National

હિમાચલના CM સુખવિંદર સિંહ થયા કોરોના પોઝિટિવ, PM મોદી સાથેની મુલાકાત થઈ કેન્સલ

હિમાચલ પ્રદેશ: હિમાચલ પ્રદેશના (Himacha Pradesh) મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ (Cm Sukhwinder Singh Sukhu ) કોરોના પોઝિટિવ (Corona Positive) થયા હોવાનું જાણવા મળ્યું છે. મુખ્ય પ્રધાન સુખુને ગળામાં દુખાવો હતો, જેના પછી 18 ડિસેમ્બરે તેમના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. સોમવારે રિપોર્ટ આવ્યા બાદ સુખવિંદર સિંહ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત પહેલા તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે પીએમ મોદી સાથેની તેમની મુલાકાત કેન્લસ કરવામાં આવી શકે છે.

આજે પીએમ મોદી સાથે મુલાકાત થવાની હતી
મળતી માહિતી અનુસાર હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ કોરોના પોઝિટિવ આવ્યા છે અને હવે મુખ્યમંત્રી સુખુ દિલ્હીના હિમાચલ સદનમાં ત્રણ દિવસ માટે ક્વોરેન્ટાઇન રહેશે. તમને જણાવી દઈએ કે હિમાચલના સીએમ છેલ્લા ત્રણ દિવસથી દિલ્હીના પ્રવાસે છે. રાજસ્થાનમાં રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો યાત્રામાં મુખ્યમંત્રી સુખુએ પણ ભાગ લીધો હતો. પરંતુ બાદમાં દિલ્હી પરત ફર્યા હતા.

દિલ્હીમાં સુખુ છેલ્લા બે દિવસમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત પાર્ટીના અનેક નેતાઓને મળ્યા હતા અને હિમાચલ કેબિનેટની રચના અંગે પણ ચર્ચા કરી હતી. હિમાચલના સીએમને સોમવારે વડાપ્રધાન મોદીને મળવાની પણ યોજના હતી. આ માટે પીએમઓ પાસેથી સમય પણ માંગવામાં આવ્યો હતો, પરંતુ હવે તેમના કોરોના પોઝિટિવ હોવાને કારણે બેઠક મોકૂફ રાખવામાં આવી છે. જણાવી દઈએ કે સુખવિંદર સિંહ સુખુએ હાલમાં જ હિમાચલના 15માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલા સુખુ હિમાચલ કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

આ અગાઉ હિમાચલ પ્રદેશની ચૂંટણી પહેલા સુખવિંદર સિંહ સુખુએ કહ્યું હતું કે કોંગ્રેસના હિમાચલ પ્રદેશ એકમમાં કોઈ ઝઘડો નથી અને મુખ્યમંત્રી પદ માટે સ્પર્ધા છે કારણ કે ત્યાં ત્રણ-ચાર દાવેદારો હતા. તેમણે કહ્યું કે જો કંઈક ખોટું થયું હોત તો રાજસ્થાન જેવી સ્થિતિ સર્જાઈ હોત.

તેમણે કહ્યું કે રાજ્યમાં કોંગ્રેસનો કોઈ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાશે નહીં અને પાર્ટીની સરકાર લોકો માટે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે સરકાર પ્રથમ કેબિનેટ બેઠકમાં સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાનું વચન પૂરું કરશે.

સુખુએ કહ્યું, અમે નાણા સચિવ સાથે વાત કરી છે. વ્યૂહરચના હેઠળ, આપણે જાણીએ છીએ કે આપણે ક્યાંથી સંપત્તિ ઉત્પન્ન કરવી છે અને આપણે ક્યાં રોકાણ કરવાનું છે. અમે જૂની પેન્શન યોજના શરૂ કરવા પર કામ કર્યું છે અને અમે તેને પ્રથમ કેબિનેટ બેઠકમાં રજૂ કરીશું. જ્યારે તેમના મંત્રીમંડળના વિસ્તરણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તે ટૂંક સમયમાં થશે. તેમણે કેટલાક ધારાસભ્યો દ્વારા મંત્રી પદ માટે એકત્રીકરણના સમાચારને નકારી કાઢ્યા હતા.

Most Popular

To Top