Charchapatra

હોળી પ્રાગટય: ગોબર સ્ટીકથી

હોળી પ્રાગટય કરી આપણે આસુરી શકિત પર વિજય મેળવવાના સંદેશ સાથે પ્રગટાવીએ છીએ. પરંતુ આ હોળી પ્રાગટય આપણે ઉચિત રીતે કરીએ છીએ ખરા ?! હોળી દરેક મહોલ્લા કે સોસાયટીના વિભાજનની ચાડી ખાય છે. વળી, હોળી પ્રગટાવવાની હોય તે પાકા ડામરના રોડને ખોતરી કાઢવામાં આવે છે. જેથી તે જગ્યા હોળી પ્રાગટયની ગરમીથી તેનો ડામર પીગળે છે અને તે વિસ્તારનો રસ્તો તૂટતો જાય છે, જેના રીપેરીંગ માટે સુરત મનપાએ ખૂબ જ મોટો ખર્ચ કરવો પડે છે. ડામરના રસ્તા ખોતરીને નુકસાન ન કરતાં ઇંટોનું ચણતર કરી તે પર હોળી પ્રાગટય કરવી જોઇએ અને લાકડાઓ મેળવવા માટે વૃક્ષોનું નિકંદન અટકાવી હવે સુરતના જ પાંજરાપોળમાં ગોબર સ્ટીકનું વેચાણ થનાર છે તો તેનો ઉપયોગ કરી વાતાવરણને ખરેખર જ પવિત્રતાની સાથે તંદુરસ્ત બનાવી શકાય છે. આયોજકો જો આ રીતે હોળી પ્રગટાવવા માટે અસમર્થ હોય તો હોળીદહનનો કાર્યક્રમ ન કરશે તો ચાલશે, પણ જાહેર રસ્તાઓ તોડવા, વૃક્ષોનું નિકંદન હવે પોષાય તેમ નથી. હોળીદહનના આયોજકોએ જાગૃતિ લાવવી ઘટે.
સુરત              – પરેશ ભાટિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top