National

અરબી સમુદ્રમાં ONGCનાં હેલીકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડીંગ: 6ને બચાવી લેવાયા, 3 લોકો ગુમ

મુંબઈ: ONDCનાં હેલીકોપ્ટર(Helicopter) સાથે મોટો અકસ્માત સર્જાયો હતો. મંગળવારનાં રોજ મુંબઈ(Mumbai) નજીક હેલિકોપ્ટરનું ઈમરજન્સી(Emergency) લેન્ડિંગ(Landing) કરવામાં આવ્યું હતું. બોમ્બે હાઈ પાસે ONGCની રિગ ‘સાગર કિરણ’ પાસે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. હેલીકોપ્ટરમાં 9 લોકો સવાર હતા. જે પૈકી 6 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 3 લોકો ગુમ છે. તેની શોધખોળ ચાલુ છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. શરૂઆતમાં 5 લોકો ગુમ થયાના અહેવાલ હતા. બાદમાં રેસ્ક્યુ બોટ દ્વારા એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો હતો. આ વિમાન દમણથી મોકલવામાં આવ્યું હતું.

  • હેલિકોપ્ટરમાં 2 પાયલોટ અને 7 મુસાફરો સવાર હતા.
  • હેલિકોપ્ટરનું દરિયામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું
  • જહાજે ચાર લોકોને બચાવ્યા, દમણથી મોકલાયું હતું વિમાન

કોસ્ટ કાર્ડે ઘટનાસ્થળે રાહત અને બચાવ માટે બે જહાજો મોકલ્યા હતા. એક OSV માલવિયા 16 નામના જહાજે 4 લોકોને બચાવી લીધા હતા. ડ્રોનિયર એરક્રાફ્ટમાંથી સ્થળની નજીક એક લાઇફ રાફ્ટ પણ નીચે પડી ગયું હતું. આ વિમાન દમણથી મોકલવામાં આવ્યું હતું. જ્યાં આ દુર્ઘટના થઈ તે સ્થળ મુંબઈના કિનારેથી અરબી સમુદ્રના 7 નોટિકલ માઈલની અંદર છે.

આંતરરાષ્ટ્રીય સુરક્ષા નેટ પણ સક્રિય કરવામાં આવી હતી
ઓએનજીસીના જહાજ માલવિયા-16માંથી ચાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે પાંચમાને ONGCની રીગ સાગર કિરણની રેસ્ક્યુ બોટમાંથી સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હોવાનું કહેવાય છે. આ ઘટના બાદ મુંબઈમાં મેરીટાઈમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર દ્વારા ઈન્ટરનેશનલ સેફ્ટી નેટ પણ સક્રિય કરવામાં આવી હતી. MRCC મુંબઈ તરફથી જ ઑફશોર સપ્લાય જહાજ માલવિયા-16 બચાવ કામગીરી માટે મોકલવામાં આવ્યું હતું. હેલિકોપ્ટરમાં ONGCના 6 કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર માટે કામ કરનાર એક વ્યક્તિ સવાર હતા. ઇમરજન્સી લેન્ડિંગ માટે, હેલિકોપ્ટરને ફ્લોટર્સનો ઉપયોગ કરવો પડ્યો હતો, જેનો ઉપયોગ આ સ્થળોએ ચાલતા હેલિકોપ્ટર અને હેલિકોપ્ટરમાં થાય છે.

Most Popular

To Top