Gujarat

55 દિવસથી જેલમાં બંધ દેવાયત ખવડની મુશ્કેલીઓ વધી, હાઈકોર્ટે જામીન અરજી ફગાવી

અમદાવાદ: મયૂરસિંહ રાણા પર જીવલેણ હુમલાના (Attack) કેસમાં સંડોવાયેલા લોક સાહિત્યકાર દેવાયત ખવડની (Dewayat Khawad) મુશ્કેલી વધી છે. હાઈકોર્ટે (High court) લોક સાહિત્યકાર દેવાયત ખવડની રેગ્યુલર જામીન (regular bail) અરજી ફગાવી દીધી છે. કોર્ટેના જણાવ્યા અનુસાર કેસમાં ચાર્જસીટ ફાઈયલ થયા બાદ આરોપી ફરીથી અરજી કરી શકશે. આ પહેલા પણ દેવાય ખવડે રાજકોટની સેશન્સ કોર્ટમા જામીન માટે અરજી કરી હતી. જેને કોર્ટે ફગાવી દેતા ખવડે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

રોજકોટમાં 7 ડિસેમ્બરના રોજ દેવાયત ખવડ અને તેના સાથી મિત્રો દ્વારા મયૂરસિંહ રાણા પર હુમલો કરાયો હતો. આ મામવે એ-ડિવિઝન પોલીસ સ્ટેશને દેવાયત ખવડ અને તેના મિત્રો સામે ગુનો નોંધાયો હતો. દેવાયત ખવડ 10 દિવસ સુધી ફરાર રહ્યો હતો પરંતુ 10માં દિવસે તેણે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યપં હતું. ત્યાર બાદ પોલીસ દ્વારા દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 19મી ડિસેમ્બરે ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગણી કરી ન હતી અને ત્રણેય આરોપી સહિત દેવાયત ખવડને જેલમાં ધકેલી દીધા હતા. કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા 55 દિવસથી દેવાયત ખવડ જેલમાં બંધ છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ધોળા દિવસે ક્ષત્રિય સમાજના મૂળ ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના યુવક પર લાકડી વડે દેવાયત ખવડ સહિત તેના સાથી મિત્ર દ્વારા જીવલેણ હુમલો કર્યો હતો. ઘટના બની તેના થોડા સમય બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ધોળા દિવસે ક્ષત્રિય સમાજના યુવક પર હુમલા કરતા ક્ષત્રિય સમાજના લોકો દ્વારા દેવાયત ખવડની તસવીરને સળગાવવામાં આવી હતી. આ ઉપરાંત ધ્રાંગધ્રા તાલુકામાં કોઈપણ જગ્યાએ દેવાયત ખવડનો પ્રોગ્રામ નહિ કરવા દેવાની ચીમકી ઉચ્ચારી હતી.

રોજકોટમાં લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને તેની સાથી મિત્રો દ્વારા કરવામાં આવેલો જીવલેણ હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. આ ઘટના એ ડિવિઝન પોલીસે કાવતકાની કલમ ઉમેરવા કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં કાવતરૂં રચીને દેવાયત ખવડ અને તેના સાથીઓએ મયુરસિંહ રાણા પર હુમલો કર્યાનો ઉલ્લેખ કરાયો હતો. આ કેસની તપાસ દરમિયાન પોલીસને મયુરસિંહની ઓફિસ પાસે રેકી કર્યાના CCTV ફૂટેજ મળી આવ્યા હતા.  

Most Popular

To Top