Gujarat

અમિત શાહ અને મુખ્યમંત્રીએ ઉતરાયણની ઊજવણી કરી

ગાંધીનગર : ઉત્તરાયણ પર્વે કેન્દ્રિય ગૃહમંત્રી (Home Minister) અમિત શાહે (Amit Shah) અમદાવાદમાં (Ahmedabad) ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા.ત્યાર બાદ અમદાવાદ અને ગાંધીનગરના કલોલમાં ઉત્તરાયણના તહેવારની મજા માણી હતી. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પત્ની સાથે વેજલપુર વિસ્તારમાં ઉત્તરાયણની ઉજવણી કરતા પતંગ ચગાવ્યો હતો. વેજલપુર વિસ્તારના બળિયાદેવ મંદિર પાસે આવેલા વિનસ પાર્ક એપાર્ટમેન્ટમાં અમિત શાહ, પત્ની સાથે પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સોસાયટીમાં ઊભા કરેલા પતંગ ફીરકીના સ્ટોરમાં તેમણે ખરીદી પણ કરી હતી.

અમિત શાહે પત્ની સાથે વેજલપુર વિસ્તારમાં ઉત્તરાયણની ઉજવણી કરી
પછી બાજુમાં શાકભાજીની લારી પરથી તેમની પત્નીએ ઊંધિયું બનાવવા માટેની સામગ્રીમાં ઉપયોગ થતી શાકભાજીની ખરીદી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મકરસંક્રાંતિ ઉતરાયણ પર્વની ઉજવણી અમદાવાદના દરિયાપુરની નવા તળીયાની પોળના રહીશો સાથે કરી હતી. ભૂપેન્દ્ર પટેલે પતંગ ઉડાવીને અને તલ સાંકળી, સિંગ, ચીકી વગેરેનો પણ આસ્વાદ માણીને પોળના રહીશોના ઉલ્લાસમાં સહભાગી થયા હતાં.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જી20 માટે ભારતના શેરપા
ગાંધીનગર: પીએમ નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વમાં ભારતે જી20ની અધ્યક્ષતા પ્રાપ્ત કરી છે અને તમામની સુખાકારી માટે વ્યવહારિક વૈશ્વિક ઉકેલો શોધીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માંગે છે. ભારત માટે જી20ની અધ્યક્ષતા દેશના ઇતિહાસમાં નિર્ણાયક બાબત છે, કારણકે તે આઝાદી કા અમૃત મહોત્સવ સાથે એકરૂપ થશે. 18મી જી-20 સમિટ સપ્ટેમ્બર 2023માં આયોજિત થશે. ગુજરાત શ્રેણીબદ્ધ ચર્ચાઓ, વિચાર-વિમર્શ અને બેઠકોના આયોજન સાથે આ ઐતિહાસિક ઘટનામાં પોતાની ભૂમિકા ભજવવા માટે સજ્જ છે. ગુજરાતમાં યોજાનારી 15 બેઠકોમાંથી પ્રથમ બેઠક બિઝનેસ 20 ઇન્સેપ્શન મીટિંગ છે, જે ગાંધીનગરમાં 22 થી 24 જાન્યુઆરી, 2023 દરમિયાન યોજાશે.

B20 ઈન્ડિયા હેઠળ બિઝનેસ એજન્ડા પર પરિણામલક્ષી ચર્ચાઓ
બી-20 ઇન્સેપ્શનના ઉદ્ઘાટન સમારોહમાં માનનીય કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, કાપડ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પીયૂષ ગોયલ, માનનીય કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, કોમ્યુનિકેશન્સ અને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ જી20 માટે ભારતના શેરપા અમિતાભ કાંત ઉપસ્થિત રહેશે. આ સાથે જ, B20 ઈન્ડિયા હેઠળ બિઝનેસ એજન્ડા પર પરિણામલક્ષી ચર્ચાઓ અને વિચાર-વિમર્શને પ્રોત્સાહિત કરવા માટે B20ના અધ્યક્ષ તેમજ ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન અને 150થી વધુ પોલિસી મેકર્સ, થોટ લીડર્સ, બિઝનેસ એક્ઝિક્યુટિવ્સ, સીઇઓ, અને જી20 દેશોની એન્ટરપ્રાઇઝોનું પ્રતિનિધિત્વ કરતા સિનિયર એક્ઝિક્યુટિવ્સ તેમજ સંખ્યાબંધ બહુપક્ષીય સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ ઉદ્ઘાટન બેઠકમાં હાજરી આપશે.

Most Popular

To Top