National

હિજાબ વિવાદ અંગેનો ચુકાદો સંભળાવનાર જજને મળી હત્યાની ધમકી, અપાઈ Y કેટેગરીની સુરક્ષા

કર્ણાટક: કર્ણાટકમાં હિજાબ વિવાદ (Hijab Vivad ) અંગે ચુકાદો સંભળાવનાર હાઈકોર્ટના (High court) જજને (Judge) જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સોશિયલ મીડિયા (Social Media) પર એક ધમકી (Threat) ભર્યો વીડિયો (Video) સામે આવ્યો છે. જેમાં હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ઋતુરાજ અવસ્થીને ધમકી મળી હતી. એડવોકેટ ઉમાપતિએ આરોપ લગાવ્યો છે કે તેમને વોટ્સએપ પર એક વીડિયો મેસેજ મળ્યો હતો. જેમાં ચીફ જસ્ટિસ ઋતુરાજ અવસ્થીને ‘હત્યાની ધમકીઓ’ આપવામાં આવી હતી. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે અમને ખબર છે કે ચીફ જસ્ટિસ મોર્નિંગ વોક માટે ક્યાં જાય છે. આ અંગે વકીલે રજિસ્ટ્રારને પત્ર લખી માહિતી આપી હતી. ત્યારબાદ પોલીસે અજાણ્યા આરોપીઓ વિરૂદ્ધ કેસ નોંધ્યો છે.

કર્ણાટકના મોટાભાગના વિસ્તારોમાં હિજાબ વિવાદનો મુદ્દો બની ગયો હતો. જે બાદ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે હિજાબ આવશ્યક ધાર્મિક પ્રથા નથી. હવે આ મામલે એક નવી જાણકારી સામે આવી છે. ચુકાદો આપનાર જજોને ધમકી ભર્યો વીડિયો મળ્યો છે. જે બાદ કર્ણાટકનાં મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ જજોને Y શ્રેણીની સુરક્ષા આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે હિજાબ વિવાદમાં ચુકાદો સંભળાવનાર જજોને Y કેટેગરીની સુરક્ષા અપાશે. આ સાથે જ જજને મળી રહેલી ધમકીઓ અંગે IGને તપાસની સુચના આપવામાં આવી છે.

ધમકી ભર્યા વીડિયો અંગે વકીલે કહ્યું, “હું વીડિયો જોઈને ચોંકી ગયો હતો અને તેથી મેં તરત જ (હાઈકોર્ટ) રજિસ્ટ્રારનો સંપર્ક કર્યો હતો.” વીડિયો મેસેજ (વોટ્સએપ વીડિયો) મળ્યો, જે તમિલ ભાષામાં છે. વકીલે આરોપ લગાવ્યો કે વીડિયો “તમિલનાડુ (કદાચ મદુરાઈ જિલ્લો) થી મોકલવામાં આવ્યો છે.” ધમકીમાં ઝારખંડના જજની હત્યાનો પણ ઉલ્લેખ છે. તમને જણાવી દઈએ કે હિજાબ પર કોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ધમકીભર્યો વીડિયો સામે આવ્યા બાદ હિજાબ વિવાદ કેસમાં ચુકાદો આપનાર 3 જજોને Y શ્રેણીની સુરક્ષા આપવાની જાહેરાત કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર પોલીસ દ્વારા હાઈકોર્ટના જજને ધમકી આપવાના મામલામાં બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે કોવઈ રહેમતુલ્લા નામના વ્યક્તિની તિરૂનાલવેલીથી ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બીજા 44 વર્ષીય જમાલ મોહમ્મદ ઉસ્માનીની તંજવુરમાંથી ધરપકડ કરવામાં આવી છે.

Most Popular

To Top