પાકિસ્તાન: પાકિસ્તાન (Pakistan) માં એક હિંદુ (Hindu) મહિલા (Women) ની ક્રુરતા પૂર્વક હત્યા (Murder) ની ઘટના સામે આવી છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં દયા ભેલ નામની આ મહિલા પર પહેલા સામૂહિક બળાત્કાર થયો હતો. નિર્દયતા બાદ મહિલાનું માથું કાપી નાખવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે જાનવરો આટલાથી પણ સંતુષ્ટ ન થયા તો તેઓએ મહિલાની ચામડી પણ ઉતારી દીધી.
મહિલાની ક્રુરતા પૂર્વક હત્યા
આ હૃદયદ્રાવક ઘટના સિંધના સિંધ્રોની છે, જ્યાં મહિલાની ઓળખ હિન્દુ લઘુમતી સમુદાયની દયા ભીલ તરીકે થઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિધવા મહિલાનો મૃતદેહ સરસવના ખેતરમાંથી ખૂબ જ ખરાબ હાલતમાં મળી આવ્યો હતો. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર મહિલાના શરીરથી માથું અને સ્તન અલગ કરી દેવામાં આવ્યા હતા અને તેની ચામડીની છાલ ઉતારી દેવામાં આવી હતી. આ સમાચાર સામે આવ્યા બાદ હિન્દુ સેનેટર કૃષ્ણા કુમારી સિંજહોર પહોંચી હતી. સમાચાર મળ્યા બાદ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને મહિલાના મૃતદેહને કબજે કરીને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. સિંજોરો અને શાહપુરચક્કર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ પૂછપરછ માટે મૃતક મહિલાના ઘરે પણ પહોંચી હતી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો, જલ્દી જ હત્યારાને પકડીશું
રિપોર્ટ અનુસાર વિધવા દયા ભીલની બર્બર હત્યાનો સ્થાનિક લોકોએ પણ વિરોધ કર્યો હતો. પીપલ્સ પાર્ટી ઓફ માઈનોરીટી વિંગના સંઘાર જિલ્લાના પ્રતિનિધિ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પોલીસે તેને મામલાની જાણકારી આપી અને કહ્યું કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવી ગયો છે અને જલ્દી જ હત્યારાને પકડી લેવામાં આવશે.
હિંદુ સમુદાયની પ્રથમ મહિલા સેનેટરે કર્યું ટ્વીટ
પાકિસ્તાનની હિંદુ સમુદાયની પ્રથમ મહિલા સેનેટર કૃષ્ણા કુમારીએ એક ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. તેણે લખ્યું, “એક 40 વર્ષીય મહિલાનું માથું કાપી નાખવામાં આવ્યું હતું અને તેના સ્તનો કાપી નાખવામાં આવ્યા હતા.” પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતાએ જણાવ્યું હતું કે પીડિતાના શરીર અને ચહેરાની ચામડી કપાયેલી હતી. મહિલાને ચાર બાળકો છે. મહિલાની ઓળખ હિન્દુ લઘુમતી સમુદાયની દયા ભીલ તરીકે થઈ છે, જે સિંધના સિંધ્રોની રહેવાસી છે. દયા ભેલ નામની 40 વર્ષની વિધવા મહિલાની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી અને તેની લાશ ખૂબ જ ખરાબ હાલતમાં મળી આવી હતી. તેનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું અને આખા માથાનું માંસ રફિયાઓએ કાઢી નાખ્યું હતું.આજે તેના ગામની મુલાકાત લીધી હતી. ત્યાંથી પોલીસની ટીમો પહોંચી ગઈ છે.”