વીરપુર :વીરપુરના જાહેર માર્ગ ઉપર પથ્થર-રેતીના ઓવરલોડ અને ખુલ્લા વાહનોમાંથી રોડ પર પડતી ઝીણી પથરીઓ પથરાઈ જતા વાહન ચાલકો સ્લીપ ખાઈ અકસ્માતના બનાવો બન્યા છે. જેના કારણે ભારે રોષની લાગણી જન્મી છે.
વીરપુર – બાલાસિનોરના મુખ્ય માર્ગ પર પસાર થતા ભારે અને ઓવરલોડ વાહનોમાંથી પથ્થર, રેતી, કપચી, ડામર રોડ ઉપર પડવાથી મુખ્યમાર્ગ ઉપર ઝીણા પથ્થરો પથરાઈ જવાથી વાહન ચાલકો ખાસ કરી દ્વીચક્રી વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનતા નાની મોટી ઈજાઓ થઈ રહી હોવાના બનાવો બની રહ્યા છે. વીરપુરથી પસાર થતો મુખ્ય માર્ગ ઉપર દિવસ રાત ભારે વાહનોની અવર જવર થતી હોય છે. આ ઓવરલોડ માલ ભરેલા વાહનોની ખુબજ અવર જવર થઈ રહી છે. જેમાં પત્થર, રેતી, કપચી જેવી વસ્તુઓ ઓવર લોડ લઇ કોઈપણ જાતની રોકટોક વગર બેફામ પસાર થતી હોય છે. જેને લઇ રોડ ઉપર આ પડતાં અને આવા વાહન પાછળ આવતા લોકો ખૂબ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે.
વીરપુરના માર્ગો પર કપચી-રેતી વેરતા ભારે વાહનોથી હાલાકી
By
Posted on