નવી દિલ્હી(NewDelhi): સોમાલિયા (Somalia) નજીક એક જહાજનું હાઇજેક (Ship Highjack) કરવામાં આવ્યું છે, જેમાં 15 ભારતીય ક્રૂ મેમ્બર સવાર છે. ‘એમવી લીલા નોર્ફોક’ (MV Leela Norfolk) નામના આ જહાજને સોમાલિયાની દરિયાઈ સરહદ પાસે હાઈજેક કરવામાં આવ્યું છે. હાઈજેકની માહિતી મળ્યા બાદ ભારતીય નૌકાદળ (Indian Navy) સક્રિય થઈ ગયું છે.
નેવીએ તેના એક યુદ્ધ જહાજ INS ચેન્નાઈને (INS Chennai) અપહરણ કરાયેલા જહાજ તરફ મોકલ્યું છે. નેવીનું કહેવું છે કે અમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છીએ. ભારતીય નૌકાદળના અધિકારીઓના જણાવ્યા અનુસાર અપહરણ કરાયેલું જહાજ ‘એમવી લીલા નોરફોક’ હતું. સર્ચ માટે કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.
ગુરુવારે સાંજે તેના અપહરણની માહિતી મળી હતી. સોમાલિયાના કિનારેથી હાઇજેક કરાયેલા આ જહાજ પર લાઇબેરિયાનો ધ્વજ છે. ભારતીય નૌકાદળના વિમાન સતત જહાજ પર નજર રાખી રહ્યા છે. ક્રૂ મેમ્બર સાથે કોમ્યુનિકેશન સ્થાપિત કરવામાં આવ્યું છે. જહાજની અંદર તમામ ક્રૂ મેમ્બર સુરક્ષિત છે.