ભરૂચ: વાલિયા (Valiya) તાલુકાના કોંઢ (Kondh) ગામે કઠિતપણે ગોચરની જમીનમાં વિધર્મી (Heretical) તાંત્રિકે કોઈપણ પરમિશન વગર હિંદુ દેવી-દેવતાનાં મંદિર બનાવતાં રવિવારે વીએચપી (VHP) અને બજરંગદળના (Bajrang Dal) સંગઠને હનુમાન ચાલીસા અને રામધૂનનો પાઠ કર્યો હતો. બંને સંગઠનના હોદ્દેદારોએ વાલિયા પોલીસ સ્ટેશનમાં આવીને પોલીસ અધિકારીને જણાવ્યું હતું કે, કોંઢ ગામે વિધર્મી તાંત્રિકથી ધર્માંતરણ (Conversion) અને લવ જેહાદ (Love jihad) હિંદુ સમાજમાં થવાની આશંકા છે. આ કિસ્સામાં વિધર્મી શખ્સની આવી પ્રવૃત્તિથી હિંદુ સમાજની લાગણી ભારોભાર દુભાઈ રહી છે.
- વિધર્મી તાંત્રિકે હિંદુ દેવી દેવતાના નામ પર લોકોને છેતરતો હતો, બજરંગદળએ બરાબરનો પાઠ ભણાવ્યો
- વિધર્મીએ કોઈપણ જાતની પરિમિશન વગર હિદું દેવી દેવતાઓના મંદિર બનાવ્યા
- મુસ્લિમ શખ્સ આશિફ દોરા-ધાગા કરી લોકોની ભાવના સાથે રમત રમતો હતો
વાલિયાના કોંઢ ગામે કઠિતપણે સરવે નંબર-૪૬૨ના ગોચરની જમીન ઘણા સમયથી વિધર્મી તાંત્રિકે કોઈપણ જાતની પરમિશન વગર હિંદુ દેવી-દેવતા મંદિર બનાવી દીધા હતા. રવિવારે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં આવીને કોંઢ ગામે હનુમાન ચાલીસા અને રામધૂનનો પાઠ કર્યો હતો. ત્યારબાદ હિંદુ સંગઠનો વાલિયા પોલીસ સ્ટેશનના કેમ્પસમાં આવીને કોરોના ગાઈડલાઈન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિગ પાલન કર્યું હતું. કેમ્પસમાં જ વિશ્વ હિંદુ પરિષદના જિલ્લાના જવાબદાર અજય મિશ્રાએ પીઆઈને જણાવ્યું હતું કે, કોંઢ ગામે વિધર્મી આશીફ નામના શખ્સે મહાકાળીનું મંદિર બનાવ્યું છે. અને હનુમાનજીની ડેરી પણ છે. આશીફ એ પહેલા કોસમડી ગામે કોઈ સોસાયટીમાં રહીને દોરા-ધાગા કરતો હતો. સામાન્યતઃ હિંદુ સહિત ઘણા સમાજ અશિક્ષિત લોકો વિશ્વાસ રાખતા હોય છે. જેના કારણે કોંઢ ગામે હિંદુ સમાજના લોકો જતા થયા અને છેતરતા હતા.
મુસ્લિમ શખ્સ લવ જેહાદ અને ગોરખધંધા સાથે સંકળાયેલો હોવાની આશંકા
અજય મિશ્રાએ વધુમાં પીઆઈ સમક્ષ ઘટસ્ફોટ કર્યો હતો કે, તાંત્રિક વિધિની આડમાં વિધર્મી શખ્સના ગોરખધંધામાં ધર્માંતરણ અને લવ જેહાદ પ્રવૃત્તિ પણ સંદેહ જન્માવનારો છે. કોંઢના મંદિરમાં આવીને રીતસરની ગાડી બનાવીને તેના પર બેસતો હતો. અઠવાડિયામાં મંગળવાર, શનિવાર અને રવિવારે આ પ્રક્રિયા ચલાવે છે. આ ઘટનામાં વાલિયાની એક બહેન પણ આ ચુંગાલમાં ફસાઈ ચૂક્યા છે. અગાઉ પણ વાલિયાના મહિલા પીઆઈ જાણ કરી હતી. જેથી હિંદુ માતાજીના મંદિર અને મુસ્લિમ શખ્સથી હિંદુ લોકોની લાગણી દુભાય છે. અને હજુ પણ આશીફ મુસ્લિમ ધર્મ પાળે છે એવી રજૂઆતો કરી હતી. વાલિયા પોલીસ કેમ્પસમાં વીએચપીના તાલુકાના પુષ્પરાજસિંહ ભટારા સહિત મોટી સંખ્યામાં હિંદુ સંગઠનોના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.