આપણો દેશ અખંડિત રહેવો જોઇએ. એ માટે દેશનાં બધાં રાજયોને જોડનારી કોઇ ભાષા હોય તો તે હિંદી છે. દક્ષિણ ભારતનાં કેટલાંક રાજયો હિંદી ભાષાનો વિરોધ કરે છે તે તદ્દન ખોટું છે. દક્ષિણ ભારતની વ્યકિતઓ અહીં ગુજરાતમાં આવે છે ત્યારે તેઓ અહીં હિંદી ભાષાનો ઉપયોગ કરે છે. અરે! તેઓ ગુજરાતી ભાષા પણ શીખી જાય છે. હિંદી ભાષા આપણી રાષ્ટ્રીય ભાષા છે અને તે કાયમ રહેવી જોઇએ. દેશના સર્વે નાગરિકે એને સ્વીકારી લેવી જોઇએ. સરદાર વલ્લભભાઇ પટેલે ભારતનાં 700 રજવાડાને એક કર્યાં હતાં અને આજે દેશમાં ખાલીસ્તાનની અને નકસલવાદની માંગણી થાય એ દુ:ખદ બાબત છે. આપણા દેશના ટુકડા થવા ન જોઈએ. આપણો દેશ એક અને અખંડ રહેવો જોઇએ એ નિર્વિવાદ છે. એ માટે દેશની એક ભાષા હોવી જોઇએ અને તે હિંદી ભાષા છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને યુ.પી.માં હિંદી ચાલે જ છે. વાસ્તવમાં ભારતના દરેક રાજયોમાં પ્રા. શાળામાં હિંદી ભાષા ફરજિયાત શીખવાડવી જોઇએ. ભારત સરકાર અને દરેક રાજયની સરકારે હિંદી ભાષાને પ્રાધાન્ય આપવું જોઇએ.
નવસારી – મહેશ નાયક – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
હિંદી જ આપણી રાષ્ટ્રીય ભાષા
By
Posted on