Gujarat

સંભવિત ત્રીજી લહેરને લઈને સરકારે આગોતરા આયોજન અંગે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું

ગુજરાત હાઇકોર્ટમાં કોરોના સંદર્ભે ચાલી રહેલી સુનાવણીમાં આજે રાજ્ય સરકાર દ્વારા સંભવિત કોરોનાની ત્રીજી લહેરને લઈને કરાયેલા આગોતરા આયોજન અંગે હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. હાઈકોર્ટ અગાઉ સુનાવણી વધે આગામી સંભવીત ત્રીજી લહેર માટે રાજ્ય સરકાર શું પગાલ લઈ રહી છે, તે અંગેનું સોગદનામું રજુ કરવા રાજ્ય સરકારને આદેશ ક્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંદનામા જણાવવામાં આવ્યું છે કે, ત્રીજા લહેરની સંભાવનાને પગલે આગોતરૂં આયોજન હાથ ધરાયું છે. જેમાં જુદી જુદી હોસ્પિટલોમાં એક લાખથી વધુ ઓક્સિજન બેડ ઊભા કરવાનું આયોજન છે, તેમજ 30 હજારથી વધુ આઈસીયુ બેડનું આયોજન પણ છે. વધુમાં 15 હજારથી વધુ વેન્ટિલેટર બેડ પણ ઉભા કરવામાં આવી રહ્યા છે. સંભવિત ત્રીજી લહેર બાળકોને વધુ અસર કરશે તે જોતાં હોસ્પિટલોમાં પીડિયાટ્રિક વોર્ડ સાથે, 2૦૦૦થી વધુ બેડની વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ તમામ સાથે ઓક્સિજનની ક્ષમતા પણ વધારવામાં આવશે. વધુમાં લોકોને વધુ સારી સારવાર મળી રહે તે માટે મેડિકલ, પેરા મેડિકલ, નર્સિંગ સહિતના સ્ટાફની મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કરાર આધારિત ભરતી પણ સરકાર દ્વારા કરવામાં આવે છે. રાજ્યમાં આરોગ્યની સુવિધાને વધુ સુદ્રઢ બનાવવા માટે નોડલ ઓફિસરોની નિમણુક પણ કરવામાં આવી છે. જેઓ કોરોનાની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

Most Popular

To Top