વડોદરા: વડોદરા શહેરમાં સર્જાયેલા પાણીના કાળા કકળાટ ને દુર કરવા માટે પાલિકાની સ્ટેન્ડીગ કમિટીના ચેરમેને કમર કસી છે. આજે એક સાથે છ પમ્પીંગ સ્ટેશનનોની ઓચિંતી મુલાકાત લેતા કેટલીક બેદરકારીઓ છતી થતા ફરજ પરના અધિકારી અને કર્મચારીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. તેમજ પમ્પીગ સ્ટેશન પર ડ્યુટી નોટીસ બોર્ડ બહાર હોવું જોઈએ, કર્મચારીઓનું આઇકાર્ડ હોવું જોઈએ એન્જીનીયરની ટીમ તપાસ માટે હોવી જોઈએ તેમ જણાવ્યું હતું.
વડોદરા સ્માર્ટ સિટીમાં અનેક સમસ્યાઓ સર્જાય છે. જેના નિરાકરણ કરવા હેતુ પાલિકાના સ્માર્ટ અધિકારીઓ કામે લાગ્યા છે. ત્યારે હર હરહમેશ બીજા નો બોધ પાઠ લઇ કામગીરી કરવા ટેવાયેલા મેયરે અન્ય શહેર કે જેતે શહેરના અધિકારીઓને બાજુ પર મૂકી પોતે જ્યાં બેસે છે તે જ પાલિકાની વડી કચેરીમાં બેસતા સ્થાયી સમીતીના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવતી કામગીરીનો બોધ પાઠ લેવો જોઈએ.
રવિવારે સ્થાયી ચેરમેને ડો. હિતેન્દ્ર પટેલે સાથે કોઈને રાખ્યા વિના શહેરના છ સુવેઝ પમ્પીંગ સ્ટેશનોની ઓચિંતી મુલાકાત લીધી હતી. જેમાં કાલાઘોડા, નરહરી, નિઝામપુરા, એરપોર્ટ, અમિતનગર અને નાગરવાડા સુવેઝ પમ્પીંગ સ્ટેશનની મુલાકાત લીધી હતી. જેમાં કેટલાક પમ્પીગ સ્ટેશનો પર ચાલતી લાલીયાવાડી છતી થઇ હતી. જયારે બે પમ્પીંગ સ્ટેશનો બંધ હાલતમાં જણાઈ આવ્યા હતા. સ્ટેન્ડી કમિટીના ચેરમેને પમ્પીંગ સ્ટેશનો પર મશીનરી બરાબર ચાલે છે કે કેમ તેમજ ડ્યુટી રજીસ્ટરની ચકાસણીની સાથે નિરીક્ષણ કરી ફરજ પર બે દરકારી દાખવનાર અધિકારી અને કર્મચારીઓને કડક સૂચનાઓ આપી હતી.
બે પમ્પિંગ સ્ટેશનો બંધ હાલતમાં જણાયાં
શહેરના છ સુવેઝ પમ્પીગ સ્ટેશનની મુલાકાત લીધી હતી. જેમાં કાલાઘોડા, નરહરી, નિઝામપુરા, એરપોર્ટ, અમિતનગર અને નાગરવાડા સુવેઝ પમ્પીંગ સ્ટેશનની મુલાકાત લીધી હતી. જયારે બે પમ્પીંગ સ્ટેશનો બંધ હાલતમાં જણાઈ આવ્યા હતા તેમાં તેમને કડક સૂચના આપવામાં આવી હતી. તેમજ પમ્પીગ સ્ટેશન પર ડ્યુટી નોટીસ બોર્ડ બહાર હોવું જોઈએ, કર્મચારીઓનું આઇકાર્ડ હોવું જોઈએ એન્જીનીયરની ટીમ તપાસ માટે હોવી જોઈએ તેમ જણાવ્યું હતું. – ડો. હિતેન્દ્ર પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન