ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી ભરતીને લઈને વિવાદો ચાલી રહ્યા છે. ત્યારે PSIની ભરતી પ્રક્રિયા વિવાદ પર હાઈકોર્ટમાં (High Court) સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકારને (State Government) પોતાનું વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું. સાથે જ હાઈકોર્ટે ઉમેદવારોને કહ્યું કે પરીક્ષાની (Exam) તૈયારી ચાલુ કરી દો. કોર્ટ સમક્ષ ફરિયાદ આવશે તો ન્યાય જરૂર મળશે. ઉમેદવારો દ્વારા PSIની ભરતી પરીક્ષાના પરિણામ પ્રક્રિયામાં અન્યાય થયો હોવાના મુદ્દે હાઈકોર્ટમાં અરજી કરી હતી. નોંધનીય છે કે PSIની ભરતી પરીક્ષા GPSC પેર્ટન તરીકે લેવામાં આવી હતી. પરંતુ તેનું પરિણામ GPSC પેર્ટન તરીકે આપવામાં આવ્યું ન હતું. તેથી નારાજ ઉમેદવારોએ કોર્ટ સમક્ષ ફરિયાદ કરતા અરજી કરી હતી.
5જૂનથી એડમિડ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે
રાજ્યમાં તાજેતરમાં લેવાયેલી PSIની ભરતી પરીક્ષાનું (Exam) પરીણામ (Results) જાહેર કરવામાં આવ્યું હતું. હાઈકોર્ટે સુનાવણી દરમિયાન રાજ્ય સરકારને પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું હતું. આ સાથે ઉમેદવારોને આશ્વસન આપતા કહ્યું હતું કે ઉમેદાવારો પરીક્ષાની તૈયારી ચાલુ કરી દો. ઉલ્લેખનીય છે કે ઉમેદવારો 12 જૂન અને 19 જૂનના રોજ લેવાનારી PSIની પરીક્ષામાં GPSC પેટર્ન પ્રમાણે ભરતી કરવાની અરજી કરી છે. 12 જૂનની પરીક્ષાના એડમિટ કાર્ડ 5 જૂનથી ડાઉનલોડ કરી શકાશે. નોંધનીય છે કે રાજય સરકારે 1 જૂન સુધીમાં ફરિયાદ મુદ્દે વલણ સ્પષ્ટ કરશે. અને કોર્ટ સમક્ષ જવાબ રજુ કરે.
ઉલ્લેખનીય છે કે PSIની ભરતી પરીણામમાં કુલ જગ્યાની સામે પર્યાપ્ત મેરિટ લીસ્ટમાં ઉમેદવારોનો સમાવેશ નહીં કરાયા હોવાની રજૂઆત કરવામાં આવી હતી. આ મુદ્દે ઉમેદવારો દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે ભરતી બોર્ડ અને રાજ્ય સરકારને અરજન્ટ નોટિસ મોકલી જવાબ રજૂ કરવા કોર્ટે હૂકમ કર્યો હતો. ત્યારે આજે કોર્ટે સુનાવણી કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાક ભરતી પરીક્ષા અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરે.
નોંધનીય છે કે ઉમેદવારોની માંગ અને રજૂઆત છે કે ઉમેદવારોની કેટેગરી અનુસાર કુલ જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોને મેરિટમાં સમાવેશ કરવો જોઇએ પરંતુ તેમ કરવામાં આવ્યું નથી. જેમ કે ST, SC OBC અને બિનઅનામત વર્ગના ઉમેદવારોની કેટેગરી અનુસાર કુલ જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોને મેરિટમાં સમાવાશે કરવો જોઈએ પરંતુ ભરતી બોર્ડે તમામ કેટેગરી મળીને ત્રણ ગણા ઉમેદવારોનો મેરિટમાં સમાવેશ કરી દીધો છે. જે અંગે ઉમેદવારોએ હાઈકોર્ટમાં ફરિયાદ કહી હતી.
રાજ્યમાં સરકારી ભરતી કૌંભાડને ધ્યાનમાં રાખીને PSIની પરીક્ષા GPSC પેટર્નમાં લેવામાં આવી હતી. અને GPSC પેટર્નમાં જ તેના પરીણામનું મેરિટ લીસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ ઉમેદવારોની ફરિયાદ છે કે જે તે કેટેગરી અનુસાર પરીણામના ત્રણ ગણા ભાગમાં ઉમેદવારોનું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું નથી. નોંધનીય છે કે રાજ્યમાં 6 માર્ચ 2022ના રોજ PSIની ભરતી માટે પ્રિલિમીનરી પરીક્ષા યોજાઇ હતી. કુલ 1382 જગ્યા માટે 88,880 ઉમેદવારો પરીક્ષા આપી હતી. જ્યારે ભરતી બોર્ડે જારી કરેલા પરિણામમાં 4311 ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય જાહેર થયા છે. આ ઉમેદવારો 5 જૂને વેબ સાઈટ પરથી એડમિડ કાર્ડ મેળવી શકશે.