નવી દિલ્હી : હિંડનબર્ગના (Hindenburg) અહેવાલ બાદ અદાણી ગ્રુપની (Adani Group) દશા શરુ થઇ ગઈ હોઈ તેવું લાગી રહ્યું છે. હિંડનબર્ગ બાદ હવે નોર્વેના (Norway) વેલ્થ ફંડે (Wealth Fund) એવો દાવો રજુ કર્યો છે કે અમે પણ અદાણી સમૂહ ઉપર બે વર્ષનો અભ્યાસ કર્યો હતો અને હવે ત્યાર બાદ જ આ નિર્ણય લીધો છે. નોર્વેના વેલ્થ ફંડે હવે અદાણી કંપનીને તેની ભાગીદારીને વેચી દીધી છે. કુલ 1.35 કરોડ ડોલરના વેલ્થ ફંડને હાલના સપ્તાહ દરમ્યાન તેને અદાણી ગ્રુપ કંપનીમાં તેના બચેલા કુચેલા શેરને પણ વેચી દીધા છે. વધુમાં ફંડના ઈએસજી રિસ્ક મોનીટરીંગના હેડ કિર્સ્ટોફર રાઇટે જણાવ્યું હતું કે ‘અમે ઇએસજીના ઈશ્યુ ઉપર આડણી સમૂહ ઉપર મોનીટંરીગ કર્યું હતું.’ ફંડે વર્ષ 2014થી વર્ષ 2022ના અંત સુધી કુલ 5 અદાણી કંપનીના શેરને વેચી નાખ્યા છે. ફંડે પણ અદાણીના પોર્ટસ સહીતની ત્રણ કંપનીઓમાં મોટું રોકાણ કર્યું હતું. હવે આ ઝટકાને લઇ ચોક્કસ કહી શકાય કે હિડનબર્ગ બાદ હવે નોર્વેના વેલ્થ ફંડ દ્વારા ઉઠાવેલા પગલાંથી અદાણી ગ્રુપને બેવડો ઝટકો લાગી ગયો છે.
નોર્વે વેલ્થે વર્ષ 2022ના અંતમાં ફરીથી શેર વેચ્યા હતા
નોર્વેના વેલ્થ ફંડે પણ હવે હિંડનબર્ગ જેવો જ સજ્જડ દાવો કર્યો છે કે તેમણે પણ અદાણી ગ્રુપ ઉપર સતત નજર રાખી હતી એટલુંજ નહિ તેમને અદાણીના શેર વેચવાનું ચાલુ રાખ્યું હતું. અંતે વર્ષ 2022માં છેલ્લામાં છેલ્લા શેર પણ તેમણે વેચી નાખ્યા હતા.વધુમાં ક્રિસ્ટોફરે કહ્યું હતું કે, તેમને અદાણી ગ્રુપમાંથી તેમની ભાગીદારી પણ ઘટાડી દીદી છે. વર્ષ 2022 અંત સુધીમાં નોર્વેના આ વેલ્થ ફંડ પાસે અદાણી ગ્રીન એનર્જીના 52.7 મિલિયન ડોલરના શેરો હતા. અને અદાણીના ટોટલ ગેસમાં 83.6 મિલિયન ડોલરની ભાગીદારી હતી તો બીજી તરફ અદાણી પોર્ટમાં 63.4 મિલિયન ડોલરના કિંમતની ભાગીદારી કરી હતી.
અને આ સાથે અદાણી ગ્રુપને લાગી રહ્યા છે ઝટકા પર ઝટકા
હાલ અદાણી ગ્રુપને એક બાદ એક ઝટકાઓ મળી રહ્યા છે ત્યારે હવે .બુધવારે અદાણી ગ્રુપ દ્વારા સૌથી મોટા અને વિદેશી રોકાણ કરતાં રોકાણ ટોટલ એનર્જીએ પણ કહ્યું હતું કે અમે પણ ગ્રુપમાં કરેલી હાઇડ્રોજન પ્રોજેક્ટમાં કરેલી ભાગીદારીને હોલ્ડ ઉપર મૂકી દીધી છે.ટોટલ એનર્જી ગ્રુપે કહ્યું હતું કે હાલતો તેઓ પણ હિંડનબર્ગના આરોપોના અહેવાલો ઉપરની સ્પષ્ટતાઓ ઉપર પ્રતીક્ષા કરી રહ્યા છે.આ ઉપરાંત એમએસસીઆઈના પબ્લિક માર્કેટમાં ટેડ માટે આશાનીથી ઉપલબ્ધ અદાણી ગ્રુપથી જોડાયેલા શેરની સંખ્યાઓની રીવ્યુ અંગેની ઘોષણા કરી છે. જેને લઇને અદાણી કંપનીના શેરોમાં મોટો ઘટાડો પણ નોંધ્યો છે.
અદાણીના શેરોમાં પણ સતત કડાકો બોલી ગયો
ગુરુવારે અડનાઇ ગ્રુપના શેરમાં સતત કડકો બોલ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. શેર માર્કેટના સૂત્રો મુજબ અદાણી એન્ટરપ્રીઝીઝના શેરોમાં 10.72 ટકાનો કડાકો બોલી ગયો છે. બીજી તરફ અદાણી પોર્ટના શેરોમાં 2.90 ટકા જેટલો કડાકો બોલી ગયો હતો. અદાણી પાવર,અદાણી ટ્રાન્સમીશન,અદાણી ટોટલના શેરોમાં આજે લોવર સર્કિટ લાગ્યો છે. જયારે અદાણી ગ્રીનના શેરમાં 4.96 જેટલી ટકાવારી સાથે નીચો જઈને બંધ થયો હતો. એકમાત્ર અદાણીના વિલ્મર શેરમાં જ અપર સર્કિટ લાગ્યો હતો.