Charchapatra

હિંદુત્વ સંકોચાઈ રહ્યું છે

સંકોચાઈ રહ્યું નથી, પણ સંકુચિત કરવામાં આપણા કટ્ટરપંથી નેતાઓનું પરિબળ ભાગ ભજવી રહ્યું છે. કટ્ટર અને ઝનૂની વિધર્મીની હરીફાઇમાં આપણને પરાણે ઉતારવામાં આવી રહ્યા છે. મત બેંક માટે પ્રજામાં પરાણે ભાગલા પાડી રહ્યા છે. સહ અસ્તિત્વની ભાવના, ભ્રાતૃત્વ, ભાઇચારો, બીજાના દુ:ખે દુ:ખી અને બીજાના સુખે સુખી એ માનવીયતાને લૂણો લગાડનારા આપણા નેતાઓને કદી માફ કરી શકાય નહિ. હિજાબ અને ભગવો ખેસ, ભગવદ્ ગીતાને શિક્ષણમાં સામેલ કરવાના તુક્કા, સેંકડો સાલથી મસ્જિદોમાં પોકારવામાં આવતી અજાન પર પ્રતિબંધ, હિંદુ મંદિરોનાં પરિસરોમાં હજારો વર્ષથી બાપદાદાઓની પેઢીથી ચાલી આવતી દુકાન અને વેપાર ધંધા, અધૂરામાં બિનસાંપ્રદાયિક કહેવાતું ભારત રાષ્ટ્રિય ભાષાના નામે ફતવો બહાર પાડી હિંદુત્વના ઐકયમાં ફાચર મારનારા કઠિયારાઓ (રાજકર્તાઓ). બહુમતી જાળવવાની મિથ્યા અને ધૃણિત કૂટનીતિથી આપણી ઇમેજ આખા જગતમાં બદનામ થઇ રહી છે. કયારેક એવો અનુભવ થઇ રહ્યો છે કે એકહથ્થુ સત્તા સરમુખત્યારશાહીમાં પલટાઇ રહી છે.
સુરત              – અનિલ શાહ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top