National

RSS ના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું, હિન્દુઓ કરી રહ્યાં છે મોટી ભૂલ, લગ્ન માટે ધર્મપરિવર્તન ખોટું..

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે (RSS President Mohan Bhagwat) હિન્દુઓ મોટી ભૂલ કરી રહ્યાં હોવાનું નિવેદન કર્યું છે. ભાગવતે કહ્યું કે હિન્દુઓ લગ્ન જેવી ક્ષુલ્લક વસ્તુઓ માટે ધર્મનું પરિવર્તન કરી રહ્યાં છે, તે ખૂબ જ અયોગ્ય અને ખોટી વાત છે. (Hindus who convert for marriage are doing wrong) ભાગવતે એ વાત પર જોર આપ્યું હતું કે, હિન્દુ પરિવારના વડીલોએ યુવાનોના મનમાં હિન્દુ ધર્મ પ્રત્યે ગૌરવની લાગણી પેદા કરવી જોઈએ.

  • હિન્દુ પરિવારોમાં બાળકોનો યોગ્ય ઉછેર થઈ રહ્યો નથી. શું આપણે આપણા બાળકોને યોગ્ય સંસ્કાર આપી રહ્યાં નથી? આપણે બાળકોને ઘરમાં ધર્મ પ્રત્યે આદર, ગર્વ પૈદા થાય તેવી શિક્ષા આપવી પડશે.
  • ઘરના વડીલો પોતે ધર્મનું જ્ઞાન લે. જેથી બાળકો આવીને ધર્મ, સંસ્કૃતિ વિશે કશું પૂછે તો કન્ફ્યૂઝન નહીં થાય. તેમને યોગ્ય જવાબ આપી શકો.

ઉત્તરાખંડના હલ્દાની ખાતે આજે RSS નો એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સંઘના કાર્યકરો અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. મોહન ભાગવતે કાર્યકરોને સંબોધતા કહ્યું હતું કે, ધર્મ પરિવર્તન કઈ રીતે થાય છે? ક્ષુલ્લક સ્વાર્થ માટે, માત્ર ને માત્ર લગ્ન માટે? હિન્દુ યુવતીઓ અને યુવકો લગ્ન માટે અન્ય ધર્મને અપનાવી લે છે? જે લોકો આવું કરે છે તે ખોટું કરી રહ્યાં છે. પરંતુ તે બીજો મુદ્દો છે. ક્યાંકને ક્યાંક હિન્દુ પરિવારોમાં બાળકોનો યોગ્ય ઉછેર થઈ રહ્યો નથી. શું આપણે આપણા બાળકોને યોગ્ય સંસ્કાર આપી રહ્યાં નથી? આપણે બાળકોને ઘરમાં ધર્મ પ્રત્યે આદર, ગર્વ પૈદા થાય તેવી શિક્ષા આપવી પડશે.

RSS ના પ્રમુખે કહ્યું કે, લોકો પોતે જ ધર્મ સાથે સંકળાયેલા સવાલોના જવાબ શોધે. ઘરના વડીલો પોતે ધર્મનું જ્ઞાન લે. જેથી બાળકો આવીને ધર્મ, સંસ્કૃતિ વિશે કશું પૂછે તો કન્ફ્યૂઝન નહીં થાય. તેમને યોગ્ય જવાબ આપી શકો. આપણે બાળકોને તૈયાર કરવા પડશે. સંઘ પ્રમુખે લોકોને ભારતીય પ્રવાસન સ્થળો પર જવાની, ઘરનું ભોજન ખાવાની અને પરંપરાગત પોશાક પહેરવા વિનંતી કરી હતી.

ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવા માટે 6 મંત્ર છે

ભાગવતે કહ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવા માટે 6 મંત્ર છે. તેમાં ભાષા, ભોજન, ભક્તિ ગીત, યાત્રા, પોશાક અને ઘરનો સમાવેશ થાય છે. ભાગવતે લોકોને પરંપરાગત રીત-રિવાજો અપનાવવા માટે કહ્યું હતું. તેમણે જાતિના આધારે કોઈના સાથે ભેદભાવ ન કરવા માટે સલાહ આપી હતી.

ભારતીયોએ હંમેશા પોતાની સંપત્તિ અન્ય લોકો સાથે વહેંચી છે. મુગલોના આગમન સુધી ભારતમાં ઘણી સંપત્તિ હતી. ભાગવતે કહ્યું, ભારત 1 લી સદીથી 17 મી સદી સુધી એટલે કે દેશમાં મુગલ લૂંટ શરૂ થયા પહેલા વિશ્વનો સૌથી આર્થિક રીતે સમૃદ્ધ દેશ હતો. તેથી જ ભારતને સોને કી ચિડિયા કહેવામાં આવતું હતું.

મોબાઈલના OTT પ્લેટફોર્મ પર બાળકો શું જોઈ રહ્યાં છે તેનું ધ્યાન રાખો

મોહન ભાગવતે કહ્યું કે, OTT પ્લેટફોર્મથી બાળકોને સાવચેત કરવા જરૂરી છે. માતાપિતાએ એ જોવું પડશે કે તેમના બાળકો મોબાઈલમાં શું જોઈ રહ્યાં છે. OTT પ્લેટફોર્મ ઉપર તમામ પ્રકારની વસ્તુઓ બતાવવામાં આવે છે. આ પ્લેટફોર્મ પર જે કંઈ દર્શાવવામાં આવી રહ્યું છે તે આપણા બાળકો, આપણી સંસ્કૃતિ અને આપણા મૂલ્યો માટે કેટલું ઉપયોગી કે બિનઉપયોગી છે તે ચકાસવું પડશે. આપણા બાળકોને એ શીખવવું પડશે કે મોબાઈલમાં શું જોવું અને શું નહીં જોવું જોઈએ.

Most Popular

To Top