તાપીના ડોસવાડામાં વેદાંત ગ્રુપની હિન્દુસ્તાન ઝીંક કંપનીના લોક સુનાવણી મુદ્દે તાપી કલેક્ટર તેમજ કંપનીના ઓથોરાઈઝ્ડ પર કાયદેસરની કાર્યવાહી કરવા ભીલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ઓલપાડ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી. જ્યારે માંડવી તાલુકા છાત્ર સંગઠન દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર કંપની પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવે તો આવનારા સમયમાં વિકાસ નહીં વિનાશ સર્જાય એ બાબતે તમામ લાગતા વળગતા અધિકારીઓ તેમજ ટ્રાયબલ એરિયાના લાગતા વળગતા મંત્રીઓને જાણકારી છે.
કારણે દેશ-વિદેશના કોઈપણ રાજ્યમાં વેદાંતા કંપનીને સ્થાપવા નથી દીધી. છતાં આ ડોસવાડામાં તાપી જિલ્લાના લાગતા-વળગતા અધિકારીઓને અને નેતાઓ શા માટે અહીં કંપની સ્થાપીને લોકોના જીવન સાથે ચેડાં કરવા માંગે છે. કારણ આ કંપની કાર્યરત થવાથી એમાંથી નીકળતું પ્રદૂષણ હજારો લાખો જીવજંતુ, પક્ષીઓ, જાનવરો અને માનવ જીવન પર ખતરો પેદા થઈ શકે છે. પ્રકૃતિ સાથે ચેડાં કરનારા સામે કાયદાકીય પગલાં ભરવા જોઇએ. તા.૫/૭/૨૦૨૧ના રોજ તાપી કલેક્ટર અને લાગતા વળગતા તમામ અધિકારીઓ અને હિન્દુસ્તાન ઝીંક કંપનીના ઓથોરાઈઝ્ડે લોક સુનાવણી રાખી હજારો લોકોને એકઠા કરી કાયદાનો ભંગ કર્યો છે.
અને પોલીસ પ્રશાસને જે પહેલ કરી લોકોને લાઠીચાર્જ કર્યો છે અને કાયદા વ્યવસ્થાને નેવે મૂકીને પ્રજામાં વિરોધ તેમજ પંચાયતમાં ઝીંક કંપનીના વિરોધમાં ઠરાવ હોવા છતાં જે પ્રશાસન તેમજ ખાસ કરી તાપી કલેક્ટર અને હિન્દુસ્તાન ઝીંક કંપનીના ઓથોરાઇઝ્ડ તેમજ લાગતા-વળગતા અધિકારીઓ પર કાયદેસરના કાયદા વિરુદ્ધમાં અટકાયતી પગલાં ભરવા જોઇએ. નહીંતર આવનારા દિવસોમાં અમારા હક માટે લડત આપીશું. તો માંગરોળમાં ભીલ ફેડરેશન ઓફ ઈન્ડિયા સંગઠને મામલતદારને આવેદન પાઠવ્યું હતું.