Vadodara

હાયરે બેરોજગારી, હવે દુધની પણ ચોરી, 3 કેરેટ થેલીઓ ચોરતો અનોખો ચોર

વડોદરા: અલકાપુરી વિસ્તારમાં સામેની ગલીમાં ચાર રસ્તા એક દુકાનની ત્યાં અવર નવર દૂધની ચોરી થતી હોવાની ઘટના સામે આવી હતી. અલકાપુરી વિસ્તારમાં ચા વેચીને પોતાનું ગુજરાન ચલાવતા ચા વડાની ત્યાં ફરીવાર આજે વહેલી સવારે 6 કેરેટ ચોર દૂધ લઈને પલાયા આ અગાઉ બે દિવસ પહેલા જ અહીંયાથી ત્રણ કેરેટ ચોરાયું હતું દૂધ-ચા વેચીને ગુજરાન ચલાવતા મધ્યમ વર્ગના ચા વાળા ભાઈ અમારી સાથે વાત કરતા થઈ ગયા ભાવુક અને કહ્યું મારી ત્યાં અવારનવાર દૂધ ચોરાઈ જાય છે પોલીસ દ્વારા સીસીટીવી હોવા છતાં કેમ આ દૂધ ચોરને પોલીસ પકડથી દૂર સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરતી પોલીસ પર પણ ઉઠ્યા સવાલો એક જ દુકાનમાં કેમ વારે ઘડીએ ચોરી ભોગ બની રહ્યા છે આ ચોરથી ક્યારે છુટકારો અપાવશે તે સવાલ ઉદભવી રહ્યો છે.

Most Popular

To Top