલે 4 મહત્વના નિવેદન લેવાયા

બારડોલી: બારડોલી (bardoli) સહિત જિલ્લામાં નગરસેવક અને પીએસઆઇ સહિત કેટલાક લોકો ઓનલાઈન હનીટ્રેપ (online honey trap)નો શિકાર બન્યા છે. વિડીયો કોલ (video call) પર અશ્લીલ હરકતો કરતાં તેમના વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યા છે. આ ગેંગ ઘણા સમયથી સક્રિય છે અને અનેક લોકોને પોતાની માયાજાળમાં ફસાવી રહી છે. આ ઘટનામાં સુરત જિલ્લા LCB પોલીસ બે અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે. દક્ષેશ શેઠે તેની સાથે થયેલી છેતરપિંડી તેમજ બારડોલીમાં વિડીયો વાયરલ કરવા અંગે પણ ફરિયાદ નોંધાવી છે. જેથી શનિવારે બારડોલીના પ્રતિસ્થિત ચાર વ્યક્તિનાં નિવેદનો લેવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.

સુરત જિલ્લાના બારડોલી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ફેસબુક મેસેંજર (fb messenger) પર અજાણી યુવતીના નામે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી યુવકોને માયાજાળમાં ફસાવવામાં આવે છે અને ત્યાર બાદ યુવકો સાથે વિડીયો કોલ કરી અશ્લીલ હરકતો કરવામાં આવે છે. વિડીયો કોલ પૂર્ણ થતાં જ તેનું વિડીયો રેકોર્ડિંગ ભોગ બનનાર યુવકને મોકલવામાં આવે છે અને ત્યારબાદ શરૂ થાય છે બ્લેકમેલિંગનો ખેલ. આ ખેલ દ્વારા જો મોટી રકમ નહીં પહોંચાડવામાં આવે તો વિડીયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવે છે. બારડોલી વિસ્તારમાં અનેક લોકો આ ખેલનો ભોગ બન્યા છે. જેમાં બારડોલી નગરપાલિકાના નગરસેવક દક્ષેશ શેઠથી લઈ પીએસઆઇ સુધીના અધિકારીઓ પણ ફેસબુકની આ માયાજાળમાં ફસાઈ ચૂક્યા છે. દક્ષેશ શેઠે આ ઘટનામાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પ્રથમ તેમની સાથે ઓનલાઈન હનીટ્રેપ કરી છેતરપિંડી કરવાનો પ્રયાસ ઉપરાંત બીજી ફરિયાદમાં બારડોલીમાં તેમનો વિડીયો વાયરલ કરી તેમની સામાજિક પ્રતિષ્ઠા બદનામ કરવા અંગે માનહાનિની ફરિયાદ નોંધાવી છે. જેથી આ બંને ગુનાની તપાસ એલસીબી પીઆઇ બી.કે. ખાચર અલગ અલગ રીતે કરી રહ્યા છે.

file

જે પૈકી છેતરપિંડીમાં મોટે ભાગેના મોબાઇલ ડેટા એનાલિસિસ અને લોકેશનને આધારે રાજસ્થાન તરફ કેટલાક પ્રાથમિક પુરાવા મળતા હોય પોલીસની ટીમ રાજસ્થાન ગઈ હતી. તો બીજી તરફ એલસીબી પોલીસે દક્ષેશ શેઠનો વિડીયો વાયરલ કરવા બાબતે દક્ષેશ શેઠની ફરિયાદના આધારે તેમની સાથે ઘટના બન્યા બાદ બારડોલીના ચાર પ્રતિષ્ઠિત વ્યક્તિને મદદ માટે વિડીયો મોકલ્યો હોય તેમાંથી જ વિડીયો વાયરલ થયો હોવાની શક્યતાને આધારે એલસીબી પોલીસે આ ચાર વ્યક્તિનાં નિવેદન લીધાં છે. પોલીસે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ, જય મહેતા, નગરસેવિકા શોભનાબેન અને જિગ્નેશ રાઠોડનું નિવેદન લીધું હતું. આ નિવેદનની ઘટના બાદ જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે.

ડુપ્લિકેટ દારૂના કેસમાં રાજસ્થાન ગયેલી પોલીસની ટીમ જ સીધી ભરતપુર પહોંચી

બારડોલી અને આજુબાજુના વિસ્તારોમાં અશ્લીલ વિડીયો વાયરલ થવાની ઘટનાની તપાસ સુરત જિલ્લા એલસીબીને સોંપવામાં આવી છે. જો કે, આ તપાસ ટેક્નિકલી રીતે વધુ પેચીદી હોય પોલીસ માટે ગુનાના મૂળ સુધી પહોંચવું કપરું બની ગયું છે. બીજી તરફ આ ઘટનાની તપાસ અંગે સાઇબર સેલ પણ સક્રિય થઈ છે. સુરત જિલ્લા એલ.સી.બી.ની ટીમ જિલ્લામાં પકડાયેલા ડુપ્લિકેટ દારૂ બનાવવાની ફેક્ટરી પકડાઈ હતી. જેની તપાસ અર્થે રાજસ્થાન ગયેલી પોલીસની ટીમને જ ઓનલાઈન હની ટ્રેપની તપાસ માટે રાજસ્થાનના ભરતપુર ખાતે પહોંચી હોવાનું જાણવા મળે છે.

file

નગરસેવકનો વિડીયો બહાર આવતાં જ નેતાઓની ગુપ્ત મીટિંગ મળી

બારડોલીમાં નગરસેવકનો વિડીયો વાયરલ થતાં જ રાજકીય નેતાઓએ ગુપ્ત મીટિંગનો દોર શરૂ કરી દીધો હતો. જેમાં મહિલા નેતાઓ પણ સામેલ હતી. અન્ય કોઈ નેતાની સંડોવણી નથી ને તે બાબતે ચર્ચા કરવા માટે ભેગા થયા હોવાનું જાણવા મળે છે. અનેક આગેવાનોએ આ ગેંગને મોટી રકમની ચૂકવણી કરી હોવાની પણ ચર્ચા છે ત્યારે આ ગુપ્ત મીટિંગ પરથી અન્ય નેતા પણ ભોગ બન્યા હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

હજી કેટલાંક મોટાં માથાંના પણ નગ્ન નાચ બહાર આવે તેમ છે

દક્ષેશ શેઠનો વિડીયો વાયરલ થયા બાદ એક પછી એક બારડોલીમાં આઠથી દસ વિડીયો વાયરલ થયા છે. જેમાં નગરસેવક દક્ષેશ શેઠનો, પીએસઆઇ કાંતિ, બારડોલીના જાણીતા જ્યુશ સેન્ટરના અપ્પુનો હસ્તમૈથુન કરતો વિડીયો બહાર આવતા ચકચાર મચી ગઈ હતી. આ ઉચ્ચ વ્યક્તિઓએ કરેલા નગ્ન નાચનો વિડીયોથી સમગ્ર વિસ્તારમાં ચર્ચા ચાલી રહી છે. એટલુ જ નહીં બાબેનનો અજય ઉપરાંત તલાવડીના ગબાનો હસ્તમૈથુન કરતો વિડીયો વાયરલ થયો છે. હવે આવી લલનાઓ સામે હજી પણ કેટલાંક મોટાં માથાં નગ્ન થયા હોય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. ભોગ બનેલા પૈકી કેટલાક વ્યક્તિઓ શાહેદ તરીકે આપ પ્રકરણમાં નિવેદન નોંધાવે તેવી શક્યતા છે.

Most Popular

To Top