Vadodara

શહેરમાં પુનઃ હોર્ડિંગ્સ રાજનો દોર શરૂ , કોની રહેમ નજર?

વડોદરા : સ્માર્ટ સીટી વડોદરા શહેરમાં ફરી એક વખત તંત્રની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે.શહેરમાં ફરી હોર્ડિંગ્સ રાજનો દોર શરૂ થયો છે.હરણી મોટનાથ વિસ્તારમાં નવ નિર્માણ પામી રહેલી સાઈડોના જાહેરાતોના મોટા મોટા હોર્ડિંગ્સ લોકોના જીવને જોખમ ઉભું કરી શકે તેમ છે. પાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદેસર અને ટ્રાફિકને અડચણરૂપ દબાણોનો સફાયો બોલાવવામાં આવી રહ્યો છે. પરંતુ હાલ શહેરમાં ફરી મોટા મોટા હોર્ડિંગ્સ નજરે પડ્યા છે.હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે.પણ શહેરમાં મેઘરાજા અલિપ્ત બન્યા છે.

ત્યારે રાજમાર્ગો પર લાગેલા હોર્ડિંગ્સ વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમરૂપ બન્યા છે.ગમે ત્યાં રોડ પર ખાડા કરીને ગેરકાયદેસર હોર્ડિંગ્સ લગાવવાનું શરૂ થયું છે.ત્યારે શહેરના સમાં હરણી મોટનાથ વિસ્તારમાં મોટા મોટા હોર્ડિંગ્સ લાગી ગયા છે.આ રોડ પર દરરોજ ખુબજ મોટી સંખ્યામાં વાહનચાલકોની તેમજ નગરજનોની ભારે ભીડ રહેતી હોય છે.અહીં ઘણી શાળાઓ પણ આવેલી છે.ત્યારે તેજ પવનોને કારણે જો કોઈ હોર્ડિંગ્સ ધરાશાયી થશે અને કોઈ જાનહાની થશે તો જીમ્મેદાર કોણ ? તેવા સવાલો પણ ઉઠ્યા છે. ત્યારે સત્વરે આ મામલે કાર્યવાહી કરવા જાગૃત નાગરિકે માંગ કરી હતી.

Most Popular

To Top