Entertainment

હોલીવુડ ન્યુઝ

હોલિવૂડમાં પૈસાનું ઝાડ છે
દુનિયા ભરની બોક્સ ઓફિસ પર ફિલ્મોથી પૈસા કમાતા હોલિવૂડમાં હીરાના દાંત નંખાવેલા, વારંવાર સર્જરી કરાવતા, કોરોડોના ચંપલ પહેરતા હોલિવૂડસ્ટાર્સ પોતાના મોંઘા શોખને લીધે ખબરોમાં ચમકતા રહે છે, તે પછી કેંડલ જેનરનો $52,000નો સોફો કે બિયોન્સેની $311,000ની હાઇ હિલ, લેડી ગગાનું $50,000નું ભૂત શોધતું મશીન! હોલિવૂડમાં હમણાં બનેલી આવી મોંઘી ન્યૂઝને જાણીએ.

પ્રેમ જોવો કે પ્રાઈઝ?
19 વર્ષની બ્રિટિશ એક્ટ્રેસ મિલી બોબી બ્રાઉન એટલ કે વેબસિરીઝ ‘સ્ટ્રેન્જર થિંગ્સ’ની ‘ઇલેવન’ તેના એન્ગેજમેન્ટ ફોટો ઘણો વાયરલ થયો જેમાં તે અને ફિયોન્સે જેક બંને બ્લેક & વ્હાઇટ ફોટોમાં ચમકતી ડાયમંડ રિંગ સાથે જોવા મળી રહ્યા છે. મિલી અને જેક છેલ્લા 3 વર્ષથી એક-બીજાને ડેટ કરી રહ્યાં છે, અને 4એપ્રિલે બંને એ સગાઇ કરી હતી, જેક એ ફેમસ સિંગર ‘જ્હોન બોવી’નો પુત્ર છે પણ મૂળ વાત એ કે, 20 વર્ષીય જૅક એ મિલીને પોતાનો પ્રેમ બતાડવા જે એન્ગેજમેન્ટ રિંગ પહેરાવી છે તેના ડાયમંડ પર બધાનું ધ્યાન ગયું હતું એટલે હિસાબમાં પાક્કા ભારતીયોએ આ ડાયમંડની કિંમત કાઢતા ખબર પડી કે આ 5 કેરેટ ડાયમંડની કિંમત લગભગ 1કરોડ 21લાખ 82 હજારની છે, બોલો 20 વર્ષનો પ્રેમી એટલી મોંઘી રીંગ પહેરાવે ત્યારે પ્રેમ જોવો કે પ્રાઈઝ ?

રીહાનાએ નવું ઘર ખરીદ્યુ, ફક્ત 210 લાખ ડૉલરમાં
બાર્બેરીયન સિંગર રિહાના પોતાના બોલ્ડ લૂક, વાયરલ ટ્વિટ્સ અને સોન્ગ્સ માટે જાણીતી જ છે. પણ હાલ તેના જીવનમાં નવી વસ્તુઓ આવી રહી છે પ્રેગ્નેટ રિહાના થોડા જ સમયમાં બીજા બાળકની મમ્મી બનશે અને 3 જણાંના પરિવારમાં નવો સભ્ય ઉમેરાશે, જેથી આગળનું વિચારતી રીહાના એ પોતાના બોયફ્રેન્ડ A$AP સાથે મળી અમેરિકાના લોસએન્જલસમાં હોલિવુડ સેલેબ્રિટીઝથી ભરેલા બિલ્ડિંગનાં 40માં માળે ‘’મૅન્સન ઈન ધી સ્કાય’’ પેન્ટહાઉસ ખરીદ્યું છે, જેમાં 4 બેડરૂમ અને 7 બાથરૂમની સાથે થિએટર, લિફ્ટ, સ્વિમિંગપૂલ અને બીજી ન સાંભળેલી ઘણી બધી સુવિધાઓ છે, આ ઘરની કિંમતને ભારતીય રૂપિયામાં ગણીએ તો 1,719,175,584 રૂપિયા થાય છે! જોકે આ ડીલમાં ભાવતાલ કરીને 7,00,000 ડોલર રિહાના એ બચાવી લીધા. 1.4 બિલિયન ડોલર નેટવર્થ ધરાવતી રીહાના પાસે ફેરારી-458, મર્સીડીસ મૅ’બેક, પોર્શે-911, લેમ્બોર્ગીની જેવી કાર ઉપરાંત લંડનમાં ઘર, બારબાડોસમાં વીલા, લૉસએંજલ્સમાં પેન્ટ હાઉસ, અને પ્રીમિયમ જ્વેલરીનું કલેક્શન ધરાવતી રીહાના માટે 210 લાખનું ઘર ખરીદવું નવી વાત તો નથી જ.

એક્સ્પેન્સિવ પ્રપોઝ
વર્ષો પેહલા હિન્દી સિનેમામાં સુલતાન મિર્ઝા એ ‘’સસ્તે કો હી મહેંગા બના દિયા’’ કરી ગમતી અભિનેત્રીને પ્રપોઝ કર્યું હતું. કંઈક આવું જ સાંગ-ચી ફેમ કેનેડિયન એકટર સિમુ લિયુ એ તેની ડેટ પર કર્યું હતું, ‘એવરીથીંગ ઍવેરીવેર ઓલ એટ વન્સ’’થી ઓસ્કાર જીતનારી પેહલી એશિયન એક્ટ્રેસ મિશેલ યાહો અને સિમુ ઘણાં સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા છે. પણ તેની શરૂઆત થઇ સંગ-ચી ના સેટ પરથી. જયારે સિમુનું દિલ મિશેલ પર આવ્યું ત્યારે તેણે ડેટ પર મિશેલની ફેવરિટ વસ્તુ લઇ જવાનું વિચાર્યું અને તે હતી વાઈન બોટલ! એટલે સિમુ લિયુએ મિશેલ માટે મોંઘામાં-મોંઘી વાઈન બોટલ લઇ ગયો જેને જોતા જ મિશેલએ તેના હાથમાંથી ઝાપટી લીધી.

Most Popular

To Top