હાલમાં શાસક પક્ષના સભ્યો કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ પોતાના વિસ્તારના હિંદુઓને મફત બતાવી આગામી ચૂંટણી જીતવા પ્રયાસ કરી રહ્યા છે. આ પ્રયાસ હિંદુઓનું ઇમોશનલ બ્લેક મેઇલિંગ છે. આ ફિલ્મ જોવા જનારા જાગ્રત નાગરિકોએ શાસકોને પૂછવું જોઇએ કે કાશ્મીરી પંડિતોને ભગાડવાના 35 વર્ષમાં 12 વર્ષ ભાજપનું શાસન રહ્યું છે. (4 વર્ષ વાજપેયી 8 વર્ષ મોદીના) તે દરમ્યાન તમે કેટલા પંડિતોને પુન: વસાવ્યા? ગુજરાતમાં હિંદુ મુસ્લિમ મિશ્ર વસ્તીવાળા વિસ્તાર માટે ‘અશાંતધારા’ કાયદો બનાવ્યો એમાં ભેરવાયા કોણ? હિંદુઓની મિલ્કતો ન મુસ્લિમો ખરીદી શકે અને ન કોઇ બહારનો હિંદુ ત્યાં મિલ્કત ખરીદે! આમાં હજારો હિંદુ પરિવારો ભેરવાયાં છે. ગેરકાનૂની રીતે કેટલીક મિલ્કતો તબદીલ થાય છે એના રસ્તા બતાવનારા અને તબદીલ કરી આપનારા અધિકારીઓ પણ હિંદુ જ છે ને? તમારા નેતાઓ રાજકારણના બેનંબરી રૂા.ના જોરે જૂની મિલ્કતોને તાળાં મારી સોસાયટી વિસ્તારોમાં શાંતિથી જીવે છે. તમે કયાં જાશો? વિચારી લેજો. તમને ‘કાશ્મીર ફાઇલ’ બતાવનારાં તમારાં સંતાનોને ડોનેશન વગર શાળા કોલેજમાં એડમિશન કે નોકરી અપાવવા આગળ નહીં આવે. તમારા ઘરના ગેસ બીલ કે લાઇટ બીલમાં રાહત નહીં અપાવે. વધતી મોંઘવારીમાં ઘર કઇ રીતે ચલાવશો?
સુરત – જીતેન્દ્ર પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
હિંદુઓ, આ લોકોને ઓળખી લેજો
By
Posted on