હે અપના દિલ તો આવારા, હે…હે…હે…હે…હે…હે…હે…હે…હે…
હે અપના દિલ તો આવારા, ના જાને કિસ પે આયેગા (૨)
હસીનોને બુલાયા, ગલે સે ભી લગાયા, બહુત સમજાયા, યેહી ના સમજા (૨)
બહુત ભોલા હે બેચારા, ના જાને કિસ પે આયેગા
હે અપના દિલ તો આવારા, ના જાને કિસ પે આયેગા
અજબ હે દીવાના, ના ઘર ના ઠીકાના, જમીંસે બેગાના, ફલકસે જૂદા (૨)
યે એક તૂટા હુઆ તારા, ના જાને કિસ પેઅ ાયેગા
હે અપના દિલ તો આવારા, ન જાને કિસ પે આયેગા
જમાના દેખા સારા, હે સબકા સહારા, યે દિલ હી હમારા, હુઆ, ને કિસીકા (૨)
સફરમેં હે યે બંજારા, ન જાને કિસ પે આયેગા
હે અપના દિલ તો આવારા ન જાને કિસ પે આયેગા
હુઆ જો કભી રાજી, તો મિલા નહીં કાજી, જહાં પે લગી બાજી, વહીં પે હારા (૨ો
જમાને ભરકા નાકારા, ના જાને કિસ પે આયેગા
હે અપના દિલ તો આવારા ન જાને કિસ પે આયેગા
ગીતકાર: મજરુહ સુલતાનપુરી સ્વર: હેમંતકુમાર સંગીત: સચિન દેવ બર્મન ફિલ્મ: સોલવા સાલ દિગ્દર્શક: રાજ ખોસલા વર્ષ: 1958 કલાકારો: દેવ આનંદ, વહીદા રહેમાન, બિપીન ગુપ્તા, સુંદર, જગદીપ, કમ્મો, શીલા વાઝ.
એક ઉંમરે બધાનું દિલ આવારા હોય છે. છોકરાઓનું જરાક વધારે. કમાલ એ છે કે મજરુહ સાહેબે આ આવારગી પકડી અને પંકિતમાં ફેરવી. પણ તેમાં માત્ર આવારગી નથી બલ્કે એ પોતાને જ પૂછે છે કે ખબર નહીં તે કોનીપર વારી જશે… કોને પ્રેમ કરશે. યુવાનીમાં આ હૃદય મનના રઝળપાટ ઓછા નથી હોતા. કોઇ પોતાને ગમી જાય, કોઇને પોતે ગમી જાય પણ એ બંને વખતે કશું નક્કી ન થાય. બહુ અવઢવ હોય, સંબંધ બાંધવા વિશે. જો ગીત યુવાનીમાં જે મસ્તી હોય, આવારગીનો ય સ્વીકાર હોય એ ભાવથી ગવાયેલું છે એટલે ગંભીરતા વિના જસ્ટ બયાન કરે છે ને કહે છે કે હસીનોને બુલાયા, ગલે સે ભી લગાયા, બહુત સમજાયા, યે હી ના સમજા. તક તો મળી છે. એટલું જ નહીં તેણે આલિંગન પણ આપેલું અને બહુ સમજાવેલું ય ખરું. પણ એ ન જ સમજયું. શું કરવું? બિચારું આ હૃદય બહુ ભોળુ છું. જે મળી તે નથી ગમી તો હવે ખબર નથી તેને કોણ ગમશે.
યુવાનીમાં એક પ્રકારની દિશાહીનતાનો અનુભવ અનેકને થતો હોય છે. ઘરહોય પણ ઘરમાન ચેન ન વળે. જમીન પર હોય પણ તેનાથી પારકું અનુભવાય અને આકાશ પાછું પોતાનું ન લાગે. એક નાનીશી પંકિતમાં મજરુહ સાહેબ એક અવસ્થા આલેખી દે છે કે અજબ છે એની ઘેલછા. ઘર નથી કે નથી કોણ ઠેકાણુ, નથી જમીન સાથે મેળ નથી આકાશ પોતાનું લાગતું. ખબર નહીં આ તૂટેલો તારો કોને વરશે, કોને પસંદ કરશે? તૂટેલો તારો જોઇ લોકો પોતાના હૃદયની ઇચ્છા પ્રગટ કરતા હોય છે. મજરુહ એ વાત ખૂબ સહજતાથી વણી લે છે. ને ગીતમાં પ્રાસ ઉપરાંત ઉચ્ચારથી પ્રગટ થતો લય હોય તે એક પ્રકારની ગતિ અનુભવાય. અહીં દીવાના શબ્દ ઠીકાનાથી આગળ વધે ને એ ક્રમમાં બેગાના આવે. ભાષા ક્રીડા છે પણ ગીતમાન રહીને ગીત સર્જે છે.
ગીતનો ત્રીજો અંતરો પણ હળવાશ સાથે જ આત્મકથનને આગળ વધારે છે. આખી દુનિયા જોઇ ને જોયું કે બધાને જ સહારો હોય છે, આધાર હોય છે પણ અમારું આ દિલ છે જે કોઇનું ન થયું. શું કરવું? એ વણઝારા સમું અમારું હૃદય સફરમાન છે, ખબર નહીં કોને પસંદ કરશે? અહીં પણ સારા સાથે સહારા ને પછી હમારા છે. ગીતનો ભાવ રમતિયાળ રીતે આગળ વધે તે જરૂરી હતું અને મજરુહ સાબે એ શરત પૂરી કરે છે. ને છેલ્લો અંતરો. કયારેક એવું ય બન્યું કે કોઇ ગમીય ગઇ ને તેને અમેય ગમી ગયા પણ ત્યારે અમને કાયમ માટે ભેગા કરનાર કાજી ન મળ્યા. છટ્ જવા દો. જયાં બાજી બરાબર લાગી ત્યાં જ હારવાનું થયું. હવે આખી દૂનિયાએ જેને નકાર્યો છે, ધિક્કાર્યો છે તેનું હૃદય કોની પર ફીદા થશે તે ખબર નથી. અમારું દિલ તો આવારા છે, ખબર નહીં કયાં તેનું ઠેકાણે પડશે.મજરુહ સાહેબે દેવઆનંદનું પરદા પરનું વ્યકિતત્વ પકડી અનેક ગીતો લખ્યા છે અને અનુભવશો કે તેઓ ચરિત્રની રેખાઓ મૂળમાં રહીને પકડે છે. સચિન દેવ બર્મનને ગમતા ગીતકારોમાં એક મજરુહ હતા.
આ ગીત માટે તેમણે હેમંતકુમારનો અવાજ પસંદ કર્યો છે. એક સંગીતકાર બીજા સંગીતકારના અવાજને તરત સ્વીકારે નહીં પણ બંને ગુણીજન હતા. ને હેમંતકુમારે ગીતનાં મિજાજને પકડીને મસ્તીથી ગાયું છે અને હા, આ ગીત મુંબઇની લોકલ ટ્રેનમાં ગવાય છે. વહીદાજી એકદમ યુવાન છે. ગીતને યુવાન બનાવનારું તત્વ વહીદાજી ને દેવસાબ પણ છે તે તમને ગીત જોતાં અનુભવાશે.
–બ.ટે.