મહામરીની વાતો ચાલી રહી હતી અને વાતાવરણમાં તણાવ ફેલાયો હતો ત્યારે એક શખ્સની નોકરી કદાચ જતી રહી હતી સાથે જ તેના માથા પરથી છત પણ જતી રહી હતી પણ દિલ્હીથી પોતાના ગામ જવા માટેનો તેનો જુસ્સો ભાંગ્યો ન હતો. તે પોતાના બાળકને જન્મ લેતાં જોવા માગતો હતો આ માટે 600 કિલોમીટરથી પણ દૂર આવેલા તેના ગામ જવા તે નીકળ્યો હતો.
કોરોના વાયરસને અટકાવવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 24 માર્ચના રોજ સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરી હતી. દિલ્હીના રાજૌરી ગાર્ડનમાં ડેલી વેજીસ પર મજૂરી કરતો મુકેશ મોર્ય 28 માર્ચના રોજ 650 કિ.મી. દૂર આવેલા મુસાફીરખાના (ઉ.પ્ર.) ગામ જવા નીકળ્યો હતો. તે સમયે કોઈ ટ્રેન ચાલી રહી ન હતી અને બહુ ઓછી બસો હતો. તેના ઘરે જવાના માર્ગ બંધ થઈ ગયા હોય એવું લાગી રહ્યું હતું.
કહેવાય છે ને ‘જહાં ચાહ વહાં રાહ’ તે વાત 22 વર્ષીય મોર્ય પર સાચી સાબિત થઈ હતી, તે રવિવારની સાંજે પોતાના ઘરે પહોંચવામાં સફળ થયો હતો.
ઘર સુધી પહોંચવા માટે તેને કેટલાંક કલાકો સુધી ચાલવું પડયું હતું, કેટલાંક કલાક સુધી રાહ જોવી પડી હતી અને 3 ગીચોગીચ ભરાયેલી બસોની મુસાફરી કરવી પડી હતી જેમાં સોશિયલ ડિસ્ટેન્સીંગના ઘજાગરા ઉડી રહ્યા હતા.
મોર્યએ કહ્યું હતું, ‘હું સમય પર પહોંચી ગયો હતો. જ્યારે હું મારા ગામ પહોંચ્યો મારા પત્નીને પ્રસવ પીડી શરૂ થઈ હતી. અમે તેને એમ્બ્યુલન્સમાં હૉસ્પિટલ લઈ ગયા હતા’.
મોર્યના પત્નીએ એક બાળકીને જન્મ આપ્યો હતો અને તે બહુ જ ગૌરાન્વિત અનુભવી રહ્યો છે.
અહીં લોકડાઉનમાં યુવકે પોતાના નવજાત બાળકને જોવા 650 કિ.મી.ની આકરી મુસાફરી કરી
By
Posted on