નવી દિલ્હી: મહાઠગ સુકેશ હાલ દિલ્હીની (Delhi) તિહાડ જેલમાં (Jail) બંધ છે. હોળીના (Holi) અવસરે તેણે જેલમાંથી બોલિવૂડની (Bollywood) અભિનેત્રી જેકલિન માટે પત્ર લખ્યો છે. જે સામે આવ્યો છે. પત્રમાં હોળીની શુભકામના આપતા સુકેશે લખ્યું છે કે તેના જીવનને તે રંગોથી ભરી દેશે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે સુકેલ હાલ દિલ્હીની જેલમાં બંધ છે અને તેણે દાવો કર્યો છે કે તેના જેકલીન સાથે સંબંધ હત. જેકલીન પાછળ તેણે 10 કરોડ રુપિયાનો ખર્ચ કર્યો છે. તે ચાર વાર ચેન્નઈમાં જેકલીનને મળ્યો. ચાર્ટડ પ્લેન પાછળ પણ તેણે 8 કરોડ રુપિયાનો ખર્ચો કર્યો છે.
- પત્રમાં સુકેશે તેના પરિવાર, તેના સમર્થકો, તેના મિત્રો અને તેને નફરત કરનારાઓને પણ હોળીની શુભેચ્છા પાઠવી
- જેકલીન પાછળ સુકેશે 10 કરોડ રુપિયાનો ખર્ચ કર્યો
હોળી નિમિત્તે સુકેશે જેલમાંથી જેકલીનને જે પત્ર લખ્યો છે તેમાં લખવામાં આવ્યું છે કે મારી જેકલીનને હોળીની ખુબ ખુબ શુભેચ્છાય રંગોના આ તહેવાર પર હું તમને પ્રોમીસ કરું છું કે તમારું જીવન રંગો વગરનું થઈ ગયું છે તેને હું રંગોથી ભરી દઈશ. તમારા જીવનમાં હું એક ચમક લાવીશ જેની જવાબદારી મારી છે. તેમજ તમારા જીવનમાં તમારી ખુશીઓને 100 ગણી કરી દઈશ.
પત્રમાં જેકલીનને સંબોધીને સુકેશે લખ્યું, ‘તને ખબર છે કે હું મારી બેબી ગર્લ માટે કોઈપણ હદ સુધી જઈશ, હું તને પ્રેમ કરું છું, હસતી રે.’ પોતાની ચાલાકીથી ઘણા લોકોને છેતરનાર સુકેશે પોતાના પત્રમાં કહ્યું છે કે તે જેકલીનને પ્રેમ કરે છે અને ઈચ્છે છે કે તે હંમેશા હસતી રહે. જેકલીનને સંબોધતા સુકેશે કહ્યું છે કે તમે મારા માટે કેટલા મહત્વના છો તે તમે સારી રીતે જાણો છો. સુકેશે જેકલીનને લવ યુ પ્રિન્સેસ પણ કહ્યું છે. પત્રમાં સુકેશે તેના પરિવાર, તેના સમર્થકો, તેના મિત્રો અને તેને નફરત કરનારાઓને પણ હોળીની શુભેચ્છા પાઠવી છે.