નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન (Home Minister) અમિત શાહે (Amit Shah) સોમવારે છત્તીસગઢમાં નક્સલવાદીઓને (Naxalites) ચેતવણી આપી હતી. શાહ નક્સલ પ્રભાવિત કાંકેર જિલ્લામાં ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓઓ નક્સલીઓને (Naxalites) આત્મસમર્પણ (Surrender) કરવાની ચેતવણી આપી હતી. અથવા બે વર્ષમાં તેમના અંત માટે તૈયાર રહેવા જણાવ્યું હતું.
અગાવ 16 એપ્રિલના રોજ સુરક્ષા દળોએ કાંકેર જિલ્લામાં એન્કાઉન્ટર દરમિયાન 29 નક્સલવાદીઓને ઠાર કર્યા હતા, જેમાં 15 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ત્યારે આજે અમિત શાહ જ્યારે છત્તીસગઢના કાંકેરમાં જનસભા માટે પહોંચ્યા હતા, તે દરમિયાન સભાને સંબોધતા શાહે કહ્યું, “છેલ્લા 10 વર્ષોમાં નરેન્દ્ર મોદીએ આતંકવાદનો અંત લાવી દીધો છે. મોદીજી આ દેશમાંથી નક્સલવાદને લુપ્ત કરવાના આરે લાવ્યા છે. તેમજ જો નક્સલીઓ પોતાનું ભલું ચાહતા હોય તો આત્મ સમર્પણ કરે નહીં તો પરિણામ સારા નહી. હોય.’’
નક્સલવાદને જડમૂળથી ઉખેડી નાખશે
અમિત શાહે કહ્યું, “મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની સરકારમાં પાંચ વર્ષ સુધી નક્સલવાદીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. વિષ્ણુ દેવ સાઈ મુખ્યમંત્રી બન્યા અને વિજય શર્મા ગૃહમંત્રી બન્યા બાદ છેલ્લા ચાર મહિનામાં સુરક્ષા દળોએ 90થી વધુ નક્સલવાદીઓને ઠાર કર્યા છે. આ સાથે જ 123 નક્સલવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી અને 250એ આત્મસમર્પણ કર્યું હતું.
શાહે કહ્યું, “મોદીજીએ દેશભરમાંથી નક્સલવાદનો અંત લાવ્યો છે, પછી તે આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઝારખંડ કે મધ્યપ્રદેશ હોય. હું અહીં એમ કહીને જાઉં છું કે મોદીજીને ફરીથી વડાપ્રધાન બનાવો અને તેમને બે વર્ષ આપો. અમે છત્તીસગઢમાંથી નક્સલવાદને જડમૂળથી ઉખાડી નાખીશું.
જ્યાં સુધી નક્સલવાદ અસ્તિત્વમાં છે ત્યાં સુધી આદિવાસી વિસ્તારોમાં શાંતિ ન હોઈ શકે.
ગૃહમંત્રીએ કહ્યું, “જ્યાં સુધી નક્સલવાદ છે ત્યાં સુધી આદિવાસી ભાઈઓ અને બહેનોને વીજળી, શાળાઓ અને રાશનની દુકાનો પૂરી પાડવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. હું જે પણ નક્સલવાદીઓ બચ્યા છે તેમને કહું છું કે તેઓ આત્મસમર્પણ કરે, નહીં તો લડાઈનું પરિણામ નિશ્ચિત છે. અમે નક્સલવાદને ખતમ કરીશું.’’
તેમણે કહ્યું, “હું આદિવાસી ભાઈ-બહેનોને કહું છું કે જ્યાં સુધી નક્સલવાદ છે ત્યાં સુધી આદિવાસી વિસ્તારોમાં શાંતિ નહીં બની શકે, રસ્તાઓનું નિર્માણ થઈ શકે નહીં, વીજળી ન મળી શકે, ગેસ કનેક્શન ન આપી શકાય, શિક્ષણ ન આપી શકાય, નોકરીઓ આપી શકાતી નથી અને સારવાર પહોંચી શકતી નથી.’’
શાહે કહ્યું કે તમે બધા તેમને આત્મસમર્પણ કરવા માટે સમજાવો, જો તેઓ આમ કરતા નથીં તો ચિંતા કરશો નહીં, અમે બે વર્ષમાં છત્તીસગઢની ધરતી પરથી નક્સલવાદને જડમૂળથી ઉખાડી નાખીશું અને અહીં વિકાસની ગંગા વહેતી કરીશું. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીએ 2037માં વિકસિત ભારતની કલ્પના કરી છે. વિકસિત ભારતના સૌથી વધુ લાભ આદિવાસીઓ, દલિતો, ખેડૂતો, યુવાનો, ગરીબો અને મહિલાઓને થશે. તેમજ વિકસિત ભારતનું વિઝન તમારા બધાના કલ્યાણ માટે છે.